૪૩ વર્ષની ઉંમરમાં “મહોબ્બતે” નાં આ હીરોએ લગ્ન કરેલા, પત્ની છે સ્વર્ગની અપ્સરા કરતાં પણ વધારે સુંદર

Posted by

હિન્દી સિનેમાનાં ૧૦૦ વર્ષનાં ઈતિહાસમાં ઘણા અભિનેતા આવ્યા અને ઘણા ગયા. પરંતુ દર્શકોના દિલ પર ઘણા જ ઓછા કલાકાર છાપ છોડી શક્યા છે. મોટા ભાગનાં અભિનેતા ફ્લોપ જ રહી જાય છે. જ્યારે ઘણા અભિનેતા એવા પણ હોય છે, જે થોડું કામ કરીને જ દર્શકોની નજરમાં આવી જાય છે અને થોડા સમય માટે તે ચર્ચાનો ભાગ બની જાય છે. જોકે પછી તેમની કારકિર્દી ઢળતી ચાલી જાય છે અને સમય સાથે તેમને ભુલાવી દેવામાં આવે છે. તેવા જ એક અભિનેતા છે જુગલ હંસરાજ. આ નામથી કદાચ તમે જાણીતા ન હોવ, જો કે તેમનો ચહેરો જોઈને તમે કદાચ તેને ઓળખી શકશો.

જુગલ હંસરાજે હિંદી સિનેમામાં કારકિર્દીનાં શરૂઆતનાં દિવસોમાં સારું કામ કર્યું હતું. તેમને પ્રસિદ્ધિ પણ મળી હતી, પરંતુ પછી તે એક સમય સાથે પોતાને સંભાળી શક્યા નહીં અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પછી તેમને અનુકુળ આવી નહીં. એક સમયે જુગલ હંસરાજ ને ચોકલેટી બોય કહેવામાં આવતા હતા અને તેમની પીંગલી આંખોની યુવતીઓ દિવાની હતી. પરંતુ હવે તે એક ગુમનામ જીવન જીવી રહ્યા છે.

જણાવી દઇએ કે જુગલ હાલમાં ૪૯ વર્ષના થઈ ગયા છે. ૨૬ જુલાઈ, ૧૯૭૨માં તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. આવો આજે તમને તેના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી થોડી ખાસ વાતો વિશે જણાવીએ.

જુગલે હિન્દી સિનેમામાં માત્ર ૯ વર્ષની ઉંમરમાં પગલાં રાખ્યા હતા. તેમણે બાળ કલાકારના રૂપમાં કામ કર્યું અને વર્ષ ૧૯૮૨માં બાળ કલાકારના રૂપમાં તેમની પહેલી ફિલ્મ “માસુમ” રિલીઝ થઈ. આ ફિલ્મમાં મુખ્ય રોલમાં નસીરુદ્દીન શાહ અને શબાના આઝમીએ કામ કર્યું હતું. ફિલ્મનું નામ “માસુમ” હતું, જ્યારે સંયોગથી નાના માસુમ જેવા જુગલ ની માસુમિયત પણ દર્શકોને ગમી ગઈ. ત્યારબાદ તેમણે બાળ કલાકાર તરીકે કર્માં, સલ્તનત, જુઠા સચ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

મોટા થયા બાદ જુગલ અભિનેતા તરીકે પણ હિન્દી સિનેમામાં કામ કર્યું ,જો કે તે એક સફળ અભિનેતા બની શક્યા નહીં અને થોડું નામ મેળવ્યા બાદ ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગયા. તેમણે વર્ષ ૧૯૯૪માં ૨૨ વર્ષની ઉંમરમાં લીડ એક્ટર તરીકે હિન્દી સિનેમામાં કદમ રાખ્યા. મુખ્ય અભિનેતા તરીકે તેમની પહેલી બોલીવુડ ફિલ્મમાં તેમની એક્ટ્રેસ ઉર્મિલા માતોડકર હતી.

ફિલ્મનું નામ “આ ગલે લગ જા ” હતું

રબાદ વર્ષ ૧૯૯૫માં ફિલ્મ “પાપા કહેતે હૈ” માં નજર આવ્યા. તેમાં તેમણે અભિનેત્રી મયુરી કાંગો સાથે કામ કર્યું હતું. તેમના એક ગીત “ઘર સે નિકલતે હિ…” માટે આજે પણ જુગલને ઘણા યાદ કરવામાં આવે છે. આ ગીત તે સમયે ખુબ જ મોટુ હિટ સાબિત થયું હતું. જ્યારે જુગલ અને મયુર ની જોડીને પણ દર્શકોએ ઘણી વખાણી હતી.

ત્યારબાદ જુગલે ઇંડસ્ટ્રી માંથી થોડા વર્ષો સુધી બ્રેક લઇ લીધો અને પછી તેમણે વર્ષ ૨૦૦૧ માં આવેલી ફિલ્મ “મોહબતે” થી ખુબ જ ચર્ચામાં છવાઈ ગયા  હતા. આ ફિલ્મમાં મુખ્ય રોલમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, ઉદય ચોપડા, જીમી શેરગિલ, શમિતા શેટ્ટી,કિમ શર્મા અને પ્રીતિ ઝાંગિયાનીએ પણ કામ કર્યું હતું અને ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ.

“મહોબતે” ની અપાર સફળતા પછી અભિનેતાએ “કભી ખુશી કભી ગમ, સલામ નમસ્તે, આજા નચ લે, પ્યાર ઈમપોસિબલ અને કહાની-2” જેવી ફિલ્મોમાં પણ જોવામાં આવ્યા. જોકે તે નાના પરદા પર પણ કામ કરી ચૂક્યા છે. ટીવી શો “રિશ્તા ડોટ કોમ” અને “યે હે આશિકી” માં પણ તેને જોવામાં આવ્યા છે.

જુગલ હંસરાજનાં અંગત જીવન વિશે વાત કરીએ તો અભિનેતાએ વર્ષ ૨૦૧૪માં જૈસમીન ઢિલલન સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્ની ન્યુયોર્કમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર છે. લગ્ન પછી થી અભિનેતા ભારત છોડીને પોતાના પરિવાર સાથે અમેરિકાના ન્યુયોર્કમાં જ રહેવા લાગ્યા છે. બંનેનો એક સિદક નામનો દીકરો પણ છે. અભિનેતા હવે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે રૂબરૂ થતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *