૪૦ વર્ષીય સિધ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક થી થયું નિધન, જાણો આટલી નાની ઉંમરમાં આખરે શા માટે હાર્ટ એટેક?

ગુરૂવારનાં રોજ ટીવી નાં જાણીતા અભિનેતા અનેક બિગ બોસ-૧૩ નાં વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું મુંબઈનાં કુપર હોસ્પિટલ માં નિધન થઇ ગયું છે. તેનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહેલ છે. મહત્વપુર્ણ છે કે સિદ્ધાર્થ શુક્લા ની ઉંમર ફક્ત ૪૦ વર્ષની હતી. તેવામાં તેમના નિધનના સમાચારથી તેમના ફેન્સ આઘાતમાં આવી ગયા છે. દરેક લોકો એવું વિચારી રહ્યા છે કે આખરે આટલી ઓછી ઉંમરમાં વ્યક્તિને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે છે અને અચાનક તેમનું નિધન કેવી રીતે થઈ શકે છે.

વળી ડોક્ટરોનું માનવામાં આવે તો જો કોઈ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય તો તેને ખુબ જ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાનો ખતરો જળવાઈ રહે છે. તેવામાં વિચારવું જરૂરી છે કે શું સિદ્ધાર્થ શુક્લા ને પહેલાથી કોઇ સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હતી? જોકે આ વાતનો હજુ સુધી કોઇ ખુલાસો થયો નથી.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯માં અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજી દ્વારા એક શોધ કરવામાં આવી હતી. આ શોધ દરમિયાન ઓછી ઉંમરમાં વધતા જતાં હાર્ટ એટેકના ખતરા ની તપાસ કરવામાં આવી હતી. અધ્યયનમાં તે વાત સામે આવી હતી કે જે લોકો ૪૦ વર્ષ ની ઉંમરના છે તેમનામાં પાછલા ૧૦ વર્ષમાં હાર્ટ એટેકના મામલા સૌથી વધારે મળી આવ્યા છે.

એક્સપર્ટ અનુસાર પુરુષોમાં ૬૫ વર્ષ અને મહિલાઓમાં ૭૨ વર્ષની ઉંમર સુધી હૃદયનો હુમલો આવવાનો ખતરો સૌથી વધારે હોય છે, પરંતુ પાછલા અમુક વર્ષોમાં આ ડેટાને જોવામાં આવે તો હાર્ટ એટેકથી સૌથી વધારે નિધન ૪૦ વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળી રહેલ છે.

ઓછી ઉંમરમાં આ બીમારીનો ખતરો કેટલો સામાન્ય?

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવામાં આવે તો પહેલા ૪૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની સમસ્યા નાં મામલા ખુબ જ ઓછા હતા. પરંતુ હવે હાલમાં જ અમુક વર્ષોમાં આ આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે હાર્ટ એટેકનું કારણ શારીરિક એક્ટિવિટી જેમકે રમત ગમત અથવા વધારે એક્સરસાઈઝ માનવામાં આવે છે. જોવામાં આવે તો મહિલાઓની સરખામણીમાં આ બીમારી પુરુષોમાં વધારે મળી આવે છે.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અનુસાર જે લોકોને પહેલાંથી કોરોનરી આર્ટરી ડિસીઝ છે, તે લોકોએ હાર્ટ એટેકથી સાવધાન રહેવાની વધારે આવશ્યકતા છે. આવા લોકોનું દિલ ખુબ જ કમજોર હોય છે અને તેનું રિસ્ક ફેક્ટર પણ એટલું જ વધારે હોઈ શકે છે.