૩૦૦૦ રૂપિયાનું પાણી, ૭૫૦૦ રૂપિયાની રાઇસ પ્લેટ, અફરા-તફરીનાં માહોલની વચ્ચે અફઘાનિસ્તાનમાં ખાણી-પીણીનાં ભાવ આસમાને

Posted by

અફઘાનીસ્તાન માં તાલીબાન ડરથી લોકો કાબુલ એરપોર્ટ પર જમા થઈ રહ્યા છે અને વિમાન પકડીને દેશ છોડીને ભાગી રહ્યા છે. અમેરિકા સહિત ઘણા દેશ પણ પોતાના નાગરિકોને સુરક્ષિત અહીંથી જ કાઢવામાં જોડાયેલા છે. ઘણા સપ્તાહથી એરપોર્ટ પર અફરાતફરી અને ડરનો માહોલ છે. જોકે અમુક લોકો એવા પણ છે જે તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને એરપોર્ટ પર આવી રહેલા લોકોને ખાવાની ચીજો હજાર રૂપિયામાં વેચી રહ્યા છે. સમાચાર એજન્સી રૉયટર્સ નાં જણાવ્યા અનુસાર કાબુલ એરપોર્ટ પર એક પાણીની બોટલ હજારો રૂપિયામાં વેચાઈ રહી છે. એક અફઘાની નાગરિકે જણાવ્યું હતું કે કાબુલમાં ભોજન અને પાણી ખુબ જ ઊંચી કિંમત પર વેચાઇ રહ્યા છે.

અફઘાન નાગરિક ફઝલ-ઉર-રહેમાન નાં જણાવ્યા અનુસાર કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલ ૪૦ અમેરિકી ડોલર એટલે કે ૩ હજાર રૂપિયા અને એક પ્લેટ રાઈસ ૧૦૦ અમેરિકી ડોલર એટલે કે ૭,૫૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સામાન ફક્ત ડોલરમાં જ વેચવામાં આવી રહ્યો છે, અફઘાની કરન્સી સ્વીકારવામાં આવતી નથી. જો કોઈ પાણીની બોટલ અથવા ભોજન ખરીદવા માંગે છે તો તેણે અમેરિકી ડોલરમાં ચુકવણી કરવું પડે છે. અફઘાની કરન્સી અહીંયા કોઈ લઈ રહ્યું નથી. ફઝલે આગળ જણાવ્યું હતું કે અહિયાં ચીજો એટલી મોંઘી મળી રહી છે કે સામાન્ય વ્યક્તિ તેને ખરીદી શકતો નથી.

વળી એક અન્ય નાગરિક અબ્દુલ રઝાકે જણાવ્યું હતું કે અહીં લોકોની ભારે ભીડ છે અને લોકોની ભીડને કારણે મહિલાઓ અને બાળકોની સ્થિતિ દયનીય છે. લોકોની હાલત ખરાબ થઇ રહી છે.

લોકોની અંદર તાલિબાન નો ડર એવી રીતે પેસી ગયો છે કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં અફઘાનિસ્તાન છોડીને ભાગવા માંગે છે. કાબુલ એરપોર્ટ પર આ લોકો બેસીને પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહ્યા છે. સ્થાનીય મીડિયાનાં વીડિયો ફૂટેજમાં કાબુલ એરપોર્ટ પર એક કોન્ક્રીટ બેરિયર ની પાછળ એક મોટી ભીડ જોવા મળી રહી છે, જે કાંટાદાર તારથી ઘેરાયેલી છે.

તાલિબાને દેશના છોડવાનું ફરમાન જાહેર કર્યું

તાલિબાન તરફથી વધુ એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તે વાતથી ખુશ નથી કે લોકો દેશ છોડી રહ્યા છે. વળી જે નાગરીકો દેશ છોડીને ભાગી ગયા છે તેઓ ઇચ્છે તો પરત આવી શકે છે. તાલિબાનનાં પ્રવક્તા ઉલ્લાહ મુજાહિદ્દીન દ્વારા મંગળવારનાં રોજ નિવેદન રજુ કરવામાં આવ્યું હતું કે હવે કોઇપણ અફઘાની નાગરિકને દેશ છોડવાની પરવાનગી નથી. ફક્ત વિદેશી નાગરિકો પોતાના દેશ પરત ફરી શકે છે.

અમેરિકી ન્યુઝ ચેનલ સીએનએન સાથે વાત કરતા અફઘાની નાગરિકે જણાવ્યું હતું કે એરપોર્ટ પર જતાં રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવેલ છે. લોકો તે રસ્તા પર થી એરપોર્ટ જઈ શકતા નથી, પરંતુ વિદેશી નાગરિકો અને એરપોર્ટ પર જવાની પરવાનગી આપવામાં આવી છે.

મહત્વપુર્ણ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો કરી લેવામાં આવેલ છે. ૧૫ ઓગસ્ટના રોજ તાલિબાને કાબુલમાં પર કબ્જો કરી લીધો હતો. આ દેશના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા. વળી હવે અહીંયા નાગરિક પણ દેશ છોડીને જવા માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *