૬ વેક્સિન છે રેસમાં, ભારતમાં કેવી ચાલી રહી છે કોરોનાની મહાશોધ, ૮ પોઈન્ટમાં સમજીએ

Posted by

સમગ્ર દુનિયાને ઠપ્પ કરનાર કોરોના વાયરસને રોકવા માટે વેક્સિન સૌથી કારગર હથિયાર છે. એટલા માટે તમામ રિસર્ચર્સ અને સાઇંટિસ્ટ આ મહામારીને હરાવવા માટે લાગેલા છે. ભારતમાં વેક્સિન બનાવવા માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. વેક્સિન બની જાય ત્યારબાદ તેનો ઝડપથી પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશનને શરૂ કરવા માટે પણ પ્લાન તૈયાર છે. તે સિવાય અમુક દવાઓ ઉપર પણ રીસર્ચ થઈ રહ્યું છે, જેનાથી કોરોના વાયરસનાં ઇલાજમાં મદદ મળવાની આશા છે. તો આવો જાણીએ કે સરકાર અનુસાર કોરોના વાયરસની વેક્સિન માટે ભારત કેવી રીતે મહાશોધ કરી રહ્યું છે.

ભારતમાં કઈ વેક્સિન આશા જગાવી રહી છે?

પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર કે. વિજયરાઘવન અનુસાર ભારતમાં ઓછામાં ઓછી ૬ વેક્સિન કેન્ડિડેટ એવા છે જેમાં પ્રોમિસ દેખાઈ રહ્યું છે. દેશમાં ૩૦ ગ્રુપ છે જે કોરોના વાયરસની વેક્સિન શોધી રહ્યા છે.

કયા પ્રકારની વેક્સિન પર ચાલી રહ્યું છે કામ?

કે. વિજયરાઘવન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ૪ પ્રકારની વેક્સિન પર હાલમાં રિસર્ચ થઈ રહ્યું છે. તેમાં mRNA વેક્સિન, અટેનુએટેડ વેક્સિન, અનએક્ટિવટેડ વેક્સિન અને એડજુવેંટ વેક્સિન સામેલ છે.

અત્યારે કયા સ્ટેજમાં છે વેક્સિન ડેવલપમેન્ટ?

ભારતમાં જે વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, તેમાં અમુક પ્રિ-ક્લિનિકલ સ્ટેજમાં છે. પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર દ્વારા કહેવામાં આવ્યું હતું કે વેક્સિન બનાવવામાં સમય લાગશે. તેઓએ એ કહ્યું હતું કે સામાજિક અંતર અને હાથને સ્વચ્છ રાખવાનો કોઈ વિકલ્પ નથી.

વેક્સિન બનાવવા પર કેટલો ખર્ચ થશે?

પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર અનુસાર વેક્સિન બનાવવા, મોટા પ્રમાણમાં તેનું પ્રોડક્શન અને પછી તેના ડિસ્ટ્રીબ્યુશન માં ૨ થી ૩ બિલિયન ડોલર (૧૫૧૫ કરોડ રૂપિયા – ૨૨૭૨ કરોડ રૂપિયા) ખર્ચ આવશે.

ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે કોરોના વેક્સિન?

કે. વિજયરાઘવને કહ્યું હતું કે વેક્સિન ડેવલપમેન્ટમાં અંદાજે ૧૦ વર્ષનો સમય લાગે છે. પરંતુ દુનિયાભરમાં કોશિશ ૧ વર્ષની અંદર વેક્સિન બનાવવાની ચાલી રહી છે. તેના માટે ઇન્વેસ્ટમેન્ટ વધારી દેવામાં આવ્યું છે અને રિસર્ચ પણ વધારી દેવામાં આવ્યું છે.

બની ગયા બાદ સૌથી પહેલા કોને મળશે વેક્સિન?

ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે બધાને એકસાથે વેક્સિન મળશે નહીં. ગુરૂવારના રોજ કે. વિજયરાઘવને કહ્યું, “વેક્સિન કોઈ સ્વિચ નથી જે પહેલા દિવસે બધાને મળી જાય. આ બીમારીમાં બધાએ તેની જરૂરીયાત પડશે. વેક્સિનનું એકસેસ એક સૌથી મોટો પડકાર છે.”

શું કોરોનાની દવા ઉપર પણ થઈ રહ્યું છે રિસર્ચ?

વેક્સિન શોધવા સિવાય કોરોના વાયરસની અસરકારક દવાની પણ તપાસ થઇ રહી છે. અંદાજ ૧૦ દવાઓ દર્દીઓના ઇલાજમાં ઉપયોગ કરવામાં આવી રહી છે. આ બધી જ હાલના સમયમાં ટ્રાયલના અલગ-અલગ સ્ટેજમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *