૯૦નાં દશકની બોલ્ડ એક્ટ્રેસ પૂજા બેદીનો થોડા દિવસ પહેલા ૫૦મો બર્થડે હતો. પૂજા બેદી બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમાં એક રહી ચુકેલ છે. પૂજા પોતાની ફિલ્મોથી એટલી ચર્ચામાં નહોતી રહેતી જેટલી પોતાના બોલ્ડ ફોટો અને અફેર ના સમાચારને લઈને રહેતી હતી. પૂજા બેદીને આમિર ખાનની ફિલ્મ “જો જીતા વહી સિકંદર” થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખાણ મળી હતી. હાલના દિવસોમાં પૂજાએ બોલીવુડ થી અંતર બનાવી રાખ્યું છે, પરંતુ પોતાના ફોટો દ્વારા તે આજે પોતાના ફેન્સ વચ્ચે છવાયેલી છે.
બોલ્ડ ફોટોનો સોશિયલ મીડિયા પર જલવો
પૂજા બેદી ૫૦ વર્ષની થઇ ગઇ છે, પરંતુ તેમની બોલ્ડનેસ હજુ પણ જળવાયેલી છે. ઇન્સ્ટાગ્રામ પર પૂજાનાં એકથી એક ચડિયાતા હોટ ફોટો તમને જોવા મળશે.
જો જીતા વહી સિકંદર ફિલ્મ થી મળી ઓળખાણ
જો જીતા વહી સિકંદર પૂજા બેદીની ફિલ્મ કારકિર્દીની બીજી ફિલ્મ છે. પૂજા બેદી આ ફિલ્મમાં એક બોલ્ડ પાત્રમાં નજર આવી હતી. આમિર ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.
બિગ બોસનો હિસ્સો
પૂજા બેદી બિગ બોસ સીઝન 5માં સ્પર્ધક તરીકે નજર આવી ચૂકી છે. આ રિયાલિટી શોમાં તે વિજેતા તો બની શકી ન હતી, પરંતુ શો દરમિયાન આકાશદીપ સહગલ સાથે તેમના અફેર ના સમાચાર ખુબ જ ચર્ચામાં આવ્યા હતા.
આ બોલિવૂડ ફિલ્મોમાં કર્યું કામ
વિશ કન્યા, જો જીતા વહી સિકંદર સિવાય પૂજા બેદીએ લુટેરે, ફિર તેરી કહાની યાદ આયી, આતંક હી આતંક અને શક્તિ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.
ફિટનેસની ચિંતા
પૂજા બેદીની હોટનેસ ૫૦ વર્ષની ઉંમરમાં પણ નાની ઉંમરની યુવતીઓને શરમાવે તેવી છે. પૂજા તેના માટે ખૂબ જ વર્કઆઉટ કરે છે, જેના ફોટો તમને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળી શકે છે.
૪૯ વર્ષની ઉંમરમાં બીજાં લગ્ન
ફરહાન ઈબ્રાહીમ ફર્નિચરવાલા સાથે છુટાછેડા લીધા બાદ લાંબા સમય સુધી પૂજા બેદી એ પોતાના બંને બાળકોને સમય આપ્યો હતો. વર્ષ ૨૦૧૯ માં પૂજા બેદીએ પોતાના મિત્ર બિઝનેસમેન માણેક કોન્ટ્રાક્ટર સાથે બીજા લગ્ન કર્યા હતા.
દિકરી આલિયા ફર્નિચરવાલા એ કર્યું બોલિવૂડમાં ડેબ્યૂ
પૂજા બેદીનાં પહેલા પતિ ફરહાન ઈબ્રાહીમ ફર્નિચરવાલા થી તેમને બે બાળકો છે. આલિયા ફર્નિચરવાલા એ હાલમાં જ સેફ અલી ખાનની ફિલ્મ “જવાની જાનેમન” માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું. આલિયા પણ પોતાની માતા પૂજા બેદીની જેમ ખૂબ જ બોલ્ડ છે. ઇન્સ્ટાગ્રામ પર તમને આલિયાનાં એકથી એક ચડિયાતા હોટ ફોટો જોવા મળી જશે.