જુલાઈ મહિનાના પહેલાં સપ્તાહથી શ્રાવણ માસ શરૂ થવાનો છે. પંડિતો અનુસાર ૬ જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે અને આ મહિનાનો છેલ્લો સોમવાર ૩ ઓગસ્ટના રોજ હશે. શ્રાવણ મહિનાને ભગવાન શિવનો મહીનો માનવામાં આવે છે અને આ દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે શિવજીની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે અને જે લોકો ના વિવાહ નથી થતા, તેમના વિવાહ પણ ખૂબ જ જલ્દી થઈ જાય છે.
હિન્દુ ગ્રંથોમાં શ્રાવણ મહિનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ મહિનામાં કરવામાં આવેલ પૂજાનો લાભ જરૂરથી મળે છે. શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસના પાંચમા મહિનાથી શ્રાવણ માસ શરૂ થાય છે. દરેક વર્ષે શ્રાવણ મહિનો જુલાઈ અથવા ઓગસ્ટમાં આવે છે. આ મહિનો ભગવાન શિવજીને સમર્પિત હોય છે.આ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે અને ભગવાન શિવજીને અભિષેક કરવાથી વિશેષ લાભ મળે છે.
દર સોમવારે શિવલિંગ પર ચઢાવવું જળ
શ્રાવણ માસ દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે અને તેમને જળ અર્પિત કરવામાં આવે છે. તે સિવાય કુંવારી યુવતીઓ અને યુવકો પણ વ્રત રાખે છે. જો તમે પણ શિવજી પાસે કંઈક માગવા ઇચ્છો છો, તો સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન પૂજા કરો. તમારી ઈચ્છિત ચીજ તમને જરૂરથી મળી જશે.
આવી રીતે કરો શિવજીની પૂજા
- શિવજીની પૂજા માટે સવારનો સમય યોગ્ય હોય છે. એટલા માટે તમે સવારે સ્નાન કર્યા બાદ મંદિર જઈને શિવજીની આરાધના કરો.
- સૌથી પહેલાં શિવજીને જળ અર્પિત કરો. ત્યારબાદ શિવલિંગ પર દૂધ, ઘી, ખાંડ, દહીં અને ગંગા જળ અર્પિત કરો.
- આ બધી ચીજો ચડાવ્યા બાદ શિવલિંગ પર ફરીથી જ અર્પિત કરો અને શિવલિંગને યોગ્ય રીતે સાફ કરી દો.
- ત્યાર બાદ શિવ પર બીલીપત્ર, ફળ, ફૂલ અર્પિત કરો.
- શિવલિંગને ચંદનનું તિલક લગાવો.
- ભગવાન શિવજીની સામે દીવો કરો અને આંખો બંધ કરીને નીચે બતાવવામાં આવેલ ભગવાન શંકર શિવ ની સ્તુતિ અને મંત્રોને વાંચો.
ભગવાન શિવ શંકરની સ્તુતિ
- જય નાથ કૃપાસિંધો જય ભક્તાર્તિભંજન, જય દુસ્તરસંસાર-સાગરોત્તારણપ્રભો.
- પ્રસીદ મે મહાભાગ સંસરાત્રતસ્યખિદયત, સર્વપાપક્ષ્યંકૃત્વારક્ષ માં પરમેશ્વવર.
ભગવાન શિવના પ્રિય મંત્ર
- ૐ નમઃ શિવાય
- નમો નીલકંઠાય
- ૐ પાર્વતિપતયે નમઃ
- ૐ હીં હૌં નમઃ શિવાય
- ૐ નામો ભગવતે દક્ષિણામુર્તાયે મહયાં મેઘા પ્રયચ્છ સ્વાહા
- ઊર્ધ્વ ભૂ ફટ
મંત્ર વાંચી લીધા બાદ ભગવાન શિવજીની આરતી પણ કરો. યાદ રહે કે આરતી ઊભા રહીને કરવાની છે, ભગવાન શિવજીની આરતી આ પ્રકારે છે.
શિવજીની આરતી
શ્રાવણ સોમવારની વ્રત તિથિઓ
મહિનામાં કયા દિવસે સોમવાર આવે છે. તેની જાણકારી તમને નીચે બતાવવામાં આવેલી છે.
- શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર – ૬ જુલાઈ, ૨૦૨૦
- શ્રાવણ મહિનાનો બીજો સોમવાર – ૧૩ જુલાઈ, ૨૦૨૦
- શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર – ૨૦ જુલાઈ, ૨૦૨૦
- શ્રાવણ મહિનાનો સોમવાર – ૨૭ જુલાઈ, ૨૦૨૦
- શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર – ૩ ઓગસ્ટ, ૨૦૨૦
તમે દરેક સોમવારે મંદિર જઈને શિવજીની પૂજા જરૂર કરો અને વ્રત પણ કરો. આવું કરવાથી ભગવાન શિવજી જરૂર પ્રસન્ન થશે. વળી વ્રત દરમિયાન ફક્ત ફળ અને દૂધનું સેવન કરો.