૫૭ વર્ષની ઉંમરમાં સની દેઓલ પોતાનાથી ૩૮ વર્ષ નાની આ અભિનેત્રી સાથે શુટિંગ વખતે ભાન ગુમાવી બેઠા હતા

Posted by

હિન્દી સિનેમામાં અભિનેત્રીઓની સરખામણીમાં અભિનેતાની કારકિર્દી વધારે લાંબી હોય છે. એક ઉંમર પછી જ્યારે અભિનેત્રીઓ એક્ટિંગથી દુર થઈ જાય છે, કે લીડ એક્ટ્રેસનાં રોલ તેમને નથી મળતા તો ત્યાં અભિનેતા પોતાનાથી ઘણી વર્ષ નાની અભિનેત્રી સાથે પણ રોમાન્સ કરી લે છે. સીધો મતલબ છે કે બોલીવુડમાં એક્ટર ની ઉંમર ગમે તેટલી પણ મોટી હોય ફરક નથી પડતો. ઘણા એક્ટરે તો પોતાના બાળકોનાં ઉંમરની અભિનેત્રીઓ સાથે પણ રોમાન્સ કરવામાં પાછળ નથી રહ્યા. આ લિસ્ટમાં હિન્દી સિનેમાનાં દિગ્ગજ અભિનેતા સની દેઓલનું નામ પણ સામેલ છે.

સની દેઓલ બોલીવુડનાં એક સિનિયર અભિનેતા છે, તેમણે ૮૦ અને ૯૦નાં દાયકામાં ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. એક અભિનેતાનાં રૂપમાં સની દેઓલ બોલીવુડમાં ૩૮ વર્ષથી જોડાયેલા છે. તેમની પહેલી ફિલ્મ વર્ષ ૧૯૮૩માં આવી હતી, તેનું નામ “બેતાબ” હતું અને તે હિટ રહી હતી. ફિલ્મમાં તેમની હિરોઈન અમૃતા સિંહ હતી.

સની દેઓલે પોતાની લાંબા કારકિર્દીમાં એક્શન અવતાર થી ખુબ જ ધુમ મચાવી. પોતાના સમયની લગભગ દરેક અભિનેત્રી સાથે સની દેઓલે કામ કર્યું છે. પરંતુ સનસનાટી તે થઈ જ્યારે સની દેઓલે પોતાના થી ૩૮ વર્ષ નાની અભિનેત્રી સાથે મોટા પડદા પર રોમાન્સ કર્યો હતો. તે પણ એક એવી અભિનેત્રી જેની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી અને બોલીવુડ માટે તે એકદમ નવી હતી.

અમે તમારી સાથે વાત કરી રહ્યા છે અભિનેત્રી ઉર્વશી રૌતેલા વિશે. ઉર્વશી અને સની દેઓલે “સિંહ સાબ ધ ગ્રેટ” નામની એક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મ વર્ષ ૨૦૧૩માં પ્રદર્શિત થઇ હતી. તેમાં બંને કલાકાર લીડ રોલમાં હતા. ખાસ વાત એ છે કે આ ફિલ્મ દરમ્યાન સની દેઓલની ઉંમર ૫૭ વર્ષની હતી. જ્યારે ઉર્વશી માત્ર ૧૯ વર્ષ ની હતી. બંને વચ્ચે ઉંમરનો તફાવત ૩૮ વર્ષનો હતો. ફિલ્મમાં દુશ્મનોનાં પરસેવો છોડાવવા વાળા સની દેઓલનાં ઉર્વશી રૌતેલા સાથે એક સીન કરવામાં પરસેવો છુટી ગયો હતો.

વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ “સિંહ સાબ ધ ગ્રેટ” નું નિર્દેશન અનિલ શર્માએ કર્યું હતું. ફિલ્મમાં સની એ સરનજીત સિંહ અને ઉર્વશીએ મિન્ની નું કિરદાર નિભાવ્યું હતું. જ્યારે ફિલ્મમાં પ્રકાશ રાજ અને અમૃતા રાવે પણ કામ કર્યું હતું. ફિલ્મમાં સની દેઓલ અને ઉર્વશી વચ્ચે એક ખુબ જ ગ્લેમરસ સીન જોવા મળ્યો હતો. જેને જોઈને જોવા વાળાનાં હોશ ઉડી ગયા હતા.

ઉર્વશી સાથે ગ્લેમરસ સીન આપ્યા બાદ એક ઇન્ટરવ્યુમાં સની દેઓલે વાત કરતા જણાવ્યું હતું કે, ઉર્વશી સાથે ગ્લેમરસ સીન આપવામા તેમનો પરસેવો છુટી ગયો હતો. સની દેઓલનાં જણાવ્યા પ્રમાણે સીન માટે તેમણે ઘણી વાર રિટેક કર્યા હતા અને ત્યારબાદ  ફાઇનલ શોટ મળ્યો હતો.

વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ “સિંહ સાબ ધ ગ્રેટ” માં સની અને ઉર્વશીનો રોમેન્ટિક અંદાજ જોઈને ફેન્સ આશ્ચર્યમાં રહી ગયા હતા. જ્યારે સોશિયલ મીડિયા પર પણ બન્ને કલાકારોનાં સીનને ઘણી વાહવાહી પ્રાપ્ત થઈ હતી. ફિલ્મ વધારે કંઈ ખાસ ચાલી ન હતી, પરંતુ સની દેઓલ અને ઉર્વશી રૌતેલાનાં સીન ને લીધે તહેલકો મચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *