૭૫ વર્ષની ઉંમરમાં પણ ગુજરાતી દાદી લારી પર બનાવે છે જલેબી-ફાફડા, ૧ કરોડ વખત જોવાઈ ચુક્યો છે વિડીયો

Posted by

ઉંમર ભલે ગમે તેટલી મોટી હોય પરંતુ મહેનત કરીને બે ટંક ની રોટલી ખાવામાં આવે તો તેની મજા અલગ હોય છે. આવું જ કંઈક ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. નાગપુરમાં ૭૫ વર્ષની ઉંમરમાં દાદીમા એવું કારનામું કરીને બતાવી રહ્યા છે, જેના વિશે ખુબ જ ઓછા લોકો વિચારી શકે છે. ભાવેશ રાજ પોતાની દાદી સાથે એક ઠેલો લગાવે છે, જ્યાં ગુજરાતી ફુડ મળે છે. દાદી પોતાના હાથેથી જલેબી અને ફાફડા બનાવે છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

નાગપુરનાં દાદીનાં હાથમાં છે જાદુ

ઇન્સ્ટાગ્રામ પર એક પેજ પર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે ૭૫ વર્ષીય દાદી ફાફડા વણીને તેલ થી ભરેલી ગરમ કડાઈમાં નાખે છે. તેમની માસુમિયત જોઈને કોઈપણ વ્યક્તિનું દિલ પીગળી જાય. ઇંસ્ટાગ્રામ પેજ દ્વારા પોતાના કેપ્શન માં લખવામાં આવ્યું છે કે, “૭૫ વર્ષના દાદી ખુબ જ મહેનતુ છે અને તેમનો દીકરો ભાવેશ રાજ પણ પોતાની દાદી નો સપોર્ટ કરે છે. દાદી અને પૌત્રી ની જોડી નાગપુરમાં શાનદાર ગુજરાતી ડીશ માટે મશહુર છે. શહેરમાં ખાવા માટે તે પોકેટ ફ્રેન્ડલી પણ છે. અહીંયા બધી આઇટમ ૨૦ રૂપિયાની પ્લેટ ની કિંમત થી મળે છે.”

વિડીયો જોઈને ઈમોશનલ થઈ ગયા લોકો

 

View this post on Instagram

 

A post shared by viral_foodie (@nagpurfoodie431)


નાગપુરમાં રામાનુજ ફાફડા વાળા ની દુકાન ધરાસ્કર રોડ પર રૂપમ કલેક્શન ની સામે આવેલ છે. આ વિડિયો ને જોયા બાદ લોકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, “હું ઈમોશનલ થઈ ગયો. જોઈને રડવું આવી ગયું.” વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “યાર આ લોકો પાસે કામ ઓછું કરાવો અને તે પણ આવું બધું કામ. તેમની ઉંમર કામ કરવાની નથી.” આ વીડિયોને પાંચ લાખથી પણ વધારે લાઇક્સ મળી ચુકેલ છે. જ્યારે ૧ કરોડથી વધારે વ્યુ મળી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *