૪૨ ડિગ્રીમાં ડિલિવરી કરી રહ્યો હતો જોમેટો બોય, જ્યારે લોકોને ખબર પડી કે તે કોણ છે તો થવા લાગ્યો પૈસાનો વરસાદ

હાલનાં દિવસોમાં સુરજની થર્ડ ડિગ્રી જોરદાર ચાલી રહી છે. હજુ એપ્રિલ મહિનો શરૂ થયો છે પરંતુ ગરમી જુન મહિના જેવી પડી રહી છે. પારો સતત વધી રહ્યો છે. ઘરે એસી અને કુલર માં થોડો આરામ મળી જાય છે, પરંતુ બહારનું વાતાવરણ કાળઝાળ છે. તેવામાં અમુક લોકો એવા પણ છે, જેમણે મજબુરીમાં ઘરેથી બહાર નીકળવું પડે છે. રાજસ્થાનમાં પણ આવી જ પરિસ્થિતિ છે.

રણ પ્રદેશ હોવાને લીધે અહીંયા સુરજ નો તાપ વધારે હોય છે. આ ગરમીમાં અમુક લોકોએ બહાર નીકળવું પડે છે. કારણ કે તેમણે બે ટંકની રોટલી કમાવવાની હોય છે. ઈન્ટરનેટ ઉપર પણ એક ડીલીવરી બોય કાળઝાળ ગરમીમાં ઓર્ડર આપવા માટે આવ્યો હતો. તો ચાલો જાણીએ કે તેની એવી શું હકીકત બહાર આવી, જેના લીધે ઇન્ટરનેટ પર યુઝર્સ તેની ઉપર પૈસા નો વરસાદ કરવા લાગ્યા.

૪૨ ડિગ્રી તાપમાન કરી રહ્યો હતો ડિલિવરી

આ સમાચાર રાજસ્થાનના ભીલવાડા નાં છે. અહીંયા પણ પ્રચંડ ગરમી પડી રહી છે. લોકો બહાર નીકળે તો ગરમીમાં દાઝી જાય છે. તેમ છતાં પણ મજબુરી માં અમુક લોકોએ સુરજ નો સામનો કરવો પડી રહ્યો છે. ભીલવાડા માં પણ એક ડિલિવરી બોય ૪૨ ડિગ્રી તાપમાનમાં લોકોને સમયસર ઓર્ડર પહોંચાડી રહ્યો હતો. તે જોમેટો કંપનીમાં કામ કરી રહેલ છે.

હકીકતમાં ૧૧ એપ્રિલના રોજ આદિત્ય શર્મા નામના યુવકે ખાવાનો ઓર્ડર આપ્યો હતો. તેનો ઓર્ડર પણ સમયસર પહોંચી ગયો. જ્યારે તે પોતાનું ભોજન લેવા માટે બહાર ગયો હતો, તો એક ડીલીવરી બોય સાયકલ લઈને બહાર ઉભો હતો. તેની સાયકલ ઉપર ફુડ આઇટમ રાખેલી હતી. તે સાઇકલથી જ લોકોના ઘરે ડિલિવરી પહોંચાડી રહ્યો હતો.

સામે આવી ડિલિવરી મેન ની હકીકત

આદિત્ય નામના યુવકે પોતાનો ઓર્ડર તો લીધો, પરંતુ તેને ડિલિવરી કરવા માટે આવેલા વ્યક્તિ વિશે જાણવાની ઇચ્છા થઈ. જ્યારે તેને હકીકત ખબર પડી તો તે આશ્ચર્યચકિત થઇ ગયો. હકીકતમાં ડિલિવરી મેન એક ઇંગ્લિશ ટીચર હતા, પરંતુ કોરોના ને લીધે તેની નોકરી ચાલી ગઈ હતી, ત્યારથી જ તે પરિવાર ચલાવવા માટે ડિલિવરીનું કામ કરવા લાગેલા.

દુર્ગાશંકર નામના ડિલિવરી બોય એ જણાવ્યું હતું કે તેને કંપની તરફથી ૧૦,૦૦૦ રૂપિયા મળે છે. વળી આટલા પૈસા માં પરિવાર નો ખર્ચ ચાલતો નથી, તો તેઓ બાળકોને ઓનલાઇન ટ્યુશન પણ ભણાવે છે. તેના માટે તેમણે લેપટોપ ખરીદ્યું છે. જે પગાર મળે છે તેમાંથી તેઓ લેપટોપ ની લોનનાં હપ્તા ચુકવે છે, જેમ તેમ કરીને તેમનું ઘર ચાલે છે.

હકીકત ખબર પડી તો થવા લાગ્યો પૈસાનો વરસાદ

આદિત્યને જ્યારે ડિલિવરીમેન ની હકીકત ખબર પડી તો તેનું દિલ પીગળી ગયું. આદિત્યએ એની મદદ કરવાનું વિચાર્યું, એટલા માટે તેણે સોશિયલ મીડિયાની મદદ લીધી. તેણે પોતાની સાથે થયેલા સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો. સાથોસાથ એવું પણ જણાવ્યું કે તે શિક્ષક ૪૨ ડિગ્રી તાપમાનમાં સાયકલથી ડિલિવરી કરવા માટે આવેલ હતા.

સોશિયલ મીડિયા પર આ સમાચાર ખુબ જ વાયરલ થયા. જોતજોતામાં લોકો લાઈક અને શેર કરવા લાગ્યા. ટીચર ની કહાની સાંભળ્યા બાદ ઇન્ટરનેટ યુઝર્સનું પણ દિલ પીગળી ગયું અને મદદ માટે પૈસાનો વરસાદ શરૂ કરી દીધો. આદિત્યએ ૭૫,૦૦૦ રુપિયા એકઠા કરવાનું વિચાર્યું હતું. જોકે ત્રણ કલાકમાં જ દોઢ લાખ રૂપિયાની મદદ આવી ગઈ. હવે આ પૈસાથી દુર્ગાશંકર માટે બાઈક ખરીદવામાં આવશે.