૪૦ ની ઉંમર બાદ આ ૮ સરળ ઉપાયથી તમે પોતાનું વજન ઝડપથી ઘટાડી શકો છો, રહેશો એકદમ ફિટ અને હેલ્ધી

Posted by

જો તમારી ઉંમર ૪૦ થી વધારે છે તો તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે તમારું વજન સરળતાથી વધવા લાગ્યું છે અને એને ઓછું કરવું તમારા માટે મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે. આપણી ગતિવિધિઓનાં સ્તર, ખોરાકની આદતો, હોર્મોન્સમાં બદલાવ અને તમારી બોડી કેવી રીતે ફેટને સ્ટોર કરે છે, એ બધું વજન વધારવામાં મહત્વની ભુમિકા નિભાવે છે. જો તમારી ઉંમર પણ ૪૦ ની ઉપર છે અને તમારું પણ સતત વજન વધી રહ્યું છે તો તમે આ આર્ટિક્લમાં દર્શાવવામાં આવેલ સરળ રીતથી તેને ઘટાડી શકો છો.

ફળ અને શાકભાજીને અપનાવો

પ્રત્યેક ડિશમાં અડધાથી વધારે પ્લેટ ફળ અને શાકભાજીથી ભરો. આ બધું તમને મીટ, ડેરી ઉત્પાદન અને અનાજનાં પ્રમાણમાં વધારે પોષક તત્વો તથા ઓછી ફેટ અને કેલરી પ્રદાન કરે છે. આ સિવાય એ તમારું પેટ ભરી રાખવામાં પણ મદદ કરે છે અને તમારી ભુખ ને સંતુષ્ટ કરે છે. સફરજન અને બેરી જેવા ફળો અને ડ્રાયફ્રુટ કે હાઈ સુગર વાળા સ્નેકની તુલનામાં વધારે ખાવા જોઈએ.

નાસ્તો ન છોડો

વિશેષજ્ઞોનું માનવામાં આવે તો લોકોએ ઓટમીલ કે આખું અનાજ વાળા ટોસ્ટ અને ફળોને નાસ્તાનાં સમયે ખાવું જોઈએ. એ તમારી દિવસના સમયે લાગવા વાળી ભુખને શાંત કરે છે. જેના કારણે તમારે બહારનું ભોજન ખાવાની જરૂર પડતી નથી.

રાતનાં સમયે ઓછું ખાઓ

જો તમે બપોરે ૩ વાગ્યા પહેલા પોતાના લંચમાં રોજના કેલરી લો છો તો તમે સરળતાથી તમારું વજન ઘટાડી શકો છો. કદાચ તમે ત્યારબાદ વધારે પણ જમી લો છો તો પણ. પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે તમને ખબર હોવી જોઈએ કે તમારે ક્યારે ખાવાનું છે અને ક્યારે નહીં.

સ્વસ્થ ભોજન બનાવો

જ્યારે તમે ખોરાક બનાવો છો તો એના દ્વારા પણ વધારે ફેટ તથા કેલોરી પ્રાપ્ત થાય છે. ભોજનને તળવું કે માખણ કે પછી ઘણા બધા તેલમાં બનાવવાની જગ્યાએ તેને ગ્રીલ, બેક કે ઉકાળવાની કોશિશ કરો. અહીં રેસ્ટોરન્ટમાં જમવા માટે એક જ સારી સલાહ છે કે કારણકે અહીં તમે તમારી રીતે ખોરાક બનાવી શકો છો.

ધ્યાન આપવાની કોશિશ કરો

જ્યારે તમે કામ, બાળકો અને જીવનમાં વ્યસ્ત રહો છો તો તમે ઘણા બધા કામ કરતા સમયે કંઈ પણ ખાઈ લો છો, જેનાથી વજન વધવા લાગે છે. પરંતુ આમ કરવાથી તે સમયે તમે જરૂરિયાતથી વધારે ખાઈ લો છો અને થોડા સમય પછી તમને ફરીથી ભુખ લાગવા લાગે છે. જો તમે તમારા ખોરાક પર ધ્યાન નહીં આપશે, તો તમારું વજન વધવા લાગે છે. એક વાર શાંતિથી બેસીને તમારા પ્લેટની તરફ જુઓ ન કે ટીવી કે પછી મોબાઈલ સ્ક્રીન પર. એનાથી તમને મસ્તિષ્કને અનુભવ થશે કે તમારું પેટ ભરાઈ ચૂક્યું છે.

સોડા જેવા ડ્રીંક થી દુર રહો

જો તમે સુગર યુક્ત કોફી, ચા, સોફ્ટ ડ્રિંક, એનર્જી ડ્રીંક પીઓ છો તો તમે એની જગ્યાએ પાણી કે ઝીરો કેલરી વાલી ચીજ વસ્તુને પીવાનું શરૂ કરો. તમારી પસંદગીની ડ્રિંકમાં ઘણું બધું સુગર મળી આવે છે, જે તમારું વજન વધારે છે અને સાથે જ તમારામાં ડાયાબિટીસનાં ખતરાને પણ વધારે છે.

એક્સરસાઇઝ માટે સમય કાઢવો

ડેસ્ક જોબ, યાત્રા કરવા અને પારિવારિક ગતિવિધિઓ વચ્ચે ઘણા બધાને ૪૦ની ઉંમરમાં લોકો પાસે વર્કઆઉટ માટે સમય નથી રહેતો, પરંતુ એ તમારા વજન અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. તમારે દરેક અઠવાડિયે ઓછામાં ઓછા અઢી કલાકની મધ્યમ શારીરિક ગતિવિધિઓ કરવી જોઈએ, જેનાથી તમે ફિટ રહેશો.

તણાવ ન લો

તણાવને કારણે તમે અસંતુલિત ભોજનની તરફ વધી શકો છો. જેનાથી મળવા વાળા ફેટ તમારા શરીરને સારી રીતે અવશોસિત કરી શકતા નથી. યોગ, ઉંડી શ્વાસ લેવી, ધ્યાન લગાવવું, ફરવું કે પછી એક સારી પુસ્તક વાંચવાની કોશિશ કરો. તણાવથી રાહત દરેક માટે અલગ છે, એટલા માટે તે જાણો કે તે તમારા માટે શું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *