વર્ષ ૧૯૯૭માં સલમાન ખાનની સાથે ફિલ્મ “બંધન” માં કામ કરવા સિવાય બોલીવુડની ઘણી હિન્દી ફિલ્મોમાં નજર આવી ચુકેલી અભિનેત્રી રંભા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. પોતાની અમુક તસ્વીરો શેર કરી છે, જેને જોયા બાદ તેના બદલાયેલા લુકને લીધે તે ચર્ચામાં આવી ગઈ છે. રંભા ૧૯૯૦ થી ૨૦૦૦ દશકની મશહુર એક્ટ્રેસ રહી ચુકેલી છે. તેને બોલીવુડમાં ગોવિંદા, અનિલ કપુર, મિથુન ચક્રવર્તી અને અજય દેવગન સહિત ઘણા મોટા સ્ટાર્સની સાથે કામ કરેલું છે. હિન્દી સિવાય તેને તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કરેલ છે.
રંભા બોલીવુડની ક્યુકી મેં જુઠ નહીં બોલતા, ઘરવાલી બહારવાલી, જાની દુશ્મન, જંગ અને જલ્લાદ જેવી મુવીમાં નજર આવેલી હતી. રંભા એ ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કરેલું છે. તે બોલીવુડના નંબર વન અભિનેતાઓ સિવાય રજનીકાંત, ચિરંજીવી, કમલ હસન જેવા લોકપ્રિય એક્ટરની સાથે પણ નજર આવી ચુકેલ છે.
રંભા એ ફક્ત ૧૬ વર્ષની ઉંમરમાં જ એક્ટિંગની દુનિયામાં પગ રાખી દીધા હતા. પોતાની સુંદરતા અને એક્ટિંગ થી તેને ખુબ જ જલ્દી દર્શકોના દિલ પણ જીતી લીધા હતા. રંભા એ ટીવી ઉપર પણ કામ કરેલ છે. અંગત જીવનની વાત કરવામાં આવે તો તેની બે દીકરીઓ અને એક દીકરો છે.
રંભા હાલના સમયમાં ફિલ્મોથી દુર છે અને કેનેડામાં રહે છે તથા હાઉસવાઈફ છે. હાલનાં સમયમાં તે ખુબ જ બદલાઈ ગઈ છે. એક્ટ્રેસ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી તસ્વીરો અને વિડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. રંભા એ વર્ષ ૨૦૧૦ માં શ્રીલંકન તમિલ બિઝનેસમેન ઇન્દ્રકુમાર પદ્મનાથન સાથે લગ્ન કરેલા હતા. લગ્ન બાદ રંભા ફિલ્મોથી દુર થઈ ગઈ હતી.
રંભા પોતાના પતિ અને ત્રણ બાળકોની સાથે તસ્વીરો શેર કરતી રહે છે. એક્ટ્રેસ ભલે ફિલ્મોથી દુર છે, પરંતુ તે પોતાની લાઈફ વિશે પોતાના ફેન્સને ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી જાણકારી આપતી રહે છે.
રંભા હાલનાં દિવસોમાં પોતાના પરિવારને સાથે ખુશ છે. તેના ત્રણ બાળકો છે, જેની સાથે તે અવારનવાર વેકેશન ઉપર નજર આવે છે. રંભા હાલના દિવસોમાં કોઈ બીચ ઉપર વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશન પર તે પોતાના પતિ બાળકો અને અમુક નજીકના મિત્રો સાથે ગયેલી છે. સમુદ્રના કિનારે મસ્તી કરતી ઘણી તસ્વીરો રંભા એ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરેલી છે.
આ તસ્વીરોમાં રંભાને ઓળખવી ખુબ જ મુશ્કેલ બની રહેલ છે. એક સમયે ખુબ જ સુંદર દેખાઈ રહેલી રંભા આ તસ્વીરોમાં તેની સુંદરતા ખુબ જ ફિક્કી જોવા મળી રહી છે. તસ્વીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રંભાનાં ચહેરા ઉપરની અસર દેખાવા લાગી છે. ફેન્સ પણ તેની તસ્વીરો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.