૬ કરોડની વેનિટી વેનમાં મહેશ બાબુનો મોટાભાગનો સમય પસાર થાય છે, સુંદરતામાં કોઈ લગ્ઝરી ઘરથી ઓછી નથી

Posted by

બોલીવુડ કલાકારની લોકપ્રિયતા દેશ-દુનિયામાં હોય છે. બોલીવુડ સ્ટાર્સ મોંઘા અને આલીશાન ઘરમાં રહે છે. લક્ઝરી ગાડી માં સફર કરે છે અને વળી ઘણા સ્ટાર્સની તો પોતાની વેનિટી વેન પણ છે. આ બાબતમાં દક્ષિણ ભારતીય સિનેમાનાં સ્ટાર્સ પણ પાછળ નથી. દક્ષિણ ભારતીય સિનેમાનાં કલાકાર મહેશ બાબુ ની પાસે પણ પોતાની વેનિટી વેન છે અને એમાં જરૂરિયાતની દરેક વસ્તુ હાજર છે. ટો ચાલો આજે તમને મહેશ બાબુની વેનિટી વેનનો અંદરનો નજારો બતાવીએ.

મહેશ બાબુની વેનિટી વેન બધી જ સુવિધાઓથી સજ્જ છે. મહેશ બાબુની સુંદર અને લક્ઝરી વેનિટી વેનની ઘણી ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળી જાય છે. તેમાં બાથરૂમ, એક ટીવી, સ્ટાઇલિશ સિટિંગ એરિયા, કિચન અને ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. કુલ મેળવીને વેનિટી વેન ને જોયા બાદ એને અન્યની તુલનામાં સુપર ફેન્સી કહેવું અયોગ્ય નથી. તેનાથી તમે મહેશ બાબુ ની લક્ઝરી લાઇફનો અંદાજો પણ લગાવી શકો છો.

૬ કરોડ રૂપિયા છે કિંમત

સૌથી પહેલાં આ વેનિટી વેનની કિંમત વિશે વાત કરીએ. આ વેનિટી વેનની કિંમત તેને ખુબ જ ખાસ બનાવે છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ પ્રમાણે મહેશ બાબુ પાસે જે  વેનિટી વેન છે, તેના માટે એમણે ૬ કરોડ રૂપિયા ચુકવ્યા છે. જણાવવામાં આવે છે કે આ વેનિટી વેન તેમણે વર્ષ ૨૦૧૩માં તે સમયે ખરીદી હતી જ્યારે એમની ફિલ્મ “સીતામ્મા વકીતાલો સિરીમાલે ચેતુ” આવી હતી. તસ્વીરમાં નજર આવી રહેલા એરિયામાં મહેશ બાબુ નો વધારે સમય પસાર થાય છે. આ વેનિટી વેનમાં મહેશ બાબુએ પોતાની દીકરીની પણ તસ્વીર લગાવી છે.

આ વેનિટી વેન માં શ્રેષ્ઠ સુવિધા માટે બે બેડરૂમ આપવામાં આવ્યા છે. બંને જ બેડ રૂમ ખુબ જ સુંદર અને લક્ઝરી છે. આ તસ્વીરમાં નજર આવી રહેલા મહેશ બાબુનો પર્સનલ બેડરૂમ છે. જેમાં એમાં લાગેલુ ટીવી સેટ પણ સામાન્ય નથી. જણાવવામાં આવે છે કે આ સેટેલાઈટ ટેલિવિઝન છે. જેના દ્વારા કોઈપણ જગ્યાએ ઇન્સ્ટન્ટ એક્સેસ કરી શકાય છે અને અહીં કોઈપણ દેશની ચેનલ સરળતાથી જોઈ શકાય છે. આ ટીવી સેટને મહેશ બાબુનાં કહેવા પર વિશેષ રૂપથી જગ્યા આપવામાં આવી છે.

મહેશ બાબુની આ સુંદર અને લક્ઝરી વેનની તુલના કોઈ આલિશાન ઘર થી કરીએ તો કંઇ ખોટું નથી. કારણ કે એક તો તેની કિંમત ૬ કરોડ રૂપિયાથી વધારે છે અને બીજું કે એમાં જરૂરિયાતની દરેક વસ્તુ રહેલી છે. આ વેનિટી વેનને ચાલતું ફરતું ઘર પણ કહી શકાય છે. આ તસ્વીરમાં મહેશ બાબુની મેકઅપ ચેર પણ નજર આવી રહી છે.

અંદરથી તો મહેશ બાબુની વેનિટી વેન ખુબ સુંદર છે, વળી બહારથી પણ તે સુંદર દેખાઈ રહી છે. જાણકારી પ્રમાણે મહેશ બાબુએ આ વેનિટી વેનને પોતાની પસંદ અનુસાર ડિઝાઇન કરાવી છે અને એને ઘણો સુંદર લુક આપ્યો છે.

જણાવી દઇએ કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહેશ બાબુ એક મોટું નામ છે. મહેશ બાબુની ગણતરી તેલુગુ સુપરસ્ટાર માં થાય છે. ફિલ્મ “વામસી” થી ડેબ્યુ કરવા વાળા મહેશ બાબુએ અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એમના ચાહવા વાળા લોકોની સંખ્યા દેશભરમાં ઘણી વધારે છે. એમણે હિન્દી ફિલ્મોનાં દર્શકમાં પણ ઘણા પસંદ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *