૫ જુલાઈનાં ગુરુ પુર્ણિમા પર થશે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ, આ રાશિ પર પડશે સૌથી વધારે પ્રભાવ

Posted by

૫ જૂનના રોજ ચંદ્રગ્રહણ અને ૨૧ જૂનના રોજ સૂર્યગ્રહણ થયા બાદ હવે ગુરુપૂર્ણિમા પર ૫ જૂલાઇના ફરી ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. એક મહિનાની અંદર આ ત્રીજું ગ્રહણ છે. ૫ જૂલાઇના રવિવારના દિવસે થનારા ચંદ્રગ્રહણ ધન રાશિમાં લાગી રહ્યું છે. હિંદુ પંચાંગ અનુસાર આ દિવસે સૂર્ય મિથુન રાશિમાં હશે અને પુર્ણીમા તિથી હશે. જ્યોતિષનું માનવામાં આવે તો એક મહિનાની અંદર બે અથવા તેનાથી વધારે ગ્રહણ શુભ હોતા નથી. તેનાથી દરેક રાશિ પર કંઈક ને કંઈક પ્રભાવ પડે છે. પરંતુ ધન રાશિ વાળા લોકો પર તેનો ખાસ પ્રભાવ રહેશે.

ચંદ્ર ગ્રહણનો સમય

ગ્રહણ ૫ જુલાઇના રોજ સવારે ૮ વાગ્યાને ૩૮ મિનિટ શરૂ થશે. આ ચંદ્રગ્રહણ ની અવધિ ૨ કલાક ૪૮ મિનિટ અને ૨૪ સેકન્ડ ની રહેશે.

ધન રાશિ વાળા લોકો ખાસ ધ્યાન રાખે

જોકે ચંદ્રગ્રહણ ધન રાશિમાં લાગી રહ્યું છે તેનો પ્રભાવ ધન રાશિ વાળા લોકો પર વધારે જોવા મળશે. આ રાશિના જાતકોને ચંદ્રગ્રહણને કારણે માનસિક તણાવ, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઇપણ સમસ્યાની પરેશાની થઇ શકે છે. માતાને પણ કષ્ટ થઇ શકે છે. ગ્રહણનાં અશુભ પ્રભાવથી બચવા માટે ભગવાન શિવજીની પૂજા કરો અને સોમવારનું વ્રત રાખવું.

સૂતક કાળ માન્ય નહીં

ગ્રહણ નો સમય સૂતક કાળ એવો સમય હોય છે જ્યારે કોઈ શુભ કાર્ય કરી શકાતું નથી. તેના કારણે સૂતક કાળમાં ઘણા પ્રકારની સાવધાની રાખવામાં આવે છે. પરંતુ ૫ જૂલાઇના ગ્રહણ ઉપચ્છાયા ગ્રહણ છે. ઉપચ્છાયા ગ્રહણનો સૂતક કાળ માન્ય હોતો નથી. ૫ જૂલાઇના થનાર ચંદ્રગ્રહણ ભારત, દક્ષિણ એશિયાના અમુક સ્થાનો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળી શકે છે.

શું છે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ

ઉપચ્છાયા ચંદ્રગ્રહણ તે ગ્રહણને કહેવામાં આવે છે, જ્યારે સૂરજ અને ચંદ્ર ની વચ્ચે પૃથ્વી આવી જાય છે. આ ભૌગોલિક સ્થિતિમાં આ ત્રણેય એક સીધી રેખામાં હોતા નથી. આ દરમિયાન પૃથ્વીની વચ્ચે પડતાં પડછાયાને અંબ્ર કહેવામાં આવે છે. વળી ચંદ્રના બાકીના ભાગમાં પૃથ્વીના બહારના ભાગની છાયા પડે છે, જેને પિનમ્બ્ર અથવા ઉપચ્છાયા કહે છે.

ગ્રહણ દરમ્યાન કઇ વાતોનું ધ્યાન રાખવું

  • ગ્રહણ લાગતા પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે. સૂતક કાળ લાગતા પહેલા કંઈ પણ ખાવું જોઈએ નહીં.
  • માનવામાં આવે છે કે ગ્રહણ પોષક તત્વોને વધારે પ્રભાવિત કરે છે. આ દરમ્યાન ભોજન બનાવવું જોઈએ નહીં.
  • ગ્રહણના સમયે વ્રત રાખવું જોઇએ અથવા ઉપવાસ કરવો જોઈએ. પરંતુ જો તમે બીમાર છો તો પછી ઉપવાસ રાખવો જોઈએ નહીં.
  • ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમ્યાન સાત્વિક ભોજન કરવું જોઇએ.
  • તેની સાથે જ પાણીમાં ૮ થી ૧૦ તુલસીના પાન ઉમેરીને તેને ઉકાળીને પીવું જોઈએ.

જોકે આ દિવસે ભારતમાં ચંદ્રગ્રહણ નહીં જોવા મળે તો સુતક પણ નહીં લાગે. વળી ૫ જૂલાઇના ગુરુપૂર્ણિમા છે. આ દિવસે તમારે ગુરુની પૂજા કરવી જોઈએ અને તેમની પાસેથી જીવનમાં સફળતા મેળવવા માટેની પ્રાર્થના કરવી જોઈએ. હિંદુ પંચાંગ અનુસાર આ દિવસે મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસની જયંતિ માનવામાં આવે છે. પૂર્ણિમા પર ભગવાન સત્યનારાયણની કથા કરવી જોઈએ અને સાથોસાથ તેમની પૂજા કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *