બોલિવૂડમાં એવા ઘણા સિતારાઓ છે જે પોતાના પ્રશંસકોનાં હૃદય પર રાજ કરે છે, પરંતુ હજુ સુધી તેમણે પોતાનું ઘર વસાવ્યું નથી. જી હાં, ૪૦ વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે પરંતુ તેમ છતાં પણ હજુ પણ તેમના લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. અહીંયા અમે તમને બોલિવૂડના એવા સેલિબ્રિટી વિશે જણાવીશું જે કુવારા હોવા છતાં પણ ખુશી-ખુશી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.
સલમાન ખાન
એવું નથી કે સલમાન ખાનને ક્યારેય કોઇ સાથે પ્રેમ થયો ન હોય. તેમના પ્રેમ અને તેમના સંબંધ ના સમાચાર તો હંમેશા ચર્ચામાં રહેલા છે. પરંતુ ક્યારેય પણ સલમાનના લગ્નની વાત નક્કી થઈ નહીં. વળી સલમાન હજુ પણ ઘર વસાવવા માટે ઇચ્છુક નજર આવતા નથી. તેમણે તો એક વાર એવું પણ કહ્યું હતું કે મને પ્રેમ પર વિશ્વાસ નથી. કોઈ એવું કારણ નથી મારી પાસે, જેનાથી હું માની લઉં કે પ્રેમ શબ્દ પણ હોય છે.
કરણ જોહર
બોલીવૂડના સૌથી ચર્ચિત નિર્માતા-નિર્દેશક માંથી એક કરણ જોહર હજુ સુધી કુંવારા છે. તેઓએ અત્યાર સુધીમાં બોલિવૂડમાં ઘણી બધી લવ સ્ટોરી ફિલ્મ બનાવી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કરણ જોહરનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો દેખાતો નથી. કરણ જોહરને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં હજુ સુધી હેપ્પી મેરેજ કોઈના પણ રહ્યા નથી.
રણદિપ હુડા
બોલિવૂડ અભિનેતા રણદીપ હુડા જેમની પર્સનાલિટી જોરદાર છે અને જેઓ સુસ્મિતા સેન અને નીતુ ચંદ્રાને પણ ડેટ કરી ચૂક્યા છે, તેઓ પણ હજુ સુધી કુંવારા છે. એકવાર તેમણે કહ્યું હતું કે લગ્નની નજીક હજુ સુધી હું પહોંચ્યો નથી. સાથ નિભાવવો એ જ લગ્નનો આધાર હોય છે.
સાજીદ ખાન
સાજીદ ખાન એક સમયે પોતાની ફિલ્મી કારકિર્દીમાં સફળતાની સીડીઓ ચડતાં જઈ રહ્યા હતા. જેકલીન ફર્નાન્ડીઝ ની સાથે તેઓ ઘણા નજીક પણ રહ્યા હતા. પછી તેઓ પોતાના નિર્દેશન કારકિર્દીમાં એટલા ડૂબતા ચાલ્યા ગયા કે લગ્નનું હવે તો તેમને ધ્યાન પણ નથી રહ્યું. સાજીદ ખાને એક વખત કહ્યું હતું કે મને લાગે છે કે ખોટા કારણોને લીધે લોકો ઘણી વખત લગ્ન કરી લેતા હોય છે. હું પણ લગ્નની ઘણી વખત નજીક પહોંચ્યો પરંતુ ક્યારેક મારા મગજ મને રોકી લીધો, તો ક્યારેક યુવતીના મગજે.
ઉદય ચોપડા
ઉદય ચોપડા પણ હજુ સુધી કુંવારા છે. તેમનો સંબંધ સુસ્મિતા શેટ્ટી અને નરગિસ ફકરી સાથે જોડાઈ ચૂક્યો છે, પરંતુ લગ્ન સુધી પહોંચી શક્યા નહીં. નરગિસ ફકરી સાથે તો ૨૦૧૭માં તેમના લગ્ન પણ થવાના હતા, પરંતુ તેવું બની શક્યું નહીં. ઉદય ચોપડા હજુ પણ કુંવારા ખુશ દેખાઇ રહ્યા છે.
રાહુલ બોસ
બોલિવૂડ અભિનેતા રાહુલ બોસને પણ લગ્નની હજુ સુધી કોઈ ઉતાવળ જણાતી નથી. લગ્નમાં તો તેમનો વધારે ભરોસો નથી. એક વખત રાહુલે કહ્યું હતું કે મને સમજમાં નથી આવતું કે આખરે લગ્ન કરવા શા માટે જરૂરી છે. હું સારી રીતે સેટલ છું. પ્રેમ તો મારા માટે સપનું જ છે. હું મારી જિંદગીમાં પ્રેમમાં પણ રહી ચૂક્યો છું અને સારા રિલેશનશિપમાં પણ રહી ચૂક્યો છું.
અક્ષય ખન્ના
મોટા પડદા પર અક્ષય ખન્ના ઘણા લોકોના દિલ જીતી ચૂક્યા છે, પરંતુ તેઓ પણ લગ્ન કરવામાં જરા પણ રસ દર્શાવતા નથી. તેમણે એક વખત કહ્યું હતું કે કોઈપણ ની જવાબદારી લેવાથી મને ડર લાગે છે. હું મારી પત્ની અથવા મારા બાળકોની જવાબદારી ઉઠાવી શકીશ કે નહીં, તેને લઈને મારા મનમાં હજુ શંકા છે.
સુસ્મિતા સેન
સુસ્મિતા સેન મિસ યુનિવર્સ રહી ચૂકી છે. સુસ્મિતા સેન બોલિવૂડમાં એવી અભિનેત્રીના રૂપમાં ઓળખવામાં આવે છે જે ફક્ત સુંદર જ ના હોય, પરંતુ તેમની પર્સનાલીટી પણ શાનદાર છે. સુસ્મિતા હંમેશા પોતાની રીતે જ કામ કર્યું છે. તેણે બે બાળકોને દત્તક પણ લઈ રાખ્યા છે, પરંતુ લગ્નનો તેમનો કોઇ ઇરાદો જણાતો નથી.
એકતા કપૂર
એકતા કપૂર ઘણી બધી ટીવી સીરીયલ પ્રોડ્યુસ કરી ચૂકી છે. તેમની સિરિયલ્સમાં પ્રેમ થી લઈને લગ્ન અને બીજું ઘણું બધું જોવા મળે છે, પરંતુ એકતા કપૂર હજુ સુધી કુંવારી છે. લગ્નને લઈને તેઓએ એક વખત તો એવું પણ કહ્યું હતું કે, મારે બોર થવું નથી, મને મારું પોતાનું કામ પસંદ છે. મિત્રો સાથે મસ્તી મજાક કરી મને પસંદ છે.
તબ્બુ
પોતાની કારકિર્દીમાં તબ્બુએ ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. હજુ પણ તેમના પ્રશંસક તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. લગ્નને લઈને તબ્બુ એક વખત કહી ચૂકી છે કે લગ્નનો કોઈ મતલબ મને સમજમાં આવતો નથી, છતાં પણ લગ્ન બાળકો અને પરિવાર માટે હું તૈયાર છું.
ડીનો મારિયા
બોલિવૂડના અભિનેતા ડીનો મારિયાની ઉંમર ૪૦ વર્ષ ઉપર થઈ ચૂકી છે. વચ્ચેના સમયમાં બિપાશા બસુની સાથે તેમના રિલેશનશિપને લઈને સમાચાર સામે આવ્યા હતા, પરંતુ બિપાશા જોન અબ્રાહમ સાથે ચાલી ગઈ.. પછી લારા દત્તાની સાથે ડિનો મારિયાના રિલેશન વિશે ચર્ચા થવા લાગી હતી, પરંતુ તે બંનેના રસ્તા પણ અલગ બની ગયા. નંદિતા મહતાની સાથે ડિનો મારિયાનાં લગ્નની ચર્ચા ૨૦૧૬માં થઈ હતી, પરંતુ એવું કઈ બન્યું નહીં.
રાહુલ ખન્ના
રાહુલ ખન્ના એટલા હેન્ડસમ છે કે કોઈપણ યુવતી તેના પર આરામથી ફિદા થઇ જાય. તેમ છતાં પણ રાહુલ ખન્ના ની ઉંમર ૪૫ વર્ષ કરતાં પણ વધી ગઈ છે, પરંતુ હજી સુધી તેઓ કુંવારા છે અને હજુ સુધી તેમના લગ્નની કોઈ ચર્ચા પણ થઇ રહી નથી. વળી તેમના ફેન્સનું લિસ્ટ પણ હજુ સુધી ઘણું લાંબુ છે.
મનીષ મલ્હોત્રા
બોલિવૂડમાં ખૂબ જ મશહૂર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા જોવામાં પણ ખૂબ હેન્ડસમ લાગે છે. ઘણી બોલિવૂડ અભિનેત્રીઓના લગ્ન માટે તેમણે ડ્રેસ ડિઝાઇન કર્યા છે, પરંતુ હજુ સુધી મનીષ મલ્હોત્રાની જિંદગી માં પોતાના લગ્ન માટે ડ્રેસ ડિઝાઇન કરવાનો અવસર તેમને મળ્યો નથી.
અમીષા પટેલ
ફિલ્મ કહોના પ્યાર હૈ થી બોલિવુડમાં પગલાં માંડનાર અને ફિલ્મ ગદર થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ હજુ સુધી કુંવારી છે. અમિષા પટેલે તો એક વખત એવું પણ કહ્યું હતું કે, મારા માટે એક યુવક શોધી આપો, હું લગ્ન કરી લઈશ.
તનિષા મુખર્જી
બોલિવૂડ અભિનેત્રી કાજોલની નાની બહેન તનિષા મુખર્જી ની ઉંમર પણ ૪૦ વર્ષ કરતા વધી ગઇ છે, પરંતુ હજુ સુધી તે કુંવારી છે. તનિષા મુખર્જી ઉદય ચોપડા અને અરમાન કોહલી સાથે પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહી ચૂકી છે, પરંતુ હજુ સુધી તનિષા મુખર્જી ને પોતાનો જીવનસાથી મળ્યો નથી.
દિવ્યા દત્તા
બોલિવૂડ અભિનેત્રી દિવ્યા દત્તા જેમણે ભાગ મિલ્ખા ભાગ માં યાદગાર ભૂમિકા નિભાવી છે, તે હજુ સુધી કુંવારી છે. વળી તે લગ્ન કરવા માંગે છે. તેમણે એક વખત કહ્યું હતું કે બસ મને યોગ્ય વ્યક્તિ મળી જાય, તો હું જરૂરથી લગ્ન કરી લઈશ.
આશા પારેખ
જીવનભર સિંગલ રહેવા વિશે આશા પારેખે એક વખત કહ્યું હતું કે મને નથી લાગતું કે મને કોઈ સાથેની જરૂરિયાત હોય. દુનિયામાં આપણે એકલા આવ્યા હતા અને એકલા જ જવાના છીએ. એક પતિનું હોવું તમારા માટે બિલકુલ જરૂરી નથી.