૬૮ હજાર સસ્તામાં મળી રહી છે આ ઇલેક્ટ્રિક બાઇક, ફુલ ચાર્જમાં ચાલશે ૧૫૦ કિલોમીટર

Posted by

જો તમે એક ઈલેક્ટ્રીક બાઈક ખરીદવા માટે વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર અવસર છે. લગભગ ૧૫૦ કિલોમીટર સુધીની રેન્જ આપવાવાળી પોપ્યુલર ઈલેક્ટ્રીક બાઈક Revolt RV 400 ને તમે ૬૮ હજાર સુધી સસ્તામાં ખરીદી શકો છો. હકીકતમાં ગુજરાત સરકારે હાલમાં જ ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી ૨૦૨૧ની ઘોષણા કરી છે, જેના કારણે તમે ગુજરાતમાં સૌથી ઓછી કિંમતમાં ખરીદી શકશો.

કેવી રીતે આ બાઈક સસ્તામાં મળશે

ગુજરાતની નવી EV પોલીસી પ્રમાણે રાજ્ય ગુજરાતમાં વેચાવા વાળી દરેક ઈલેક્ટ્રીક બાઈક માટે ગ્રાહકોને ૧૦ હજાર રૂપિયા પ્રતિ કિલોવોટનાં હિસાબથી ચૂકવવા પડશે. નવી પોલિસી ૧ જુલાઈ, ૨૦૨૧થી લાગુ થશે. જોકે Revolt RV 400 બાઈકમાં ૩.૨ ક્ષમતાવાળી બેટરી આપવામાં આવી છે. જેના કારણે રીવોલ્ટ ગ્રાહકોને દરેક બાઈક પર ઓછામાં ઓછા ૨૦ હજાર રૂપિયાની બચત થશે.

બતાવી દઇએ કે આ પહેલા કેન્દ્ર સરકારે પણ FAME II પોલિસી ની અંદર પ્રતિ કિલો વોટ ૧૫ હજાર રૂપિયાની ઈન્સેન્ટિવ નો પ્લાન કર્યો હતો. ત્યારબાદ રિવોલ્ટ બાઈકનાં ભાવ ૪૮ હજાર રૂપિયા ઓછા થઈ ગયા હતા. એટલે બંને પોલીસીને મેળવવામાં આવે તો તમે ગુજરાતમાં રિવોલ્ટ આરવી 400 ઈલેક્ટ્રીક બાઈકને ૬૮ હજારની કિંમતમાં ખરીદી શકશો.

૧૫૦ KM સુધીની રેન્જ

બાઈકમાં 3.24kWh ની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. જે 3kw ની ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલી હોય છે. જણાવી દઈએ કે Revolt RV400 બાઈક ત્રણ રાઇડિંગ મોડ  માં આવે છે. જે ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સ છે. સ્પોર્ટ્સ મોડ માં બાઈક ૮૫ kmph સુધીની ટોપ સ્પીડ આપે છે. જ્યારે ઇકો મોડ માં તે ફુલ ચાર્જ થઈને ૧૫૦ કિલોમીટર સુધી ચાલી શકે છે. તે બ્લેક અને રેડ એમ બે કલર ઓપ્શનમાં આવે છે. કંપની પ્રમાણે બેટરી ફુલ ચાર્જ થવામાં ૪.૫ કલાક લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *