૬ હજાર ફુટની ઊંચાઈ પર હીંચકે ઝુલી રહી હતી મહિલાઓ, અચાનક તુટી ગઈ સાંકળ અને પછી….

Posted by

ઘણી વખત ખુબ જ રોમાંચક થવું પણ ખતરા થી ભરેલું રહે છે. અત્યાર સુધીમાં તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે, જેમાં હિંચકોમાં ઝુલતાં લોકો દુર્ઘટનાનો શિકાર બન્યા હોય. હાલમાં જ એક એવો ખતરનાક વીડિયો ઇન્ટરનેટ પર છવાઈ રહ્યો છે. આ વિડીયો રશિયાનાં દાગીસ્તાનનો જણાવવામાં આવી રહેલ છે. આ વીડિયોમાં બે મહિલાઓ એક ખુબ જ મોટી દુર્ઘટનાનો શિકાર થતાં બચી ગઇ હતી.

૬૩૦૦ ફુટની ઊંચાઈ પર તુટ્યો હિંચકો

આશોપિંગ વીડીયો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. જ્યાં અમુક લોકો બન્ને મહિલાઓની બહાદુરી ની પ્રશંસા કરી રહ્યા છે. વળી અમુક પ્રકારના હીંચકા અને એડવેન્ચર થી દુર રહેવાની સલાહ પણ આપી રહ્યા છે. આ વીડિયોમાં હીંચકા પર બેસેલી બે મહિલાઓ નજર આવી રહી છે. આ હીંચકો ૬૩૦૦ ફુટની ઊંચાઈ પર છે. અચાનક હિંચકા ની એક તરફની સાંકળ તુટી જાય છે.

દ્રશ્ય જોઈને શ્વાસ અધ્ધર થઈ ગયા

જ્યારે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો તો તેને જોઈને લોકો ગભરાઇ ગયા હતા, તો જરા વિચારો કે જે લોકોએ આ દુર્ઘટનાને પોતાની આંખોથી જોયેલી છે તેની શું સ્થિતિ થઈ હશે. હીચકાની એક તરફની સાંકળ તુટવાથી બંને મહિલાઓ પહાડ પરથી નીચે સરકવા લાગી હતી. પરંતુ ત્યાં હાજર રહેલા લોકોએ તે મહિલાઓને બચાવી લીધી, નહિતર મોટી દુર્ઘટના થઈ શકતી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં મહિલાઓને ફક્ત નાની-મોટી ઈજા થયેલી છે. પરંતુ આ ઘટનાથી હાહાકાર મચી ગયો છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે. જે લોકો પણ આ વીડિયોને જુએ છે તે એક સમય માટે દંગ રહી જાય છે. વળી બીજી તરફ સ્થાનિક પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે કે આખરે આ હિચકો કેવી રીતે તુટી ગયો?

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓ ડરી ગઈ અને તેમને નાની-મોટી ઇજા થઇ છે, પરંતુ તેમને કોઈ ગંભીર ઈજા થયેલી નથી. વળી તે કલ્પના પણ ડરામણી છે કે જો હીંચકો ખુબ જ ઊંચાઈ પર હોત તો શું થયું હોત? હવે આ પ્રકારના હીંચકાને હટાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે. વળી આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *