૬૨ લાખની ઝવેલરી અને કપડાંમાં શૃંગાર કરીને લગ્નમાં પહોંચી ઉર્વશી રૌતેલા, જુઓ તસ્વીરો

Posted by

કોરોના વાયરસ ઓછો થતાં જ લગ્નની સિઝન ફરી એકવાર જોર પર છે. લોકો મહામારી દરમિયાન સિમ્પલ લગ્નથી કંટાળી ચુક્યા હતા. લોકોને તડક-ભડક વાળા અને ધામધુમથી થવા વાળા લગ્નમાં એન્જોય કરવાની ઈચ્છા હતી. તેવામાં જ્યારે લગ્ન ફરીથી સારી રીતે થવા લાગ્યા છે તો તે બધા પણ સજી-ધજીને લગ્નમાં એન્ટ્રી લેવા લાગ્યા. ઘણી મહિલાઓ તો લગ્નમાં જવાની રાહ બસ એટલા માટે રહે છે કે જેથી તે સારી રીતે તૈયાર થઈ શકે.

લગ્નમાં મહિલાઓ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. સુંદર લહેંગા અને ડિઝાઇનર જ્વેલરી પહેરી તેમને શૃંગાર કરવાનું પસંદ આવે છે. બોલીવુડનાં લગ્નની વાત કરીએ તો અહીં એક અલગ જ ચમક દમક હોય છે. જ્યારે પણ કોઈ બોલીવુડ એક્ટ્રેસ કોઈ લગ્નમાં શામેલ થાય છે તો તેનો લુક જોવાલાયક હોય છે. લોકો તેના મેરેજ લુકથી પ્રેરણા લઇને પોતાની ડ્રેસ ખરીદે છે. હવે બોલીવુડની સૌથી સુંદર હિરોઈન ઉર્વશી રૌતેલાનું જ ઉદાહરણ લઈ લો.

૨૭ વર્ષની ઉર્વશી રૌતેલા ને આપણે બધા હેટ સ્ટોરી-4, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, સનમ રે, વર્જિન ભાનુંપ્રિયા જેવી ફિલ્મોમાં જોઈ ચુક્યા છે. તે ફિલ્મોથી વધારે તે પોતાના લુકને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ઉર્વશી ખુબ જ સુંદર મહિલા છે. તેમની ઉપર દરેક પ્રકારનાં ડ્રેસ સારા લાગે છે. હાલમાં જ તે જ્યારે એક લગ્નમાં સજી-ધજીને પહોંચી તો દરેક લોકો તેને જોતાં જ રહી ગયા હતા. તેમનો લુક કમાલનો હતો.

મતલબ આ લગ્ન માટે ઉર્વશી રૌતેલા ટ્રેડિશનલ લુકમાં રેડી થઈ તે દરમિયાન તેમણે લીલા રંગની રાજસ્થાની બાંધણી લહેંગો પહેરી રાખ્યો હતો. આ લહેંગો તેમની ઉપર ઘણો સારો લાગી રહ્યો હતો. તેના આ લહેંગા ઉપર તેમણે મેચિંગ જ્વેલરી અને મિનીમલ મેકઅપ કરી પોતાના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા.

આ સાથે જ ઉર્વશીએ કેમેરા સામે દિલચસ્પ પોઝ આપીને અદાઓ વિખેરવામાં પણ કોઈ કમી નથી છોડી. ક્યારેક તે પોતાની કમર પર હાથ રાખતી તો ક્યારેક પોતાનો ચહેરો છુપાવતી. તેના આ ફોટો ફેન્સ ઘણી પસંદ કરી રહ્યા છે. તેના પર ઘણી કમેન્ટ પણ આવી રહી છે. કોઈએ લખ્યું કે, “ઉર્વશી મેમ, તમે તો આ લીલા રંગમાં લાજવાબ લાગી રહ્યા છો.” જ્યારે એક મહિલા યૂઝરે લખ્યું કે, “મને તમારો લહેંગો ઘણો જ પસંદ આવ્યો. કાશ મારી પાસે પણ હોત.” જ્યારે એક અન્ય મહિલા યુઝરે તેમની જ્વેલરીનાં વખાણ કર્યા.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે ઉર્વશીએ આ રીતે શૃંગાર કરવામાં પુરા ૬૨ લાખ રૂપિયા લગાવી દીધા. તેનો લહેંગો જ ૪ લાખનો હતો અને જ્યારે જ્વેલરીની વાત કરીએ તો એની કિંમત ૫૮ લાખ રૂપિયા જણાવવામાં આવે છે. આ રીતે ઉર્વશીએ આ લગ્નમાં સામેલ થવા માટે ૬૨ લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા.

આ આખા લગ્નમાં ઉર્વશી જ આકર્ષણનું કેન્દ્ર બની રહી. દરેક લોકોની નજર લગ્નમાં તેમની તરફ મંડાયેલી રહી હતી. તેમનું લુક જોઈને લોકો દિવાના થઈ ગયા. વળી સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ પોતાની ફેવરિટ હિરોઇનને આ અવતારમાં જોઈ ફૂલ્યા સમાતા ન હતા. હવે તમને ઉર્વશીનો આ લુક કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *