૫૬ વર્ષની ઉંમરમાં પ્રકાશ રાજે ત્રીજી વખત કર્યા લગ્ન, તેમની પત્ની દેખાય છે કેટરીના કરતાં પણ વધારે સુંદર

Posted by

દક્ષિણ ભારતીય ફિલ્મો અને હિન્દી સિનેમાનાં મશહુર અભિનેતા પ્રકાશ રાજ પોતાની ફિલ્મો અને એક્ટિંગ સિવાય પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં જળવાઈ રહે છે. તેઓ અવારનવાર કોઈને કોઈ મુદ્દા પર નિવેદન આપતા મળી આવે છે. અવારનવાર મોદી સરકાર અથવા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ તેઓ નિવેદન આપતા રહે છે અને ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી પ્રકાશ રાજ ચર્ચામાં છવાયેલા છે. તેઓ પોતાની કોઈ ફિલ્મ અથવા કોઈપણ પ્રકારના નિવેદનને લઈને નહીં પરંતુ તેઓ અજીબ આ કારણને લીધે ચર્ચામાં છવાયેલા છે. હકીકતમાં તેમણે ૫૬ વર્ષની ઉંમરમાં એકવાર ફરીથી લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે તેમણે પોતાની પત્ની પોની વર્મા સાથે બીજી વખત લગ્ન કર્યા છે. તેની પાછળનું કારણ પણ ખુબ જ રોચક છે.

હકીકતમાં જણાવવામાં આવે છે કે પોની વર્મા અને પ્રકાશ રાજે પોતાના દીકરા માટે આવું કર્યું છે. બંનેનો દીકરો પોતાના માતા-પિતાનાં લગ્ન જોવા માંગતો હતો અને પોતાના દીકરાને નિરાશ ન કરીને તેની સામે બીજી વખત લગ્ન કર્યા છે. પ્રકાશ રાજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ દરમિયાનની તસ્વીરો શેર કરી હતી અને સાથોસાથ રોચક ખબર પણ શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર પ્રકાશ રાજ ની ફેમિલી ફોટો ખુબ જ વાયરલ થઇ રહી છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ થી ટ્વિટ કરીને બોલિવુડ અને ટોલિવુડ અભિનેતા એ લખ્યું હતું કે, “અમે આજે રાત્રે ફરીથી લગ્ન કર્યા છે. કારણ કે અમારો દીકરો વેદાંત અમારા લગ્ન જોવા માંગતો હતો. ફેમિલી મોમેન્ટ.”

તસ્વીરોમાં પ્રકાશ રાજ તેની પત્ની અને દીકરો ખુબ જ ખુશ નજર આવી રહેલ છે. એક તસ્વીરમાં અભિનેતા પત્ની ને કિસ કરતા પણ જોવા મળી રહ્યા છે.

જણાવી દઈએ કે આ પહેલા પ્રકાશ રાજે લગ્નની વધુ એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને લખ્યું છે કે, “આ ખુબ જ સારું રહ્યું હતું. ધન્યવાદ મારી પત્ની ને કે મારી આટલી મિત્ર બનવા માટે. પ્રેમિકા અને એક શાનદાર સહયાત્રી બનવા માટે આભાર.”

જણાવી દઈએ કે ૨૪ ઓગસ્ટનાં રોજ પ્રકાશ અને પાણીની એ લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી અને તેમણે તેને ખુબ જ અનોખા અંદાજમાં ઉજવણી કરી હતી. મહત્વપુર્ણ છે કે પોની, પ્રકાશ રાજ ની બીજી પત્ની છે. બંને એક વર્ષ ૨૦૧૦માં લગ્ન કરી લીધા હતા.

સોશિયલ મીડિયા પર પ્રકાશ રાજ અને તેમના પરિવારની આ સુંદર તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રકાશ રાજ ખુબ જ મોટું નામ છે.

વળી બોલિવુડમાં પણ પ્રકાશ રાજ નાં કામને ખુબ જ પસંદ કરવામાં આવે છે. પ્રકાશ રાજ એક અભિનેતાની સાથે એક ફિલ્મકાર નાં રૂપમાં પણ કામ કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *