૪૮ રૂમની હવેલીમાં રહે છે સૌરવ ગાંગુલી, આલીશાન અને ભવ્ય છે “દાદા” નો મહેલ, જુઓ અંદરની તસ્વીરો

Posted by

ભારતનાં પુર્વ મહાન બેટ્સમેન અને સફળ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ હાલમાં જ પોતાનો ૪૯મો જન્મદિવસ ઉજવ્યો હતો. ૮ જુલાઇ, ૧૯૭૨માં ગાંગુલીને જન્મ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં થયો હતો. ક્રિકેટની દુનિયામાં સૌરવ ગાંગુલીએ ઘણું રાજ કર્યું છે અને ભારતીય ટીમને ક્રિકેટનાં મેદાન પર એક નવા અંદાજ સાથે લડતા અને જીતતા શીખવાડ્યું છે.

ગાંગુલીને “દાદા” નાં નામથી પણ ઓળખવામાં આવે છે. તે પોતાના પરિવાર સાથે કોલકાતામાં રહે છે અને તેમનો પરિવાર કોલકત્તાનાં સૌથી અમીર પરિવારમાંથી એક છે અને તે વાતનો અંદાજો તેમના મહેલ જેવા ઘરથી સ્પષ્ટ લગાવી શકાય છે. આવો આજે તમને સૌરવ ગાંગુલીનાં ઘરની મુલાકાત કરાવીએ.

સૌરવ ગાંગુલી જે ઘરમાં રહે છે તે ૬૫ વર્ષ જૂનું છે. તેને ઘર નહીં મહેલ કે હવેલી કહેવું  વધાર યોગ્ય રહેશે. તેમના આલિશાન ઘરમાં કુલ ૪૮ રૂમ છે અને તેનાથી તેમના ઘરની ભવ્યતા જોતાં જ બને છે. “દાદા” નુ ઘર ઘણું જ ભવ્ય હોવાની સાથે જ ઘણું સુંદર પણ છે. ફેન્સ ગાંગુલીને  “દાદા” ની સાથે જ “પ્રિન્સ ઓફ કોલકાતા” અને “બંગાળ ટાઈગર” જેવા નામોથી પણ બોલાવે છે.

ગાંગુલીની માતાનું નામ નીરૂપા ગાંગુલી અને પિતાનું નામ ચંડીદાસ ગાંગુલી છે. ગાંગુલીનાં પિતા ચંડીદાસ કોલકાતામાં મોટા પ્રિન્ટિંગ બિઝનેસમેન છે. એટલું જ નહીં ગાંગુલીનો  પરિવાર કોલકત્તાનાં સૌથી પૈસાદાર પરિવારમાંથી એક માનવામાં આવે છે. ક્રિકેટને વર્ષો પહેલા અલવિદા કહી ચુકેલા સૌરવ વર્તમાનમાં બીસીસીઆઈનાં અધ્યક્ષના રૂપમાં કામ કરી રહ્યા છે.

સૌરવ ગાંગુલીની આ હવેલી બેહાલા, કોલકાતામાં બીરેન રોડ પર સ્થિત છે. ઘરનો નંબર ૨/૬ છે, જેનો પીનકોડ ૭૦૦૦૩૪ છે. ગાંગુલીનું ઘર ખુબ જ સુંદર અને જોવાલાયક છે. જણાવી દઇએ કે, ગાંગુલી એક સમયે ફુટબોલર બનવાનું સપનું જોતા હતા, પરંતુ તેમના પિતા ઇચ્છતા હતા કે તેમનો દીકરો ક્રિકેટર બને.

હવેલીમાં ૪૮ રૂમ છે

ગાંગુલીની આ આલીશાન કોઠીમા કુલ ૪૮ રૂમ છે. ૬૫ વર્ષ જુનું આ મહેલ ચાર માળનું બનેલું છે.

બંગાળી સંસ્કૃતિની ઝલક

ગાંગુલીનું બાળપણ અહીં વીત્યું હતું અને આજે પણ ગાંગુલી પોતાની પત્ની ડોના રોય, દિકરી સના અને પરિવાર સાથે અહીં રહે છે. ઘરમાં ઇન્તિરિયરનું બધું કામ બંગાળી સંસ્કૃતિ અને આર્ટ થી કરવામાં આવ્યું છે.

મોટો લિવિંગ રૂમ

ઘરમાં એક મોટો લિવિંગ રૂમ બનેલો છે. આ જગ્યા પર “દાદા” પોતાના પરિવાર સાથે પોતાનો વધારે સમય વિતાવવાનું પસંદ કરે છે. આ એરિયામાં એક મોટું ટીવી લગાવેલું છે.

ક્રિકેટ પીચ અને જીમ પણ રહેલ છે

ગાંગુલીનાં ઘરમાં ક્રિકેટ પીચ સાથે જ એક મોટું જીમ પણ બનેલું છે. જ્યારે ઘરના રૂમમાં તેમને ક્રિકેટ કારકિર્દી દરમિયાન મળેલી તમામ ટ્રોફીઓ રાખી છે.

સૌરવની માતાને સફેદ રંગનો પસંદ છે અને જેના કારણે ઘરની દિવાલ પર લાઇટ કલર લગાવવામાં આવ્યા છે. જ્યારે ઘરમાં સફેદ રંગના સોફા ટેબલ અને પડદા પણ લાગેલા છે.

સૌરવ ગાંગુલીનાં આ ઘરમાં શાનદાર ગાર્ડન એરિયા પણ છે. જ્યાં ગાંગુલી પોતાને ફિટ જાળવી રાખવા માટે કામ કરે છે.

જણાવી દઇએ કે, ગાંગુલીએ વર્ષ ૧૯૯૭માં ડોના રોય સાથે લગ્ન કર્યા હતા. બંનેના પરિવાર વાળા આ સંબંધના વિરુદ્ધ હતા. તેવામાં ડોના રોય અને સૌરવે ભાગીને લગ્ન કર્યા હતા. બંનેની એક દીકરી છે, જેનું નામ સના ગાંગુલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *