૭૦ વર્ષની એક મહિલાએ કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરી, જજે વૃદ્ધ મહિલાને પુછ્યું : તમે આ ઉંમરે કેમ છુટાછેડા લેવા માગો છો? મહિલાનો જવાબ સાંભળીને કોર્ટમાં બેસેલા બધા લોકો હસી પડ્યા

જોક્સ-૧

દુનિયાના સૌથી ધનવાન માણસ વોરન બફેટ કહે છે કે

૫,૦૦૦/- નું પેન્ટ પહેરવાને બદલે ૨૦૦/- નો લેંઘો પહેરીને ખીચામાં ૪,૮૦૦/- રાખવા.

જુગાર રમવામાં કામ આવે.

જોક્સ-૨

એક બહેન કારની બેટરી બદલાવવા ગેરેજ વાળા પાસે આવ્યા.

ગેરેજ વાળો : બહેનજી, એક્સાઇડ (Exide) ની લગાવી દઉં?

બહેનજી (થોડો વિચાર કરીને) : ઘડી ઘડી કોણ ધક્કા ખાય. એમ કરો ને બંને સાઈડની લગાવી દો.

જોક્સ-૩

(૭૦ વર્ષની એક મહિલાએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.)

જજે વૃદ્ધ મહિલાને પૂછ્યું : તમે આ ઉંમરે કેમ છૂટાછેડા લેવા માગો છો?

મહિલા : જજ સાહેબ, મારા પતિ મને માનસિક ત્રાસ આપી રહ્યા છે.

જજ : તે કેવી રીતે?

મહિલા : જ્યારે પણ તેઓ ઈચ્છે છે, તેઓ મને સાચું-ખોટું સાંભળાવે છે. અને જ્યારે હું બોલવાનું શરૂ કરું છું, ત્યારે તે કાનનુ મશીન કાઢી નાખે છે..!!!

જોક્સ-૪

સાતમ-આઠમ નજીક આવે છે તો એક અગત્યની ટિપ્સ,

શનિવારે રમવું નહીં, કારણ કે, જામીન રવિવારે મળતી નથી.

જોક્સ-૫

કાર્ટુન જોવાની ઉંમરમાં ન્યૂઝ જોતા હતા કેમ કે, રિમોટ પપ્પાના હાથમાં હતું…

હવે, ન્યૂઝ જોવાની ઉંમરમાં કાર્ટુન જોઈએ છીએ કેમ કે, રિમોટ બાળકોના હાથમાં હોય છે.

જોક્સ-૬

મનુ : વાળ ભીના થયા અને તારી યાદ આવી વરસાદની શરૂઆત થતાં જ મને તારી યાદ આવી, વરસાદના એક-એક ટીપાં સાથે મને તારી યાદ આવી

છગન : હા, યાદ છે મને ……….. તારી છત્રી પાછી આપવાની રહી ગઈ છે………….. કાલે આપી જઈશ……. (અધુરીયા જીવના)

જોક્સ-૭

રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીની અંદર 2 ચમચી લીંબુનો રસ આરોગવાથી બે મહિનામાં 3 કિલો લીંબુ અને દોઢ કિલો મધ વપરાઈ જાય છે..

બાકી..તંબૂરો પણ કંઈ ના થાઈ…!!!

જોક્સ-૮

મારા સાસુમા રોજ સવારે-સવારે મને ફોન કરીને પુછે છે.. હેલો જમાઈ રાજા, કેમ છો? મારૂં ફૂલ કેમ છે? શું કરે છે..મારૂં ફૂલ..?

આજે મેં…ગુસ્સામાં કહ્યું- માજી..મારા લગ્ન થયા ત્યારે.. તમારા ફૂલની ઉંમર 20 હતી..અને એનું વજન 45 કિલો હતું…….પણ હવે તમારા ફૂલની ઉંમર 40 થઈ ગઈ છે.. ને.. હવે એ..ફૂલ નથી રહ્યું ..80 કિલોનું ‘ફુલાવર’ બની ગઈ છે…

જોક્સ-૯

પતિ-પત્ની બસમાં મુસાફરી કરી રહ્યા હતા..

પત્ની : મારા બાપા ડાયા અરજણનું નામ ઠેર-ઠેર લખેલું છે કેટલા મહાન હશે મારા બાપા..

પતિ : એ ડોબી.. એ ડાયા અરજણ નથી, ડાયવર્જન લખેલું છે ઠોઠડી.

(Disclaimer:- આ તમામ ટુચકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)