૭૦ વર્ષની ઉંમરમાં ગુજરાતની આ મહિલા “માતા” બની, લગ્નનાં ૪૫ વર્ષ બાદ ઘરમાં બાળકની કિલકારીઓ ગુંજી

Posted by

જ્યારે કોઈ મહિલાનાં લગ્ન થાય છે તો તે માં બનવાનું સપનું જોવા લાગે છે. દરેક મહિલા એવું ઇચ્છતી હોય છે કે તે ખુબ જ જલ્દી બાળકની માં બને. જ્યારે મહિલા પહેલી વખત માં બને છે તો તે સમયે તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. પહેલી વખત માં બનવાનો અહેસાસ એવો હોય છે, જે ફક્ત એક માં જ સમજી શકે છે. જે મહિલાઓને પહેલી વખત માં બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તેની ખુશીનું કોઈ ઠેકાણું રહેતું નથી. પરંતુ ઘણી મહિલાઓ એવી હોય છે જે કોઈ કારણવશ માં બની શકતી નથી.

જે મહિલાઓ માં બની શકતી નથી, તેમના પ્રત્યે સમાજ નો દ્રષ્ટિકોણ બદલી જાય છે. જો મહિલા માં નથી બની શકતી તો તેણે લોકોને ઘણી વાતો સાંભળવી પડે છે. લોકો તે મહિલાની ઘણા પ્રકારથી આલોચના કરવા લાગે છે. એવું કહેવામાં આવે છે સંતાન સુખની પ્રાપ્તિ ભગવાનનાં આશીર્વાદથી થાય છે. જે મહિલાઓ સંતાનસુખથી વંચિત રહી જાય છે તેઓ પોતાના જીવનમાં સંતાનપ્રાપ્તિની લાલસામાં તડપતી રહે છે.

મોટા ભાગે જોવામાં આવે છે કે પતિ પત્ની સંતાન ની લાલસા માં ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળો પર જઈને માનતા રાખતા હોય છે. પરંતુ કહેવામાં આવે છે કે ભગવાનનાં ઘરે અંધકાર નથી. આજે અમે તમને ૭૦ વર્ષીય મહિલા વિશે જાણકારી આપવાના છીએ, જે આ ઉંમરમાં પણ માં બનેલ છે. લગ્નનાં ૪૫ વર્ષ બાદ વૃદ્ધ મહિલાનાં ઘરમાં ખુશીઓ આવી હતી.

હકીકતમાં ગુજરાતનાં કચ્છ ના રાયપુર રાપર તાલુકાના કેમોરા ગામનો આ મામલો સામે આવ્યો છે. જ્યાં ૭૦ વર્ષીય મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. આ મહિલાનાં લગ્નને ૪૫ વર્ષ થઇ ગયા હતા, પરંતુ તેમને કોઈ સંતાન હતું નહીં. પરંતુ ભગવાનની કૃપાથી હવે વર્ષો બાદ તેમના ઘરમાં બાળકની કિલકારી ગુંજી રહી છે. જેના લીધે સમગ્ર ગામમાં ખુશીનું વાતાવરણ છે. આખરે સંતાન માટે ૪૫ વર્ષ સુધી તડપી રહેલી વૃદ્ધ મહિલાની માં બનવાની ઈચ્છા પુરી થઈ ગઈ છે.

મળતી જાણકારી અનુસાર જીતુબેન રબારીને ૭૦ વર્ષની ઉંમરમાં માં બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મહિલાએ એવું જણાવ્યું હતું કે અત્યાર સુધી તેમનું જીવન અધુરું હતું, પરંતુ માં બની ગયા બાદ તે પુર્ણ થઇ ગયું છે. જે ઉંમરમાં લોકો પોતાના પૌત્ર સાથે રમતા હોય છે, તે ઉંમરમાં આ મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. અમુક લોકોને આ ખબર મળ્યા બાદ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જણાવી દઈએ કે વૃદ્ધ કપલ ટેસ્ટ ટ્યુબ બેબીનાં માધ્યમથી માતા-પિતા બન્યા છે. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપેલ છે.

જણાવી દઈએ કે આ બાબતમાં ડોક્ટર નરેશ ભાનુશાલીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે અહીંયા પર આવેલા દંપતીની ઉંમર ખુબ વધારે છે. તેમાં બાળક થવાની સંભાવના ખુબ જ ઓછી હતી. ડોક્ટરે જણાવ્યું હતું કે આ દંપતીએ કહ્યું હતું કે અમારા પરિવારનાં અન્ય લોકોને મોટી ઉંમરમાં પરિણામ પ્રાપ્ત થયા. તે બંનેએ ડોક્ટરને કહ્યું હતું કે તમે પોતાના તરફથી કોશિશ કરો, બાકી બધું તમારા નસીબ પર છોડી દો. તેમના નસીબે તેમનો સાથ આપ્યો અને આજે તેઓ એક બાળકના માતા-પિતા બની ચુક્યા છે. આઈવીએફ ઉપચારનાં માધ્યમથી મહિલાએ બાળકને જન્મ આપ્યો. ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકનાં જન્મ બાદ દંપતી ખુબ જ ખુશ છે. અહીંયાં લોકો ખુબ જ આશા રાખીને તમારી પાસે આવે છે, હવે તેમની અપેક્ષા પુરી થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *