મોટા સમાચાર : ૩૧ મે બાદ વધારી શકાય છે લોકડાઉન, આ ૧૧ શહેરો પર કેન્દ્ર સરકારની ખાસ નજર

Posted by

કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે લોકડાઉનનો પાંચમો સ્ટેજ પણ થઈ શકે છે. કેન્દ્ર સરકાર ૩૧ મે બાદ પણ લોકડાઉનને બે સપ્તાહ સુધી વધારી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી હતી કે લોકડાઉનનાં પાંચમા સ્ટેજનું સ્વરૂપ અલગ હશે અને તેમાં પહેલા કરતાં વધારે છૂટછાટ આપવામાં આવશે. સાથોસાથ તેમણે કહ્યું હતું કે આ સ્ટેજમાં દેશના ૧૧ મુખ્ય શહેરો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જ્યાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. આ ૧૧ મુખ્ય શહેરોમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, ચેન્નઈ, અમદાવાદ, કોલકત્તા, થાણે, પુણે, જયપુર, સુરત અને ઈન્દોર સામેલ છે. આ શહેરો માંથી કન્ટેનમેંટ ઝોન પણ ઘટાડવામાં આવી શકે છે.

ધાર્મિક સ્થળોને ખોલવા માટે રાજ્ય સ્વતંત્ર હશે

ધાર્મિક સ્થળોને ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર પોતાની અનુસાર લઈ શકે છે. જોકે કોઈપણ પ્રકારના આયોજન અને પર્વ મનાવવા પર પ્રતિબંધ રહેશે. જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. દર્દીઓની સંખ્યા હવે વધીને ૧.૫ લાખ કરતાં પણ ઉપર જઈ ચુકી છે. જાણકારી માટે જણાવી દઈએ કે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧૪ દિવસમાં ડબલ થઇ રહી છે. વળી કોરોના ને કારણે મૃત્યુનો આંકડો પણ પાછળા ૧૬ દિવસમાં ડબલ થઇ ગયો છે.

ઝડપથી વધી રહેલ મામલાઓથી સ્વાસ્થ્ય વિભાગ દબાણમાં

દેશમાં સતત વધી રહેલ કોરોના વાયરસના મામલા સ્વાસ્થ્ય વિભાગ માટે પણ ચિંતાનો વિષય બની ચૂક્યા છે. આ સમયે કોરોનાને કારણે દેશભરમાં સ્વાસ્થ્ય વિભાગોમાં ખૂબ જ દબાણ છે. તેવામાં પાછલા ૨ મહિનાથી રાખવામાં આવેલ લોકડાઉન ઉપર પણ સવાલ ઉભા થવા લાગ્યા છે. કારણકે લોકડાઉન કોરોના કેસને ઓછા કરવા માટે લાગુ કરવામાં આવેલ હતું, પરંતુ તેનું કોઇ નક્કર પરિણામ દેખાઈ રહ્યું નથી.

મહત્વપૂર્ણ છે કે કેન્દ્રએ ચોથા સ્ટેજના લોકડાઉનને ફક્ત તે વિસ્તારોમાં કેન્દ્રિત રાખ્યું જે કન્ટેનમેંટ હતા. બાકીના વિસ્તારોમાં અર્થવ્યવસ્થાને સંપૂર્ણ રીતે ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. તેની સાથે પરિવહનના સાધનો બસ, ટ્રેન અને સીમિત ક્ષમતામાં ડોમેસ્ટિક ફ્લાઇટ ની પરવાનગી આપવામાં આવી હતી. વળી બજારો, કાર્યાલયો અને ઉદ્યોગોને પણ ફરીથી શરૂ કરવામાં આવેલ હતા.

ધાર્મિક સ્થળો માટે સખત નિયમો બનશે

સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર, લોકડાઉનનાં પાંચમાં સ્ટેજમાં ધાર્મિક સ્થળો અને જીમ ખોલવાની પરવાનગી આપવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો પર પૂજા કરવા માટેની પરવાનગી આપવામાં આવી તો સામાજિક અંતરના બધા નિયમોનું સખતાઈથી પાલન કરાવવામાં આવશે.

જણાવી દઈએ કે કર્ણાટકની યેદિયુરપ્પા સરકાર પહેલાથી જ ૧ જૂનથી મંદિરો અને ચર્ચોને ખોલવાની પોતાની સહમતી જણાવી ચૂકી છે. રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું હતું કે એક વખત કેન્દ્ર સરકાર તરફથી મોલ અને ધાર્મિક સ્થળોને ખોલવાની પરવાનગી મળી જાય છે, તો ત્યારબાદ આ જગ્યાઓને ખોલવી કે ન ખોલવી તે નિર્ણય રાજ્ય સરકારનો હશે.

આ જગ્યા ઉપર જળવાઈ રહે છે પ્રતિબંધ

લોકડાઉનનાં પાંચમાં સ્ટેજમાં પણ પહેલાંની જેમ જ શોપિંગ મોલ સિનેમા હોલ સ્કૂલ-કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી શકે છે. જોકે અમુક રાજ્યો એ કહ્યું છે કે જૂનથી સ્કૂલોને ખોલવાની પરવાનગી આપવામાં આવે. તેના પર કેન્દ્ર સરકારે સ્પષ્ટ રૂપથી કહ્યું છે કે હાલમાં આવું કરવું ખતરનાક સાબિત થઈ શકે છે, એટલા માટે તેઓ સ્કૂલોને ખોલવાના પક્ષમાં નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *