૪૭ વર્ષની ઉંમરમાં બોલીવુડનાં હેન્ડસમ હીરો પર ફીદા થઈ ગઈ શિલ્પા શેટ્ટી, જાહેરમાં કહી દીધું તેનું નામ

Posted by

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ઘણા લાંબા સમય બાદ સ્ક્રીન ઉપર પરત ફરી રહી છે. શિલ્પા શેટ્ટી પોતાની આવનારી ફિલ્મ “નિકમ્મા” ને લઈને ખુબ જ એક્સાઇટેડ છે અને ફેન્સ પણ તેને પડદા ઉપર જોવા માટે ખુબ જ ઉત્સુક છે. તેની ફિલ્મ ખુબ જ જલદી રિલીઝ થવાની છે. તેની વચ્ચે એક્ટ્રેસ ઘણા ઇન્ટરવ્યુ આપી રહી છે. તેને લઈને શિલ્પાએ “ઝુમ ટીવી” સાથે ખાસ વાતચીત કરી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે તેમનું દિલ એક ટીવી એક્ટર ઉપર આવી ગયું છે અને તે અન્ય કોઈ નહીં પરંતુ કાર્તિક આર્યન છે.

Advertisement

કાર્તિક આર્યન છે શિલ્પાનાં ક્રશ

હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન શિલ્પા શેટ્ટી એ રેપિડ ફાયર રાઉન્ડ રમેલ હતું, જેમાં તેણે પોતાના વિશે ઘણી દિલચસ્પ વાતો જણાવી હતી. ફન ગેમ દરમિયાન તેને પુછવામાં આવ્યું હતું કે તે હાલના સમયે બોલિવુડમાં કોને પસંદ કરી રહી છે. તેના પર તેને થોડો વિચાર કર્યા બાદ કાર્તિક આર્યન નું નામ લીધું હતું અને કહ્યું હતું કે તે હાલમાં તેનો ક્રશ છે.

કાર્તિક અને શિલ્પા ની ફિલ્મો

હેન્ડસમ હંક હાલમાં પોતાની પાછલી રિલીઝ “ભુલ ભુલૈયા-૨” ની સફળતાને ખુબ જ એન્જોય કરી રહેલ છે. ફિલ્મમાં કિયારા અડવાણી અને તબ્બુ પણ મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર અઢળક પૈસા કમાઈ રહી છે. વળી શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ “નિકમ્મા” રિલીઝ માટે તૈયાર છે. સબ્બીર ખાનનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અભિમન્યુ દસાની અને શર્લી સેતિયા પણ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ ૧૭ જુનનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.