ભારતમાં એવા ઘણા લોકો છે જેમણે પોતાની મહેનતના દમ ઉપર ખુબ જ મોટું સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમાં ઘણા ક્ષેત્રોના લોકો સામેલ છે. તેમાંથી જ એક છે બિઝનેસમેન અનિલ અંબાણી. અનિલ અંબાણી બિઝનેસમેન મુકેશ અંબાણીના ભાઈ અને ધીરુભાઈ અંબાણીના દીકરા છે. ભલે અવારનવાર અનિલ અંબાણી સાથે જોડાયેલા ઘણા સમાચારો આવતા હોય, જેમાં જાણવા મળે છે કે તેઓ ખુબ જ મોટા કરજમાં ડુ બેલા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમ છતાં પણ તેઓ એક લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવે છે. તેમની પાસે કોઈ ચીજની કમી નથી. તો ચાલો તમને અનિલ અંબાણીની લાઈફ સ્ટાઈલ વિશે જણાવીએ.
ભારતનાં સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની જેમ જ તેમના ભાઈ અને અંબાણી પણ મુંબઈમાં આલીશાન ઘરમાં રહે છે. તેમનો સમગ્ર પરિવાર પણ તેમની સાથે આ ઘરમાં રહે છે. તેમના ઘરમાં સ્વિમિંગ પુલ, જીમ, હેલીપેડ, પાર્કિંગ એરિયા પણ છે.
અનિલ અંબાણીના ઘરથી સુર્યોદય અને સુર્યાસ્ત બંને જોઈ શકાય છે. તેમના ઘરમાં દરેક પ્રકારની લક્ઝરી સુખ સુવિધાઓ રહેલી છે. અનિલ અંબાણી નું ઘર ભારતના સૌથી મોંઘા ઘરમાંથી એક છે. તેમના આ ઘરમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ રહેલી છે.
તેમના પરિવારમાં તેમની પત્ની તેના અંબાણી બે દીકરા જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી છે. વળી તેમની વહુ નું નામ કૃષા શાહ છે. અનિલ અંબાણી પરિવારે આ ઘરનું નામ “એબોડ” રાખેલું છે. આ નામનો મતલબ છે, એવું સ્થાન જ્યાં તમે રહો છો.
આ ઘરને ડિઝાઇન કરવામાં કરોડો રૂપિયા લગાવવામાં આવેલ છે. જણાવવામાં આવે છે કે આ ઘરની ઊંચાઈ અંદાજે 66 મીટર છે. જણાવી દઈએ કે ટીનાએ પોતાનું સમગ્ર ઘર ઇન્ટરનેશનલ ડિઝાઈનરો પાસે ડેકોરેટ કરાવેલ છે.
આ ઘરના લિવિંગ એરિયામાં ઓરેન્જ કલરના સોફા લગાવવામાં આવેલ છે. અનિલ અંબાણીના ઘરમાં મોંઘા ઇન્ટિરિયરની સાથે સાથે તમને આ ઘરમાં મોટા મોટા ઝુમ્મર અને અને ઘણા મોંઘા પેઇન્ટિંગ્સ પણ લગાવેલા જોવા મળશે.
આ ઘરમાં ગાર્ડન, જીમ, એન્ટરટેનમેન્ટ ઝોન, હોમ થિયેટર અને સ્વિમિંગ પુલ જેવી બધી જ સુખ સગવડતાઓ આપવામાં આવેલી છે. સોશિયલ મીડિયા પર આ આલીશાન ઘરની ઘણી તસ્વીરો છવાયેલી છે.
ખાવા-પીવા સિવાય અનિલ અંબાણીની પાસે લક્ઝરી કારનું એક મોટું કલેક્શન છે. તેમની પાસે રોલ્સ રોયસ, લેક્સસ એક્સયુવી, રેન્જ રોવર, પોર્શે, ઓડીક્યુ સેવન, લેમ્બોર્ગીની ગૈલાર્ડો, મર્સિડીઝ એસ ક્લાસ અને મર્સિડીઝ GLK350 જેવી લક્ઝરી કાર રહેલી છે.
એટલું જ નહીં અનિલ અંબાણીની પાસે ચાર પ્રાઇવેટ જેટ પણ છે. તેમાં બેલ 412, બોમ્બાર્ડીયર ગ્લોબલ એક્સપ્રેસ, ફેલકોલ 7X અને ફેલકોલ 2000 છે.
એક સમય હતો જ્યારે ફક્ત ૪૦ વર્ષની ઉંમરમાં અનિલ અંબાણીનો વજન ૧૦૫ કિલો થઈ ગયો હતો, જેના કારણે તેઓ એક કિલોમીટર પણ ચાલી શકતા ન હતા. ત્યારબાદ તેમને દરરોજ દોડવાનું શરૂ કર્યું અને આજે તેઓ દેશના સૌથી ફિટ બિઝનેસમેન માંથી એક છે.
સામાન્ય રીતે તો અનિલ અંબાણી ભોજનને લઈને સંતુલિત અથવા અલ્પાહાર જેવી ચીજોમાં વિશ્વાસ નથી રાખતા, પરંતુ તેઓ જે પણ ભોજન કરે છે તેને લઈને સતર્ક જરૂર રહે છે. તેઓ ખાંડને બદલે ગોળ અને ઘઉં ને બદલે બાજરા અથવા તો જુવારની રોટલી ખાવાનું પસંદ કરે છે.
અનિલ અંબાણીની ફિટનેસ ટ્રેનર રૂજુથા દિવેકરે એક વખત આ વાતની જાણકારી આપી હતી કે અનિલ અંબાણી ખુબ જ વધારે અનુશાષિત વ્યક્તિ છે. તેઓ ધુમ્રપાન કરતા નથી અને આલ્કોહોલનું સેવન પણ કરતા નથી.