૩૫ વર્ષની થઈ જેકલીન ફર્નાન્ડીઝ, મુંબઇમાં લીધેલું છે આટલું શાનદાર ઘર, જુઓ તસવીરો

અમુક ફિલ્મોમાં કામ કરીને જેકલીન ફર્નાન્ડીઝ બોલીવુડની જાણીતી ઍક્ટ્રેસ બની ગઈ પરંતુ જેકલીન છેલ્લી વખત ફિલ્મ “ડ્રાઈવ” માં નજર આવી હતી, જેમાં તેના હીરો સુશાંત સિંહ રાજપૂત હતા. પોતાની ફિલ્મો સિવાય જેકલીન પોતાના સંબંધોને લઈને પણ અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે.

આજની આ પોસ્ટમાં અમે જેટલી વિશે વાત એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે હાલમાં જ તેમનો થોડા દિવસ પહેલાં જેકલીનનો બર્થડે હતો. જેકલીને પોતાનો ૩૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. શ્રીલંકન બ્યુટી જેકલીનનો જન્મ ૧૧ ઓગસ્ટ, ૧૯૮૫ના રોજ મનામા બહેરીનમાં થયો હતો. તેમના પિતા શ્રીલંકન તમિલિયન છે અને માં મલેશિયન છે.

વાત કરવામાં આવે જેકલીનના અભ્યાસ વિશે તો તેમણે યુનિવર્સિટી ઓફ સિડનીમાં માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કરેલ છે. આ કોર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધા બાદ જેકલીન શ્રીલંકાના એક ટીવી ચેનલમાં રિપોર્ટર તરીકે કામ કરવા લાગી હતી.

જ્યારે તે ન્યૂઝ ચેનલમાં કામ કરતી હતી તો ત્યાંના લોકો તેની સુંદરતાથી ખૂબ જ પ્રભાવિત રહેતા હતા. જેકલીન શ્રીલંકાની સૌથી ગુડ લુકિંગ રિપોર્ટર હતી. પોતાના લુક્સને કારણે જેકલીનને મોડલિંગની ઓફર મળવા લાગી.

મોડલિંગની ઓફર મળ્યા બાદ જેકલીને આ ફિલ્મમાં પોતાનો હાથ અજમાવ્યો અને ગ્લેમરની દુનિયામાં આવી ગઈ. વર્ષ ૨૦૦૬માં તેણે શ્રીલંકા કોન્ટેસ્ટ માં ભાગ લીધો અને જીતીને મિસ શ્રીલંકા બની ગઈ. જેકલીનને બોલીવુડમાં પોતાનો પહેલો બ્રેક વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ “અલાદિન” થી મળ્યો.

જેકલીન મુંબઈના એક શાનદાર ફ્લેટમાં રહે છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જેકલીન નો સી-ફેસિંગ એપારમેન્ટ છે. જેકલીનનું ઘર ૧૭માં માળ પર છે. જેકલીનના ઘરની સામે સમુદ્રનો સુંદર નજારો જોવા મળી આવે છે.

જેટલી ૩ બેડરૂમ ફ્લેટમાં રહે છે, જેનું ઇન્ટિરિયર આશિષ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. જેકલીને પોતાના ઘરને પર્શિયન ટચ આપવાની કોશિશ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આશીષે ફ્રીમાં જેકલીનનાં ઘરનું ઇન્ટિરિયર કરેલ છે. હકીકતમાં આશિષ અને જેકલીન એકબીજાના ખૂબ જ સારા મિત્ર છે.

જ્યારે જુડવા-૨ નાં શૂટિંગ માટે જેકલીન લન્ડનમાં હતી, તો તેના મિત્ર આશીષે તેમનું ઘર સજાવ્યું હતું. તેમણે એક્ટ્રેસને બર્થ ડે ગિફ્ટના રૂપમાં ઘર સજાવીને આપ્યું હતું. તેમણે જેકલીન માટે આ સરપ્રાઈઝ રાખેલ હતું.

જેકલીનના લિવિંગરૂમમાં તમે એલ શેપમાં પીચ કલરના સોફા જોઈ શકો છો. જેકલીનના ઘરની દીવાલો અને પડદાના રંગ સફેદ છે. લિવિંગરૂમમાં તમે પુસ્તકો પણ જોઈ શકો છો.

જેકલીનને પિયાનો વગાડવાનો ખૂબ જ શોખ છે, એટલા માટે તેમણે પોતાના ઘરમાં એક સફેદ રંગનો પિયાનો પણ રાખેલ છે. રૂમમાં ગિટાર પણ તમે જોઈ શકો છો. જેકલીન જ્યારે પણ ફ્રી હોય છે પોતાના મ્યુઝિકના શોખને પૂરો કરે છે.

જેકલીને ડાન્સ કરવા માટે ઘરના એક ખૂણામાં પોલ પણ રાખેલ છે. જેકલીનને પોલ ડાન્સ કરવો ખૂબ જ પસંદ છે. મહત્વપૂર્ણ છે કે એક્ટ્રેસ પોતાના ડાન્સ મૂવ્સ માટે પણ જાણીતી છે.

જેકલીનના ફ્લેટના એક રૂમમાં ડ્રેસિંગ રૂમ પણ બનાવવામાં આવેલ છે. આ રૂમમાં તેના ડિઝાઇનર શુઝ, કપડા અને બેગ્સ રાખેલા છે.

જેકલીનની જનાવર સાથે ખૂબ જ પ્રેમ છે. કદાચ એ જ કારણ છે કે તેમણે પોતાના ઘરમાં એક નહીં પરંતુ બે-બે બિલાડી પાળીને રાખી છે. તે અવારનવાર પોતાની બિલાડીઓની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેયર કરતી રહે છે.