૪૪ વર્ષની ઉંમરમાં બીજી વખત વરરાજા બનેલા હિમેશ રેશમિયા, આ સુંદર એક્ટ્રેસ માટે તોડેલા પહેલા લગ્ન

હિન્દી સિનેમાના જાણીતા ગાયક-સંગીતકાર અને અભિનેતા હિમેશ રેશમિયા પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છવાયેલા રહે છે. એક સમય હતો જ્યારે હિમેશ રેશમિયાનાં ગીત ખુબ જ ચર્ચામાં રહેતા હતા. તેમના ગીતને દરેક લોકો ખુબ જ પસંદ કરતા હતા. પરંતુ હજુ પણ તેમને લઈને ફેન્સનો ક્રેઝ કંઈ ઓછો નથી થયો. ઘણા સારા ગીતને અવાજ આપવાની સાથે જ તેમણે બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં સુપરહીટ મ્યુઝીક પણ આપ્યું છે.

હિમેશ રેશમિયા વિશે તે વાત ઘણા ઓછા લોકો જાણે છે કે હિમેશ રેશમિયાનું સપનુ ક્યારેય ગાયક બનવાનું ન હતું. પરંતુ પોતાના પિતાના કારણે તે ગાયક બની ગયા. જણાવવામાં આવે છે કે તેમના પિતા વિપિન રેશમિયા ઇચ્છતા હતા કે હિમેશ એક સારા ગાયક બને અને એવું થયું પણ. હિમેશ એ પોતાના પિતાના સ્વપ્નને પૂરું કર્યું અને સંગીતની દુનિયામાં શાનદાર કામ કર્યું. તેમણે “આશિક બનાયા આપને” અને “ઝલક દિખલા જા” જેવા સુપરહિટ ગીત ગાઈ ને હિન્દી સિનેમામાં ઘણું નામ મેળવ્યું છે.

એક સમયે હિમેશ રેશમિયા એક સામાન્ય જીવન જીવતા હતા. પરંતુ નામ અને દોલત મળ્યા બાદ તેમની લાઇફ સ્ટાઇલમાં ગજબનો બદલાવ આવી ગયો. આજે હિમેશ રેશમિયા એક લક્ઝરી લાઇફ જીવે છે. તેમની પાસે શાનદાર ઘર છે અને મોંઘી ગાડીઓ પણ છે. તે પોતાની ગાયકી ની સાથે જ પોતાના અંગત જીવન અને લક્ઝરી લાઇફ સ્ટાઇલ માટે પણ જાણીતા છે. જણાવી દઈએ કે હંમેશા હિમેશ ટીવીના જાણીતા રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ દ્વારા પણ ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે હાલમાં હિમેશ રેશમિયા ઇન્ડિયન આઇડલ ની ૧૨મી સિઝનને જજ કરી રહ્યા છે. ઇન્ડિયન આઇડલનાં જજ નાં રૂપમાં હિમેશ એક એપિસોડના લગભગ અઢી લાખ રૂપિયા લે છે.

હિમેશ ની કારકિરદની શરૂઆત વર્ષ ૧૯૯૮માં આવેલી ફિલ્મ “પ્યાર કિયા તો ડરના ક્યાં” થી થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાને કામ કર્યું હતું. જ્યારે ત્યારબાદ હિમેશ એ સલમાન ખાનની “તેરે નામ” નાં પણ ગીત ગયેલા અને રાતોરાત તે ઘણા જાણીતા થઈ ગયા. તેમના ગીત ઘણા પસંદ કરવામાં આવ્યા અને તેમના ગીત દરેક લોકો ગણગણવા લાગ્યા. ત્યારબાદ તેમણે  ઘણા હિટ ગીતને પોતાનો અવાજ આપ્યો.

જણાવી દઇએ કે હિમેશ રેશમિયાએ ૧૨૦ ફિલ્મોનાં ગીતને સંગીત આપ્યું છે. જ્યારે તે અત્યાર સુધીમાં ૮૦૦થી વધારે ગીતને પોતાની અવાજ આપી ચૂક્યા છે. હિમેશની સંગીત કારકિર્દીને તે વાત ઘણી મહત્વપુર્ણ બનાવે છે કે તેમનું પહેલું આલ્બમ “આપકા સુરુર” ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનાં ઇતિહાસમાં સૌથી વધારે વેચાવવા વાળું આલ્બમ છે. જાણકારી પ્રમાણે એક ગીત માટે હિમેશ રેશમિયા ૧૫ થી ૨૦ લાખ રૂપિયાની ફી લે છે. તેમની કમાણીનો સ્ત્રોત સ્ટેજ શો પણ છે.

હિમેશ રેશમિયાએ વર્ષ ૧૯૯૫માં કોમલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એક લાંબો સમય  સાથે વિતાવ્યો અને બંને વચ્ચે વધુ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ વર્ષ ૨૦૧૭માં બંનેનાં  રિલેશનનો અંત થઈ ગયો. હિમેશ અને કોમલે પોતાના ૨૨ વર્ષ જુના લગ્નને છુટાછેડા સાથે સમાપ્ત કરી લીધા હતા. બંનેનાં છુટાછેડાની ખબરથી દરેકને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. હિમેશ અને કોમલનો એક દીકરો છે જેનું નામ સ્વયમ છે.

સોનિયા કપુર સાથે બીજા લગ્ન

વર્ષ ૨૦૧૭માં હિમેશ રેશમિયાએ કોમલ સાથે પોતાનો સંબંધ સમાપ્ત કર્યો અને એના બીજા જ વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮માં તેમણે બીજા લગ્ન કરી લીધા. તેમની બીજી પત્ની બની સોનિયા કપુર, જે એક ટીવી અભિનેત્રી છે.

સોનિયાએ “સતી, કીટી પાર્ટી, રિમિકસ, યસ બોસ અને કેસા યે પ્યાર હે જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે. સોનિયા દેખાવમાં ઘણી સુંદર પણ લાગે છે.