૪૮ વર્ષનાં અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ સુંદરતા અને ગ્લેમરની બાબતમાં નંબર-૧ છે, લગ્ન વગર પ્રેમિકાને કરી હતી પ્રેગ્નન્ટ

Posted by

બોલીવુડ એક એવી જગ્યા છે જ્યાં પ્રેમ લગ્ન, બ્રેકઅપ અને અફેર જેવી ચીજો ખુબ જ સામાન્ય છે. અહીંયા અવારનવાર આપણે કોઈના પ્રેમમાં પડવાના, લગ્ન કરવાના અથવા અલગ થવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ. અહિયાં મોટાભાગના સિતારાઓ છુટાછેડા બાદ બીજું અફેર ચલાવવામાં મોડું કરતા નથી. બોલિવુડ એક્ટર અર્જુન રામપાલ પણ આવા જ એક સિતારા છે.

અર્જુન રામપાલે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલ તરીકે કરી હતી. તેને સૌથી પહેલા પ્યાર ઇશ્ક ઓર મહોબ્બત ફિલ્મમાં જોવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ દિવાના, મોક્ષ, આંખે, દિલ હે તુમ્હારા, દિલ કા રિસ્તા, ડરના જરૂરી હૈ, ડોન, રોક ઓન, હાઉસફુલ, રાજનીતિ, ઇનકાર, ડી ડે જેવી ફિલ્મોમાં નજર આવેલા છે.

અર્જુન રામપાલનાં અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો તેમણે ૧૯૯૮માં પુર્વ મિસ ઈન્ડિયા અને સુપર મોડલ મેહુલ જેસિકા સાથે લગ્ન કરેલા હતા. આ લગ્નથી તેમને બે દીકરીઓ થઈ. જેનું નામ માહિકા રામપાલ અને માઈરા રામપાલ છે. મેહર સાથે અર્જુનનાં લગ્ન લાંબો સમય સુધી ટકી શક્યા નહીં. બંનેએ ૨૦૧૯માં છુટાછેડા લઇ લીધા. મેહર થી અલગ થયા બાદ અર્જુન રામપાલે મોડલ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે લવ અફેર શરૂ કરી દીધું હતું. હાલના સમયમાં ગેબ્રિયેલા તેમની ગર્લફ્રેન્ડ છે.

હાલમાં જ અર્જુન રામપાલ પોતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિઅલા સાથે રજાઓ ગાળતા જોવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની પ્રેમિકા અને અર્જુન રામપાલનો એક દીકરો એરિક પણ તેમની સાથે હતો. તે સિવાય અર્જુનના પહેલાં લગ્નથી થયેલી બંને દીકરીઓ માહિકા રામપાલ અને માઇરા રામપાલ પણ તેની સાથે જોવા મળી હતી.

રજાઓની આ તસ્વીર ગેબ્રિઅલા એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોની સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. હવે આ તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તે લોકો કોઈ સુંદર બીચ પર રજા ઓગાળતા જોવા મળી રહ્યા છે. અર્જુન અને ગેબ્રિયેલા ના ફેન્સ આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરોમાં અર્જુન અને ગેબ્રિયેલા ની એક રોમેન્ટિક તસ્વીર પણ છે, જેમાં બંને એકબીજાની આંખોમાં આંખો પરોવીને જોઈ રહ્યા છે.

અર્જુન રામપાલ મધ્યપ્રદેશનાં જબલપુર શહેરના રહેવાસી છે. તેમનો જન્મ અહીંયા થયેલો હતો. વર્તમાનમાં તેઓ ૪૮ વર્ષનાં છે. આ ઉંમરમાં પણ તેઓ ખુબ જ ફીટ અને યંગ દેખાય રહ્યા છે. તેમની પરફેક્ટ બોડીનું રહસ્ય દરરોજ જિમમાં જવું છે. તેઓ પોતાને ફિટ રાખવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો વહાવે છે. વળી તેઓ ખાણીપીણીને લઈને પણ ખુબ જ સાવધાની રાખે છે. તેલ અને મસાલાવાળી ચીજો તેઓ ખુબ જ ઓછી ખાય છે. તેમની ડાયટમાં ફક્ત હેલ્ધી ભોજન સામેલ હોય છે.

અર્જુન રામપાલે જ્યારે પુર્વ મિસ ઈન્ડિયા અને સુપર મોડલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા તો તેમના ફેન્સ ખુબ જ ખુશ હતા. પરંતુ અંગત કારણોને લીધે આ કપલ વધારે દિવસો સુધી સાથે રહી શક્યું નહીં. બંનેના છુટાછેડા થઈ ગયા છે. છુટાછેડા બાદ અર્જુન રામપાલ પોતાની દિકરીઓનો ખુબ જ સારી રીતે ખ્યાલ રાખે છે. તેમનો બધો ખર્ચો પણ ઉઠાવે છે. જણાવી દઈએ કે અર્જુનની પહેલી દીકરી માહિકાનો જન્મ ૧૭ જાન્યુઆરી, ૨૦૦૨નાં થયો હતો. તેની બીજી દીકરી માઇરા જુન ૨૦૦૫ માં જન્મેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *