દેશને હવે અનલોક કરવામાં આવી રહ્યો છે ત્યારે ૧૦ નિયમોનું પાલન દરેક વ્યક્તિએ કરવાનું રહેશે

કોરોના વાયરસનાં વધતાં મામલા જોઈને સરકારે દેશમાં લોકડાઉનને ૩૦ જૂન સુધી વધારી દીધું છે. જોકે આ દરમિયાન ચરણ બધ્ધ રીતે ઘણી ચીજોની ખોલવામાં આવી રહી છે અને ધીરે-ધીરે દેશ અનલોક થઈ રહ્યો છે. ૮ જૂનથી સરકાર ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ વગેરે ચીજો ખોલી રહી છે. ત્યાર બાદ અમુક દિવસો બાદ સ્કૂલ, જિમ, સ્વિમિંગ પૂલ વગેરે જેવી ચીજોને પણ ખોલવામાં આવશે એટલે કે સરકારે દેશને અનલોક કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. દેશને અનલોક કરવાની સાથે જ સરકાર તરફથી બનાવવામાં આવેલ ૧૦ નિયમોનું પાલન પણ દેશવાસીઓએ કરવાનું રહેશે. ગૃહ મંત્રાલય તરફથી બનાવવામાં આવેલ ૧૦ નિયમો આ પ્રકારે છે.

માસ્ક પહેરવું જરૂરી

ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવે છે કે લોકોએ સાર્વજનિક સ્થળો, કાર્ય સ્થળો અને મુસાફરી દરમિયાન માસ્કનો પ્રયોગ કરવાનો રહેશે. ઘરેથી નીકળતા સમયે માસ્ક પહેરવું જરૂરી રહેશે.

સામાજિક અંતરનું પાલન

બીજા નિયમ અંતર્ગત લોકોએ સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે એટલે કે એકબીજા થી ૬ ફૂટનું અંતર જાળવી રાખવાનું રહેશે. મહત્વપૂર્ણ છે કે સરકાર શરૂઆતથી જ લોકોને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું કહી રહી છે.

વધારે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ

ઘણા બધા લોકોના એકઠા થવા પર પ્રતિબંધ જળવાઇ રહેલ છે અને એક જગ્યા પર વધારે લોકો એકઠા થઇ શકશે નહીં. મંત્રાલય તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે લગ્ન જેવા સમારોહમાં ૫૦ મહેમાન અને અંતિમ યાત્રામાં ૨૦ થી વધારે લોકો સામેલ રહી શકશે નહીં.

થૂંકવા પર પ્રતિબંધ

ગૃહમંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલ ગાઈડલાઈન અનુસાર સાર્વજનિક સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને સાર્વજનિક જગ્યા પર મુકવા પર રાજ્ય સરકાર દંડ લગાવી શકે છે.

તમાકુ પર પ્રતિબંધ

સાર્વજનિક સ્થાનો પર તંબાકુ, ગુટખા અને ખૈની જેવી ચીજોનું સેવન કરી શકાશે નહીં અને સાર્વજનિક જગ્યા પર તેને ખાવા પર પ્રતિબંધ રાખવામાં આવેલ છે.

કાર્યાલયમાં વધારે લોકો ના આવે

ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવેલ છે કે કાર્યાલયમાં વધારે કર્મચારીઓને બોલાવવા ના આવે અને બની શકે તો કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટે કહેવામાં આવે.

રોટેશન સિસ્ટમ

કાર્યાલય, કાર્યસ્થળો, દુકાનો, બજારો અને અન્ય સ્થાનો પર રોટેશન સિસ્ટમ દ્વારા કામ કરવામાં આવે. જેથી એક જગ્યા પર વધારે લોકો એકઠા ન થઈ શકે.

સ્ક્રીનિંગ કરવામાં આવે

કાર્યાલયોમાં આવતા લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવે અને કાર્યકાળનાં હાઇજીનનું પણ ધ્યાન રાખવામાં આવે. દરેક જગ્યા પર હેન્ડ વોશ અથવા સેનિટાઈઝર રાખવામાં આવે.

સેનિટાઈઝ કરવું જરૂરી

સેનિટાઈઝનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને જે જગ્યા પર વધારે લોકો એકઠા થયા હોય તેને દરરોજ સેનિટાઈઝ કરવામાં આવે. રેલ્વે સ્ટેશન સહિત દુકાનોને સેનિટાઈઝ કરવા માટે આદેશ ગૃહ મંત્રાલય દ્વારા પહેલાથી જ આપવામાં આવેલ છે.

કામ દરમિયાન ગેપ

કાર્યસ્થળમાં સામાજિક અંતર રાખવા માટે શિફ્ટ ની વચ્ચે ગેપ રાખવાનો આદેશ પણ ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે ગૃહ મંત્રાલયના અનુસાર શિફ્ટ અને લંચ દરમિયાન ગેપ રાખવામાં આવે, જેથી લોકો સામાજિક અંતરના નિયમનું પાલન કરી શકે.