૪૦ વર્ષની ઉંમર બાદ આ ૮ સરળ ઉપાયથી ઘટાડી શકો પોતાનું વજન, રહેશો ફિટ અને હેલ્ધી

Posted by

જો તમારી ઉંમર ૪૦ થી વધારે છે, તો તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે તમારું વજન સરળતાથી વધવા લાગે છે. તેને ઓછું કરવું તમારા માટે મુશ્કેલ સાબિત થાય છે. તમારી ગતિવિધિઓનાં સ્તર, ખાવા-પીવાની આદતો, હોર્મોન્સમાં બદલાવ અને તમારી બોડી કેવી રીતે ફેટ સ્ટોર કરે છે. આ બધું વજન વધવાની મુખ્ય ભુમિકા નિભાવે છે. જો તમારી પણ ઉંમર ૪૦ થી વધારે છે અને તમારું પણ સતત વજન વધી રહ્યું છે, તો તમે આ સરળ રીતે ઘટાડી શકો છો.

ફળ અને શાકભાજી અપનાવો

પ્રત્યેક મિલ માં અડધી થી વધારે પ્લેટ ફળ અને શાકભાજી થી ભરો. આ બધું તમને મીટ, ડેરી ઉત્પાદન અને અનાજનાં પ્રમાણમાં વધારે પોષક તત્વો તથા ઓછું ફેટ અને કેલરી પ્રદાન કરે છે. તે સિવાય એ તમારું પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે અને તમારી ભુખને પણ સંતુષ્ટ કરે છે. સફરજન અને બેરી જેવા ફળને હાઈ ફેટ કે હાઈ સુગર વાળા સ્નેકની તુલનામાં વધારે ખાવા જોઈએ.

નાસ્તો ન છોડો

વિશેષજ્ઞોનું માનવું છે કે લોકોએ ઓટમીલ કે આખા અનાજવાળા ટોસ્ટ અને ફળોને નાસ્તાના સમયે ખાવા જોઈએ. તે તમારી દિવસનાં સમયે લાગતી ભુખને શાંત કરે છે. જેના કારણે તમને બહારનું અસ્વસ્થ ભોજન ખાવાની જરૂરીયાત નથી પડતી.

રાત્રિના સમયે ઓછું ખાઓ

જો તમે બપોરે ૩ વાગ્યા પહેલા પોતાના લંચમાં રોજાના કેલરી લો છો, તો તમે સરળતાથી તમારું વજન ઘટાડી શકો છો. ભલે તમે ત્યારબાદ વધારે ખાવાનું પણ ખાઈ લો, પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે તમને ખબર હોવી જોઈએ કે તમારે ક્યારે ખાવાનું છે અને ક્યારેય નહીં.

સ્વસ્થ ભોજન બનાવો

જ્યારે તમે ભોજન બનાવો છો તેના દ્વારા પણ વધારે ફેટ તથા કેલરી પ્રાપ્ત થાય છે. ભોજનને તળવા કે માખણ કે પછી ઘણા બધા તેલમાં પકવવાને બદલે તેને ગ્રીલ, બેક કે બાફવાની કોશિશ કરો. તે રેસ્ટોરન્ટમાં ખાવા માટે એક સારી સલાહ છે, કારણકે અહીં તમે તમારી રીતે ખાવાનું ખાઈ શકો છો.

ધ્યાન આપવાની કોશિશ કરો

જ્યારે તમે કામ, બાળકો અને જીવનમાં વ્યસ્ત રહો છો, તો તમે ઘણા બધા કામ કરતા સમયે કંઇક પણ ખાઈ લો છો. જેનાથી વજન વધવું વ્યાજબી થઈ જાય છે. પરંતુ આવું કરતા સમયે તમે જરૂરિયાતથી વધારે ખાઈ લો છો અને થોડી જ વાર પછી તમને ફરીથી ભુખ લાગવા લાગે છે. જો તમે તમારા ખાવાના પર ધ્યાન નહીં આપો તો તમારું વજન વધે છે. એક વાર શાંતિથી બેસો અને પછી તમારી પ્લેટ ની તરફ જુઓ, ના કે ટીવી કે પછી મોબાઇલની સ્ક્રીન પર. તેનાથી તમારા મસ્તિષ્કને એવો અનુભવ થશે કે તમારું પેટ ભરાઈ ચુક્યું છે.

સોડા જેવા ડ્રીંક થી રહો દુર

જો તમે સુગર યુક્ત કોફી, ચા, સોફ્ટ ડ્રિંક, એનર્જી ડ્રીંક પિયો છો, તો તમે તેની જગ્યાએ પાણી કે ઝીરો કેલરી વાળી વસ્તુઓ પીવાનું શરૂ કરો. તમારી પસંદગીની ડ્રિંક માં ઘણું બધું સુગર ઉમેરવામાં આવે છે, જે તમારું વજન વધારે છે અને સાથે જ ડાયાબિટીસનાં ખતરાને પણ વધારે છે.

એક્સરસાઇઝ માટે સમય કાઢો

ડેસ્ક જૉબ, યાત્રા કરવી અને પારિવારિક ગતિવિધિઓ વચ્ચે ઘણા ૪૦ની ઉંમરનાં લોકો પાસે વર્કઆઉટ માટે સમય નથી રહેતો, પરંતુ તે તમારા વજન અને સંપુર્ણ સ્વાસ્થ્ય માટે ઘણું જરૂરી છે. તમારે દરેક અઠવાડિયામાં ઓછામાં ઓછા અડધા કલાકની મધ્યમ શારીરિક ગતિવિધિઓ કરવી જોઈએ, જેનાથી તમે ફિટ રહેશો.

તણાવ ન લો

તણાવને કારણે તમે અસ્વસ્થ ભોજનની તરફ વધો છો. જેનાથી મળવા વાળા ફેટને તમારૂ શરીર સારી રીતે નથી અવશોશિત નથી કરી શકતું. યોગ, ઊંડો શ્વાસ લેવો, ઘ્યાન લગાવવું, હરો-ફરો કે સારા પુસ્તક વાંચવાની કોશિશ કરો. તણાવ થી રાહત દરેક માટે અલગ છે. એટલા માટે જાણો કે તમારા માટે શું યોગ્ય કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *