૭ બાળકોની માં ને જોઈને દરેક લોકો બની જાય છે તેનાં દિવાના, માં-દિકરી વચ્ચે ઓળખ કરવી મુશ્કેલ

Posted by

આજનો જમાનો ફિટનેસનો છે. જો તમે પોતે ફિટ રહો છો, તો તેનાથી તમારી ઉંમર લાંબી થાય છે અને સાથો સાથ તમારી ઉંમર પણ છુપાઈ જાય છે. જો તમે પોતાને ફિટ નથી રાખતા તો લોકો તમને તમારી અસલી ઉંમરથી કંઈક મોટા જ સમજે છે. હંમેશા જોવામાં આવે છે કે અમુક લોકો પોતાને ફીટ રાખીને કેવી રીતે પોતાની ઉંમર છુપાવી લે છે. ઉદાહરણ તરીકે તો બોલીવુડનાં સ્ટાર અનિલ કપુર તેના સૌથી મોટા ઉદાહરણ હોઈ શકે છે. જે લગભગ ૬૧ વર્ષનાં થઈ ચુક્યા છે. તેમ છતાં કોઈ પણ તેમને જોઇને એવું નથી કહી શકતું કે તે ૬૧ વર્ષનાં છે.

વળી આ તો રહી બોલીવુડ કલાકારની વાત, જેનું કામ જ પોતાને ફિટ રાખવાથી ચાલે છે. પરંતુ આજે અમે તમારી મુલાકાત એક એવી મહિલા સાથે કરાવવાના છીએ, જેની ફિટનેસને જોઈને દરેક લોકો આશ્ચર્યમાં છે. આ મહિલાની ઉંમર ૪૩ વર્ષની છે અને તમને વિશ્વાસ નહીં આવે કે તે દેખાવમાં તમને તમારી ગર્લફ્રેન્ડ (જો કોઈ હોય)ની ઉંમર થી વધારે લાગશે નહીં. હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ ૪૩ વર્ષીય જેસિકા એન્સ્લો ની. જેની દીકરીની ઉંમર ૨૩ વર્ષની છે, જેનું નામ એલિસા છે.

આશ્ચર્યની વાત એ છે કે જે કોઈ પણ આ દિવસોમાં આ બન્નેને સાથે જુએ છે, તો તે તેમની દીકરીને મોટી બહેન સમજી બેસે છે. પરંતુ રિયલમાં તે એલિસા ની માં છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે જેસિકા ૭ બાળકોની માતા છે. તેમ છતાં તેમનું ફિગર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. ૭ બાળકોની માતા જેસિકાની ફોટો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. લોકોનાં જણાવ્યા અનુસાર તે ફક્ત સુંદર જ નથી, પરંતુ તેનું ફિગર કમાલનું છે.

વળી, આજે દરેક લોકો પોતાની ફિટનેસને લઈને ગંભીર રહેવા લાગ્યું છે. પરંતુ ૪૩ વર્ષીય જેસિકાની ફિટનેસને જોઈને દરેક લોકો આશ્ચર્યમાં છે. અમેરિકાની રહેવાવાળી જેસિકા વર્ષ ૧૯૯૪માં પહેલી વખત માં બની હતી. ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષની હતી. ત્યારબાદ ૨ વર્ષ પછી ૨૧ વર્ષની ઉંમરમાં તે ફરીથી માતા બની અને હવે વર્ષ ૨૦૧૩માં તે સાતમી વાર માતા બની છે. તેમ છતાં તે એટલી ફીટ છે કે તેને જોઈને દરેક લોકો આશ્ચર્યમાં છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પણ તેમની ફિટનેસને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે.

૭ બાળકોની માતા અમેરિકાની રહેવાવાળી જેસિકા એસ્લો ની ફોટો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઇ રહી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ છે. અમેરિકાની રહેવાવાળી જેસિકા હંમેશા પોતાની અને પોતાના બાળકોની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

જેની સાથે તેની પણ થોડી ફોટો લોકોને જોવા મળી જાય છે. જ્યાં તેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તે સમયે શરૂ થઈ ગઈ, જ્યારે તેમણે પોતાની વર્ષ ૧૯૯૪ની એક ફોટોને પોતાની દીકરીની અત્યારની ફોટો સાથે શેર કરી હતી. આ ફોટોને જોઈને દરેક લોકો આશ્ચર્યમાં રહી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *