બોલીવુડની આ સુંદર અભિનેત્રી ૬૩ વર્ષની ઉંમર પણ યંગ એક્ટ્રેસ જેટલી જ ફિટ રહે છે, જાણો તેનો ડાયટ પ્લાન

Posted by

જાણીતી અભિનેત્રી અને દિવંગત તથા દિગ્ગજ અભિનેતા ઋષિ કપુરની પત્ની કપુરે હાલમાં જ પોતાનો ૬૩મો જન્મદિવસ ઉજવ્યો છે. નીતુ કપુર પોતાના સમયની એક દમદાર એક્ટ્રેસ રહેલી છે અને આજે પણ તે ફિલ્મોમાં સક્રિય રહે છે. ૬૩ વર્ષની થઈ ચૂકેલી નીતુ કપુરની સુંદરતા હજુ પણ જળવાયેલી છે અને વળી તેઓ આ ફિટનેસના સમયમાં ખુબ જ ફીટ પણ જળવાઈ રહેલ છે.

નીતુ કપુરનો જન્મ ૮ જુલાઈ, ૧૯૫૮નાં રોજ દિલ્હીમાં થયો હતો. હિન્દી સિનેમામાં અભિનેત્રીએ બાળ કલાકારનાં રૂપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ફક્ત ૮ વર્ષની ઉંમરમાં તેમની બોલિવૂડમાં એન્ટ્રી થઇ ગઇ હતી. તેમણે હિંદી સિનેમામાં અમુક ફિલ્મોમાં બાળ કલાકારના રૂપમાં કામ કરેલ છે અને ત્યારબાદ હિન્દી સિનેમામાં લીડ એક્ટ્રેસનાં રૂપમાં પગલાં રાખ્યા હતા.

“રિક્ષાવાલા” થી શરૂ થઈ હિન્દી સિનેમાની સફર

લીડ એક્ટ્રેસ તરીકે નીતુ કપુર ની હિન્દી સિનેમામાં પહેલી ફિલ્મમાં “રિક્ષાવાલા” હતી. આ ફિલ્મ વર્ષ ૧૯૭૩માં રિલીઝ થઈ હતી. ત્યારે નીતુ કપુર ફક્ત ૧૬ વર્ષની હતી. ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેમણે પોતાના સમયમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું અને બોલીવુડમાં પોતાનો જલવો બતાવ્યો હતો.

દરરોજ કરે છે વર્કઆઉટ

આજના સમયમાં સ્ટાર્સની સાથે સાથે સામાન્ય લોકો પણ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા લાગ્યા છે. આજની અભિનેત્રીઓ જ્યાં સુંદર હોવાની સાથે સાથે ફીટ પણ નજર આવે છે, તો વળી આ બાબતમાં નીતુ કપુર પણ પાછળ નથી. જાણકારી અનુસાર નીતુ કપુર પોતાને ફિટ રાખવા માટે દરરોજ વર્કઆઉટ કરે છે અને તે પોતાના સ્વાસ્થ્ય પર ખુબ જ વધારે ધ્યાન આપે છે.

નીતુ કપુર ફિટનેસ પ્રત્યે ખુબ જ જાગૃત છે જણાવે છે કે તેઓ પોતાને આ ઉંમરમાં પણ સ્વસ્થ રાખવા માટે દરરોજ ૧૦ હજાર પગલા ચાલે છે અને દરરોજ બે કલાકમાં તેઓ કંઈક ને કંઈક ખાતા રહે છે. તેમણે જણાવ્યું હતું કે પોતાને એક્ટિવ રાખવા તેમનો ફિટનેસ મંત્ર છે.

નીતુ કપુર જયારે સવારે ઉઠે છે તો ઊઠ્યા બાદ તેઓ ભુખ્યા પેટે આદુ તજ અને તુલસીનું સેવન કરે છે. ત્યારબાદ તે સફરજનનું જ્યુસ પીવાનું પસંદ કરે છે. લંચમાં નીતુ કપુર રોટલી, બે શાક, સલાડ અને દહીંનું સેવન કરે છે. જણાવી દઈએ કે નીતુ કપુર મસાલાદાર ભોજનથી દુર રહે છે.

સાંજના સમયે નીતુ કપુર સ્નેક્સમાં ચાની સાથે પાંચ બદામ અને રાજગીરી ની ચિક્કી નું સેવન કરે છે. વળી સાંજના ૭ વાગે લેવાનું પસંદ કરે છે. નીતુ કપુર રાતના સમયે સુપ અથવા દૂધનું સેવન કરે છે. વળી સુતા પહેલા અભિનેત્રી ઓછી ખાંડ વાળી ડાર્ક ચોકલેટનું સેવન કરે છે.

પોતાના ફિટનેસ વિશે વાત કરતા થોડા વર્ષો પહેલાં નીતુ કપુરે પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “જ્યારે તે યંગ હતા ત્યારે વધારે ફીટ મહેસુસ કરતા હતા. હું જ્યારે ફિલ્મોમાં કામ કરતી હતી તો મારો વજન ૬૮ કિલો હતો. ઝીનત અમાન અને પરવીન બાબી બોલીવુડમાં સ્લીમ બોડી નું કલચર લઈને આવી હતી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *