૪૧ વર્ષે બે દિકરાની માં બની ચુકી હોવા છતાં પણ ખુબ જ ગ્લેમરસ અને સુંદર દેખાય છે “મહોબ્બતે” ની આ એક્ટ્રેસ

Posted by

હિન્દી સિનેમામાં ઘણા એવા કલાકાર છે, જેમણે પોતાની પહેલી ફિલ્મથી જ મોટી ઓળખ બનાવી, પરંતુ ફરીથી તેનું પુનરાવર્તન કરી શક્યા નહીં અને એક ફ્લોપ કલાકારની શ્રેણીમાં સામેલ થઈ જાય છે. અભિનેત્રી પ્રીતિ જાંગીયાની સાથે પણ એવું બન્યું. જણાવી દઈએ કે પ્રીતિ જાંગીયાનીનો જન્મ ૧૮ ઓગસ્ટ, ૧૯૮૦માં મુંબઈમાં થયો હતો. આજે તમને પ્રીતિના જન્મદિવસનાં ખાસ અવસર પર તેમની સાથે જોડાયેલી થોડી ખાસ વાતો વિશે જણાવીએ.

પ્રીતિ જાંગીયાનીએ માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં હિન્દી સિનેમા પોતાના પગલાં રાખી લીધા હતા. પોતાની પહેલી જ બોલીવુડ ફિલ્મમાં પ્રીતિને સદીના મહાનાયક અને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન, સુપર સ્ટાર શાહરૂખ ખાન, અનુપમ ખેર અને ઐશ્વર્યા રાય જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૨માં આવેલી ફિલ્મ મહોબ્બતેમાં તે પહેલીવાર જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે બીજા ઘણા નવા ચહેરાએ પણ બોલીવુડમાં પગલાં રાખ્યા હતા.

પ્રીતિ પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોના દિલો જીતવામાં સફળ રહી હતી. તેમની સાદગી અને માસુમિયતનાં દરેક લોકો ઘાયલ થઇ ગયા હતા. ફિલ્મમાં જ્યારે તે સફેદ શુટ અને શિફોન દુપટ્ટામાં નજર આવી તો બસ જોવા વાળાની નજર તેમના પર ટકી ગઈ. સુપરહિટ ફિલ્મ મહોબ્બતેમાં પ્રીતિ એ એક સીધી સાદી યુવતીનો કિરદાર નિભાવ્યો હતો.

પ્રીતિની એક્ટિંગને તો બધાએ પસંદ કરી જ, વળી તેની સુંદરતા પણ લોકોને પસંદ આવી. મહોબ્બતે ની અપાર સફળતા પછી તેમની પાસે ફિલ્મોની લાઇન લાગી ગઇ હતી. તેમને ફિલ્મની ઢગલો ઓફર આવી. ફક્ત પ્રીતિએ હિન્દી સિનેમામાં કામ નથી કર્યું, પરંતુ તે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડ, પંજાબી, બંગાળી અને રાજસ્થાની ફિલ્મમાં પણ જોવા મળી. જો કે તે એક સફળ એક્ટ્રેસ બની શકી નહીં. જે લોકપ્રિયતા તેણે મહોબ્બતે થી પ્રાપ્ત કરી હતી, ફરીથી તેનું પુનરાવર્તન કરી શકી નહીં. તે સતત ફિલ્મોમાં સક્રિય તો રહિ અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ દર્શકો પર તેમનો જાદુ ચાલી શક્યો નહીં.

પ્રીતિ ધીરે ધીરે ફિલ્મી પરદા થી દુર થઈ ગઈ અને એક સમય એવો આવ્યો જ્યારે તે સંપુર્ણ રીતે જ ગાયબ થઈ ગઈ. ધીરે ધીરે તે ભુલાવા લાગી. જોકે પ્રીતિ આજે એક આનંદમય જીવન જીવી રહી છે. પ્રીતિએ વર્ષ ૨૦૦૮માં પરવીન દબાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રીતિ પોતાના લગ્ન જીવનમાં ખુશ છે અને બે દીકરાની માતા છે. તેમણે લગ્નનાં બે વર્ષ પછી પહેલા દીકરા જયવીર ને જન્મ આપ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૬માં પ્રીતિ અને પરવીન નાના દીકરા દેવ દબાસનાં માતા પિતા બન્યા. હાલમાં તે સંપુર્ણ રીતે ફિલ્મી પરદાથી દુર રહીને પોતાનો ઘર-પરિવાર સંભાળી રહી છે અને પોતાના બંને બાળકોનું સારું પાલન-પોષણ આપી રહી છે.

જણાવી દઈએ કી પોતાની કારકિર્દીની શરૂઆત પ્રીતિ જાંગીયાનીએ મોડેલિંગથી કરી હતી. શરૂઆત થી તે ગ્લેમર ઇન્ડસ્ટ્રી થી પ્રભાવિત હતી અને જલ્દી જ તેમણે ફિલ્મી દુનિયામાં પણ પ્રવેશ મળી ગયો. જ્યારે તે મોડેલિંગ કરી રહી હતી, ત્યારે તેમને મ્યુઝિક વીડિયો “છુંઈ મુઈ સી તુમ” માં અભિનય કરવાનો અવસર મળ્યો હતો. આ ગીત હિટ રહ્યુ હતું.

મ્યુઝિક વિડિયોની સફળતા પછી પ્રીતિ થોડા ટીવી વિજ્ઞાપનોમાં પણ નજર આવી. નીમા સૈન્ડલ સોપ થી ઘણી ચર્ચામાં આવી ગઇ હતી. મહત્વપુર્ણ છે કે પ્રીતિએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત ૧૯ વર્ષની ઉંમરમાં મલયાલમ ફિલ્મ “મહજવિલ્લા” થી થઈ હતી. વળી વર્ષ ૧૯૯૯માં પ્રીતિએ તેલુગુ સિનેમા પણ પગલાં રાખી દીધા હતા. તેમની પહેલી તેલુગુ ફિલ્મ “થમમદુ” હતી. મલયાલમ અને તેલુગુ સિનેમા પછી પ્રીતિએ વર્ષ ૨૦૦૨માં મોહબ્બતે થી હિન્દી સિનેમામાં પગલાં રાખ્યા હતા.

મોહબતે પછી પ્રીતિએ સૈફ અલી ખાન, ઋતિક રોશન અને ઈશા દેઓલ ની ફિલ્મ “ના તુમ જાનો ના હમ” માં કેમિયો કર્યો હતો. વળી ફરી તે અક્ષય કુમાર, પરેશ રાવલ, આફતાબ શિવદાસાની અને સુનીલ શેટ્ટી જેવા ઘણાં મોટા કલાકારો સાથે ફિલ્મ “આવારા પાગલ દિવાના” માં નજર આવી. આગળ જઈને પ્રીતિએ ચાંદ કે પાર ચલો, વાહ! તેરા કયા કહેના, બાજ : અ બર્ડ ઈન ડેન્જર, એલઓસી કારગીલ, આન : મેન એટ વર્ક, વિક્ટોરિયા નંબર ૨૦૩, દેખો યે હૈ મુંબઈ રીયલ લાઈફ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જોકે અફસોસ કે તેમની ગણતરી એક ફ્લોપ અભિનેત્રીના રૂપમાં થાય છે.

૪૧ વર્ષની થઈ ચુકેલી પ્રીતિ જાંગીયાની હજુ પણ ઘણી સુંદર નજર આવે છે. પ્રીતિ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને તે હંમેશા પોતાની ફોટો ફેન સાથે શેર કરતી રહે છે. સુંદર હોવાની સાથે જ આ ઉંમરમાં તે ઘણી ફીટ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *