૪ લાખથી વધારે લોકોએ ખરીદી છે આ કાર, ઓછી કિંમતમાં આપે છે ૨૨ કીમી ની શાનદાર એવરેજ

Posted by

ફ્રાન્સની કાર નિર્માતા કંપની દ્વારા ભારતમાં હાલમાં જ ૧૦ વર્ષ પુરા કરવામાં આવ્યા છે. આ અવસર પર કંપનીએ જાણકારી આપી હતી કે તેની કાર Kwid ને ભારતમાં શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. Kwid ની ભારતીય માર્કેટમાં સફળતાનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે લોન્ચિંગ થી અત્યાર સુધીના સમયમાં કંપની આકારના ૪ લાખથી વધારે યુનિટ વેચી ચુકેલી છે.

ભારતીય માર્કેટ માટે ખાસ રીતે ડિઝાઇન કરી

રેનોલ્ટ ક્વીડ ને પહેલી વખત ૨૦૧૬માં ગ્લોબલ NCAP ટેસ્ટમાં નિરાશાજનક ૧ સ્ટાર રેટિંગ મળેલ હતી. તે વર્ષે જ તેને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે ત્યારથી તેમણે કારમાં ભારતીય માર્કેટ માટે ખાસ રૂપથી ડિઝાઇન માં બદલાવ કર્યા. ત્યારબાદ તેમાં ફ્રન્ટ એર બેગ અને એબીએસ માં સાઈડ બોડી એરબેગ પણ જોડવામાં આવ્યા. ત્યારબાદ તેને લેટિન એનસીપીએ ટેસ્ટમા ૩ સ્ટાર રેટિંગ મળી હતી.

બજેટ ફ્રેન્ડલી અને શાનદાર માઇલેજ

રેનોલ્ટ ક્વીડ ને એસયુવી જેવી ડિઝાઇનથી તેને એક શ્રેષ્ઠ લુક મળે છે અને ફીચર્સની બાબતમાં પણ તે ખુબ જ સારી કાર છે. તેમ છતાં પણ તે ભારતીય માર્કેટમાં એક બજેટ ફ્રેન્ડલી કાર છે અને ૨૨ કિલોમીટર સુધીની માઇલેજ આપે છે, જેના કારણે Kwid લોકોની વચ્ચે એક લોકપ્રીય અને લોન્ચિંગ થી અત્યાર સુધીમાં ૪ લાખથી વધારે યુનિટ વેચી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *