બોલિવૂડની દેશી ગર્લ અને હોલિવૂડ સેન્સેશન બની ચુકેલી પ્રિયંકા ચોપડાએ પોતાનો ૩૨મો જન્મદિવસ હાલમાં જ ઉજવ્યો છે. ૧૮ જુલાઇ, ૧૯૮૩ના ઝારખંડના જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકાની સફર ખૂબ જ મહેનત અને પોતાના પ્રતિભાના દમ પર પ્રાપ્ત કરેલ છે. પ્રિયંકા ફક્ત પોતાની ફિલ્મો માટે જ નહિ પરંતુ પોતાના લવ અફેરને કારણે પણ હંમેશાં ચર્ચામાં રહી છે. એટલું જ નહીં તેમણે પોતાનાથી ૧૦ વર્ષ નાના એક્ટર અને સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરવાનો નિર્ણય કરીને બધાને આશ્ચર્ય ચકિતકરી દીધા હતા. આજે નિક અને પ્રિયંકા પોતાના લગ્ન જીવનથી ખૂબ જ ખુશ છે. પરંતુ કંઈક પહેલા પ્રિયંકાની જિંદગીમાં ઘણી વખત પ્રેમ આવી ચૂક્યો છે. તમને જણાવીએ પ્રિયંકા ચોપડાના તે ચર્ચિત અફેર્સ વિશે.
અક્ષય સાથે અફેર કરવા પર થયો હતો બબાલ
પ્રિયંકા ચોપડાના પહેલા પ્રેમ વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. જણાવવામાં આવે છે કે ફિલ્મોમાં આવતા પહેલા પ્રિયંકા અસીમ મર્ચન્ટને ડેટ કરી રહી હતી. પરંતુ પછી તેમને બોલિવૂડમાં સફળતા મળવા લાગી અને અસીમ પાછળ છૂટી ગયા. ફિલ્મોમાં સફળતા મળતાં જ પ્રિયંકાની જિંદગીમાંથી અસીમ દૂર થઇ ગયા બાદ પ્રિયંકાનું નામ અક્ષય કુમાર સાથે જોડાયું અને તેમના અફેર મીડિયામાં ખૂબ જ બબાલ મચાવ્યો હતો.
પડદા પર અક્ષય અને પ્રિયંકાની જોડી ઘણી વખત જોવામાં આવી છે અને તેમની આ ફિલ્મોને કારણે જ બંને એકબીજાની નજીક આવ્યા હતા. બન્નેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીનાં લોકોને ખૂબ જ પસંદ આવતી હતી. પ્રિયંકાના અફેર જે સમયે અક્ષય કુમારની સાથે શરૂ થયું હતું તે સમયે અક્ષય પરિણીત હતા. જોકે બંનેના અફેરે ખૂબ જ ચર્ચા જગાવી હતી. તે સમયે બંનેના ઘણા બોલ્ડ ફોટોશૂટ પણ સામે આવ્યા હતા. જેના કારણે તેમનું અફેર ખૂબ જ ચર્ચિત બની ગયું હતું.
જેના કારણે અક્ષય અને ટ્વિંકલના લગ્ન જીવન પર અસર પડવા લાગી. કહેવામાં આવે છે કે પોતાના લગ્નને બચાવવા માટે ટ્વિંકલે અક્ષય સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેઓ ક્યારેય પણ પ્રિયંકાની સાથે કામ નહીં કરે. અક્ષયે સમયે ટ્વિંકલની વાત માની લીધી અને પ્રિયંકા થી અંતર જાળવી લીધું, જેના કારણે અક્ષય અને પ્રિયંકા ફરી ક્યારેય પડદા પર નજર આવ્યા નહીં.
હરમન બાવેજા સાથે જોડાયું નામ
અક્ષય સાથે અંતર બનાવી લીધા બાદ થોડા સમય બાદ જ પ્રિયંકાને જિંદગીમાં હરમન બાવેજા આવી ગયા. હરમન તે સમયે બોલિવૂડમાં લોન્ચ થઈ રહ્યા હતા અને તેમનો લુક ઋત્વિક સાથે મળતો હતો. બંનેએ સાથે ૨ ફિલ્મ કરી “લવ સ્ટોરી ૨૦૫૦” અને “વોટ્સ યોર રાશિ”. બંને ફિલ્મો પડદા પર ફ્લોપ સાબિત થઈ. તેની સાથે બંને વચ્ચેનો પ્રેમ પણ એકબીજા માટે ખતમ થવા લાગ્યો અને પ્રિયંકા અને હરમન બાવેજાથી અંતર બનાવી લીધુ.
શાહરૂખ સાથે પણ હતું પ્રિયંકાનું અફેર
એવું પણ કહેવામાં આવે છે કે ફિલ્મ “ડોન” ના શુટિંગ વખતે શાહરૂખ અને પ્રિયંકા એકબીજાની નજીક આવ્યા હતા. શાહરુખનું નામ લાંબા સમય સુધી કોઈ એક્ટ્રેસ સાથે જોડાયેલા ન હતું. તેવામાં પ્રિયંકાની નજીક આવ્યા ના સમાચાર મીડિયામાં છવાયેલા હતા. જેના કારણે શાહરુખની પત્ની ગૌરીએ તેમને પ્રિયંકાથી દૂર રહેવા માટેની સલાહ આપી હતી. શાહરૂખ ગૌરીને ખૂબ જ પ્રેમ કરે છે અને પોતાના લગ્ન બચાવવા માટે શાહરૂખે પ્રિયંકા થી અંતર જાળવી લીધું.
નિક ની નજીક આવી ગઈ પ્રિયંકા
આટલા બધા અફેર્સ અને વિવાદ હોવા છતાં પણ પ્રિયંકાએ સપના જોવાનું છોડયું નહીં. બોલિવૂડમાં લાંબા સમય સુધી કામ કર્યા બાદ પ્રિયંકા હોલીવુડ તરફ વળી ગઈ. વળી તેમણે “ક્વાંટીકો” સિરીઝ અને “બેવાચ” જેવી ફિલ્મોમાં કામ કર્યું. હોલિવૂડમાં પ્રિયંકાને ખૂબ જ પસંદ કરવામાં આવી અને તે નિક ની નજીક આવી ગઈ. નિક સાથે તેમનું અફેર પણ બધાને કેઝ્યુઅલ લાગ્યું હતું, પરંતુ બંને આ સંબંધને લઈને ખૂબ જ ગંભીર હતા.
નિક અને પ્રિયંકાએ ખૂબ જ જલ્દી સગાઈ કરી લીધી અને તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી. ત્યારબાદ ૧ ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિકે ક્રિશ્ચિયન રીતિ રિવાજથી વેડિંગ અને પછી ૨ ડિસેમ્બરના રોજ હિન્દુ રિવાજથી બંનેએ સાત ફેરા લીધા. તેમના લગ્ન ખૂબ જ શાનદાર થયા હતા. આજે પ્રિયંકા નિક ની સાથે ખુશ છે અને અવાર-નવાર સુંદર તસવીરો શેયર કરતી રહે છે, જે તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.