૬ હેલિકોપ્ટર ભંગારમાં ખરીદીને લાવ્યો ભાંગરવાળો, જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ, તમે પણ જુઓ આર્મીનાં હેલિકોપ્ટરની તસ્વીરો

Posted by

મોટા ભાગે જોવામાં આવે છે કે દેશ-દુનિયામાં એવા અજીબ મામલા થતા હોય છે, જેના વિશે સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. જો કોઈ નવી ચીજ વ્યક્તિને જોવા મળે છે તો તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ જતી હોય છે. જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે ઘણા બધા લોકો એવા છે, જે મશીનો તરફ આકર્ષિત થતા હોય છે. જો કોઈ ગલીમાં જેસીબી અથવા ક્રેન જોવા મળે તો તેને જોવા માટે પણ લોકો એકઠા થઇ જાય છે. પરંતુ આજે અમે તમને એક એવા મામલા વિશે જાણકારી આપવા જ છીએ, જેમાં પંજાબના માનસા માં એક ભંગારનાં વેપારીએ સેના પાસેથી જ હેલિકોપ્ટર ખરીદ્યા. જેને જોવા માટે શહેરના લોકો એકઠા થઇ ગયા હતા.

જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે મોટાભાગે ઘણા બધા લોકો એવું ઇચ્છતા હોય છે કે તેઓ એક વખત હેલિકોપ્ટર અથવા વિમાનમાં મુસાફરી કરે, તો જ્યારે તેમને બેસવાનો અવસર પ્રાપ્ત નથી થતો તો તેઓ તેની પાસે જઈને જોઈને સંતુષ્ટ થતા હોય છે. પંજાબનાં માનસા માં એક ભંગારવાળા વેપારીએ હરાજીમાં એરફોર્સનાં બે હેલિકોપ્ટર ને ખરીદી લીધા હતા. જ્યારે તે હેલીકોપ્ટર ખરીદીને માનસા લઈને આવ્યો હતો તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ લોકો તેને જોઈને ખુબ જ આશ્ચર્યચકિત પણ થઇ ગયા હતા અને ઘણા બધા લોકો તો હેલીકોપ્ટરમાં સાથે સેલ્ફી પણ લેવા લાગ્યા હતા.

મળતી જાણકારી અનુસાર પંજાબના માનસામાં રહેવાવાળા ડિમ્પલ અરોરા ભંગારનો વેપાર કરે છે અને તેમને ઇન્ટરનેટના માધ્યમથી જાણકારી મળી હતી કે ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાનાં સરકારી એરબેઝ સ્ટેશન પર વાયુસેનાનાં હેલિકોપ્ટર ભંગાર થઈ ચુક્યા છે અને તેની હરાજી થવાની છે. ત્યારબાદ ડિમ્પલ અરોડાએ ઓનલાઇનનાં માધ્યમથી હરાજીમાં આ બધાં હેલિકોપ્ટર ખરીદી લીધા હતા.

ડિમ્પલ અરોડાએ તેને ખરીદવા માટે ૧૨ લાખ રૂપિયા પ્રતિ હેલિકોપ્ટર ચુકવ્યા હતા. એટલે કે ૬ હેલિકોપ્ટર ખરીદવા માટે તેણે કુલ ૭૨ લાખ રૂપિયા આપ્યા હતા.

જ્યારે ડિમ્પલ અરોરા હેલિકોપ્ટર ખરીદીને પંજાબનાં માનસા માં લઈ આવ્યા તો ત્યાંના લોકોને જાણકારી મળતા જ તેઓ તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. લોકો આ હેલિકોપ્ટર સાથે સેલ્ફી પણ લઇ રહ્યા હતા.

ડિમ્પલ અરોડાએ જણાવ્યું હતું કે ભંગારનો વેપાર તેમના પિતાજીએ વર્ષ ૧૯૮૮માં શરૂ કર્યો હતો. આજે ડિમ્પલ અરોડા ફક્ત પંજાબના સ્થાનીય વિસ્તારોમાં જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ ભંગાર ખરીદવાનું કાર્ય કરે છે. સમયની સાથે સાથે તેમનો વેપાર પણ ખુબ જ વધી ગયો છે.

ડિમ્પલ અરોડાનું કહેવું છે કે ૬ હેલિકોપ્ટરમાંથી ૩ હેલિકોપ્ટર જોતાની સાથે જ વેચાઈ ગયા હતા. ડિમ્પલ અરોડાનાં જણાવ્યા અનુસાર એક હેલિકોપ્ટરને લુધિયાના રોડ ઉપર સ્થિત એક રિસોર્ટના માલિક ખરીદી લીધું હતું. જ્યારે બીજું હેલિકોપ્ટર ચંડીગઢના એક વ્યક્તિએ મોડલનાં રૂપમાં સજાવવા માટે ખરીદ્યું હતું. ત્રીજું હેલિકોપ્ટર મુંબઈના એક ફિલ્મ નિર્માતાએ ખરીદ્યું છે અને બાકીના ત્રણ હેલિકોપ્ટર અરોડા ટ્રૉલી પર રાખીને પોતાના ગામ માનસા લઈ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમણે પ્રતિ હેલિકોપ્ટર ૭૫ હજાર રૂપિયા ભાડું ચુકવ્યું છે. જેવા તેઓ હેલિકોપ્ટર લઇને પોતાના ગામમાં પહોંચ્યા તે પોતાની યાદગીરી માટે લોકો પોતાના બાળકોને સાથે હેલિકોપ્ટર પાસે ઉભા રહીને સેલ્ફી લેવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *