દરેક દુલ્હન ઇચ્છતી હોય છે કે તે પોતાના લગ્નના દિવસે સુંદર દેખાય. આવું જ કંઈક થયું છે મલેશિયાની રહેવાસી ભારતીય મુળની વૈષ્ણવી પુવેન્દ્રન સાથે. વૈષ્ણવીની બ્રાઈડલ લુકની તસ્વીરો ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. તે આ તસ્વીરોમાં ખુબ જ ખુશ અને સુંદર નજર આવી રહી છે.
એક દુલ્હન જેના માથા ઉપર બિંદી, હોઠ ઉપર પ્રેમાળ મુસ્કાન અને સાથોસાથ પગ ઉપર રચાયેલી મહેંદીની સાથો સાથ સુંદર સાડી પહેરેલી હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આમાં નવું શું છે? આ તો દરેક દુલ્હનનો ગેટ અપ હોય છે. પરંતુ અમે તમને એક એવી દુલ્હન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાના વાળમાં ફુલની વેણી લગાવી શકતી નથી, એક સારી હેર સ્ટાઈલ રાખી શકતી નથી.
કારણ કે તેના માથા ઉપર વાળ નથી. આ દુલ્હનનું નામ છે વૈષ્ણવી પુવેન્દ્રન પિલ્લે, જેની દરેક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તો ચાલો જાણીએ કે તેની કહાની શું છે, જેના લીધે તે ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે.
વૈષ્ણવીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ ઉપર અમુક તસ્વીરો શેર કરેલી છે. વૈષ્ણવી તામિલનાડુની રહેવાસી છે, પરંતુ તે મલેશિયામાં રહે છે. તમને જણાવી દઈએ કે તેને સર્વાઇકલ કેન્સર છે. તેણે આ પહેલા પણ બે વખત કેન્સરને હરાવેલ છે. પહેલી વખત તેને બ્રેસ્ટ કેન્સર થયેલું હતું. તેમાંથી છુટકારો મેળવ્યા બાદ તેને લીવર બેકબોન કેન્સર થયું. હાલમાં જ તેણે છેલ્લું કીમીયોથેરાપી સેશન પુર્ણ કરેલ છે, જેના કારણે તેના વાળ ખરી ગયેલા છે.
દરેક યુવતી ની ઈચ્છા હોય છે કે તે લગ્નના દિવસે સૌથી વધારે સુંદર દેખાય, પરંતુ એક કેન્સર પીડિત માટે આવું વિચારવું પણ મુશ્કેલી ભરેલું હોય છે. પરંતુ વૈષ્ણવીએ કંઈક એવું કર્યું જેના લીધે તે ઇન્ટરનેટ ઉપર છવાઈ ગઈ હતી. સાથોસાથ તે કેન્સર સામે લડી રહેલા ઘણા બધા લોકો માટે ઉદાહરણ બની ગઈ છે. વૈષ્ણવી થી ઘણા બધા લોકો ઇન્સ્પાયર થઈ રહ્યા છે. દરેક લોકો એવું કહી રહ્યા છે કે આટલી મુશ્કેલીમાં પણ વૈષ્ણવી બધા લોકોને જીવવાનું શીખવી રહી છે.
વૈષ્ણવીને બ્રેસ્ટ કેન્સર થઈ ગયું હતું. ઈલાજ અને કીમિયોથેરાપી બાદ જ્યારે તે સંપુર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ અને કેન્સર ફ્રી થઈ ચુકી હતી. તે સમયે તેને જાણવા મળ્યું કે તેનું કેન્સર લીવર અને કરોડરજ્જુનાં હાડકામાં ફેલાઈ ચુક્યું છે. તેણે ફરીથી ટ્રીટમેન્ટ અને કીમિયોથેરાપી કરાવી અને પાંચ વર્ષ સુધી ઈલાજ ચાલ્યા બાદ ૨૦૧૮માં તેને ફરીથી કેન્સર ફ્રી ઘોષિત કરવામાં આવેલ.
આ બાબતમાં વૈષ્ણવી કહે છે કે પોતાના વાળને ગુમાવવા મારા માટે સૌથી મોટો પડકાર હતો. મને એવું લાગી રહ્યું હતું કે હવે હું એટલી સુંદર રહી નથી કે કોઈ મને પ્રેમ કરે. એટલું જ નહીં મને એવું લાગ્યું હતું કે વાળ વગર હું ક્યારેય પણ દુલ્હનની જેમ દેખાવાનું તો દુર પરંતુ ફિલ પણ કરી શકીશ નહીં.
વૈષ્ણવીએ પોતાના મનની મુંઝવણને સાઈડમાં રાખીને બ્રાઇડલ ફોટોશુટ કરાવ્યું, જેને “બોલ્ડ ઇન્ડિયન બ્રાઇડ” નામ આપવામાં આવ્યું. આ બ્રાઇડલ ફોટોશુટ ની સૌથી સારી વાત એ છે કે તેને કોઈપણ તસ્વીરમાં પોતાના વાળ વગરના માથાને ઢાંકવાની જરા પણ કોશિશ કરેલી નથી. તસ્વીરોમાં તેનું માથું બિલકુલ ખુલ્લું છે અથવા તો તેની ઉપર એક પાતળી ઓઢણી રાખેલી છે, જેમાં તેનું માથું સ્પષ્ટ નજર આવી રહ્યું છે.
તે સિવાય આ તસ્વીરોને ખાસ વાત એ છે કે તેના ચહેરા ઉપર જરા પણ ઉદાસી નજર આવતી નથી. તે દરેક તસ્વીરમાં ખિલખિલાટ હસતી નજર આવી રહી છે. તેણે પોતાની આ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી છે અને સાથોસાથ એવી વાત લખેલી છે જે કોઈપણ વ્યક્તિને સંઘર્ષના સમયમાં મનોબળ પુરું પાડે છે.
વૈષ્ણવી એ બ્રાઇટ રેડ સાડી, હાથ અને પગમાં મહેંદી ડીપ રેડ કલરની લિપસ્ટિક હેવી જ્વેલરી અને ચહેરા પર પ્રેમાળ મુસ્કાનની સાથે દરેક લોકોનું દિલ જીતી લીધું છે. વૈષ્ણવીને પોતાના વાળ ન હોવાની કમી મહેસુસ થઈ હતી નહીં.