૩ વર્ષ બાદ તારક મહેતા માં પરત ફરી શકે છે દયાબેન, આ કારણને લીધે શો થી રહ્યા હતા દુર

Posted by

ટીવીની દુનિયાના સૌથી મશહુર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નું શૂટિંગ ફરીથી શરૂ થઇ ચૂક્યું છે. જાણવા મળ્યું છે કે કોરોનાને કારણે કરવામાં આવેલ લોકડાઉન માં શૂટિંગ પાછલા ૪ મહિનાથી બંધ હતું. તેવામાં જ્યારે શૂટિંગ ફરીથી શરૂ થયું છે, તો નવા એપિસોડ પણ દર્શકોને જોવા મળી રહ્યા છે. તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે શોના અમુક મશહૂર કિરદાર શૉ છોડીને જઈ શકે છે. વળી હવે આ શૉ નાં ફેન્સ માટે એક સારા સમાચાર પણ આવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે આખરે શું છે તે સારા સમાચાર.

આ ફેમસ કેરેકટર શૉ માં પરત ફરી શકે છે

હકીકતમાં ધારાવાહિકમાં મિસીઝ રોશન સોઢીનો રોલ પ્લે કરવા વાળી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે શૉ માં દિશા વાકાણી એટલે કે દયાબેન ની ફરીથી એન્ટ્રી થઈ શકે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “હું દિશા વાકાણીને સેટ પર ખૂબ જ મિસ કરું છું, પરંતુ હું સમજી રહી છું કે આ સમયે તેમના માટે સૌથી વધારે જરૂરી પોતાની દીકરીની દેખભાળ કરવી છે. તેઓ હાલના સમયમાં પોતાના પરિવારની સાથે સમય પસાર કરવા માંગે છે અને હાલના સમયમાં તે યોગ્ય પણ છે.” જેનીફરે કહ્યું હતું કે દિશા પોતાના પરિવારને સમય સાથે સમય પસાર કરીને ખૂબ જ ખુશ છે. સાથોસાથ તેમણે એવું પણ કહ્યું હતું કે હું જાણું છું કે તેઓ આ શોમાં ખૂબ જલ્દી પરત ફરવા માંગે છે અને અમને બધાને આશા છે કે તેઓ ખૂબ જલ્દી પર આવશે.

તેવામાં હવે જોવાનું રહેશે કે શોમાં દયાબેન જેવા મશહૂર કેરેક્ટરને પ્લે કરનાર દિશા વાકાણી ક્યારે શો માં પરત ફરે છે. જણાવી દઈએ કે દિશા વાકાણી પોતાની એક્ટિંગના દમ પર ઘરે-ઘરે ફેમસ થઈ ચુકેલ છે. તેમના ફેન્સ શોમાં તેમને ખૂબ જ મિસ કરી રહ્યા છે.

દિશા વાકાણી પરત કરશે તો અમને ખુશી થશે – અસિત મોદી

આ પહેલા સમાચાર આવ્યા હતા કે શૉ નાં ૧૨ વર્ષ પૂરા થવાના ખાસ અવસર પર મેકર્સ એક સ્પેશિયલ એપિસોડ બનાવી રહ્યા છે, જેમાં દિશા વાકાણી નજર આવી શકે છે. આ ખબર પર પ્રોડ્યુસર આસિત મોદીએ કહ્યું હતું કે પહેલા સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ શરૂ થવા દો, ત્યારબાદ આ બધી બાબતો પર ચર્ચા કરીશું. અત્યારે કોમેન્ટ કરવી યોગ્ય નથી. સાથોસાથ તેમણે કહ્યું હતું કે જો દિશા વાકાણી શોમાં પરત ફરે છે તો તેમને ખુશી થશે.

જણાવી દઈએ કે દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૫માં મયુર પાડીયા સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૭ માં તેઓ મેટરનીટી લીવ પર ગયા. નવેમ્બર ૨૦૧૭ માં તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો અને ત્યારબાદ તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો થી દૂર રહેલા છે.

એકવાર તો સમાચાર આવ્યા હતા કે દિશાનાં પતિ મયુરે શોનાં મેકર્સ સામે અમૂક શરતો રાખી છે. હકીકતમાં મયુર પાડીયા ની શરત હતી કે દિશા ૧ મહિનામાં ફક્ત ૧૫ દિવસ અને દરરોજ ફક્ત ૪ કલાક કામ કરશે. જણાવી દઈએ કે મેકર્સે મયુર ની આ શરત માનવાનો ઇનકાર કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *