૩૪ રૂપીયા વાળો સ્ટોક થયો ૪૭૪૬ રૂપિયાનો, ૧ લાખનાં બની ગયા ૧.૩૭ કરોડ રૂપિયા, શું તમારી પાસે પણ છે આ શેર?

હાલનાં દિવસોમાં શેરબજારમાં રોકાણકારોને ખુબ જ કમાણી થઈ રહી છે. સેન્સેક્સ ૫૯,૦૦૦ નાં આંકડાને પાર કરી ચુકેલ છે. જોકે થોડી નરમાઈ પણ જોવા મળી છે. તેમ છતાં પણ શેરધારકોને બમ્પર રિટર્ન મળી રહ્યું છે. ઘણા નાના મોટા શેર માંથી રોકાણકારોને શાનદાર કમાણી થયેલી છે. આજે અમે તમને આવા જ એક કમાલનાં શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ૧૦ વર્ષમાં પોતાના રોકાણકારોને માલામાલ કરી દીધા. આ શેર છે બાલાજી એમાઇન્સ (Balaji Amines).

રાસાયણિક સ્ટોક ની કિંમત હવે ૪૭૪૬.૯૦ રૂપિયા પહોંચી ચુકી છે. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૧નાં રોજ NSE પર તેની કિંમત અંદાજે ફક્ત ૩૪.૫૦ રૂપિયા પ્રતિ શેર હતી. આટલા સમયગાળામાં આ સ્ટોક લગભગ ૧૩૭ ગણો વધેલ છે. જણાવી દઈએ કે રોકાણકારોએ આ શેરમાં ધીરજ જાળવી રાખેલ હતું, તેમને બમ્પર રિટર્ન મળેલ છે.

શેર પ્રાઇસ હિસ્ટ્રી

કેમિકલ ફેક્ટરીનાં બાલાજી નાં શેર ૨૦૨૧માં ૨૩ મલ્ટીબૈગર શેર માંથી એક છે. પાછલા સપ્તાહે બાલાજી એમાઇન્સ ની કિંમત ૪૪૨૦.૪૦ થી વધીને ૪૭૪૬.૯ રૂપિયા થઈ ગઈ હતી. લગભગ ૭.૫૦ ટકા નો વધારો થયો હતો. જ્યારે પાછલા એક મહિનામાં આ કેમિકલ સ્ટોક ૩૩૧૯ રૂપિયા પ્રતિ શેરનાં સ્ટાર થી વધીને ૪૭૪૬.૯ રૂપિયા નાં સ્તર સુધી પહોંચી ગયેલ છે. એવી જ રીતે પાછલા ૬ મહિનામાં બાલાજી નો શેર ૧૬૯૧.૮૦ રૂપિયા સ્તર થી વધીને ૪૭૪૬.૯ રૂપિયા ઉપર પહોંચી ગયેલ છે. આ સમયગાળા દરમિયાન આશરે ૧૮૦ ટકા સુધી વધી ગયેલ છે.