૮૦ અને ૯૦નાં દશકની આ મિસ ઈન્ડિયા અભિનેત્રીની કારકિર્દી ત્રણેય ખાનને લીધે ખતમ થઈ ગઈ, બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કર્યું કામ, અત્યારે દેખાય છે આવી

૮૦ અને ૯૦નાં દાયકાની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાના જમાનામાં પોતાની સુંદરતા અને શ્રેષ્ઠ એક્ટિંગથી લાખો લોકોના દિલો પર રાજ કર્યું છે. તે અભિનેત્રીઓમાં એક નામ સોનુ વાલિયાનું પણ આવે છે. સોનુ વાલિયા તે અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે, જેમણે ફિલ્મી પડદા ઉપર પોતાનો જાદુ વિખેરી દીધો હતો, પરંતુ અચાનક જ ગુમનામીનાં અંધારામાં ખોવાઈ ગઈ.

૯૦નાં દાયકાની જાણીતી અભિનેત્રી સોનુ વાલિયા નો જન્મ ૧૯ ફેબ્રુઆરી, ૧૯૬૪માં દિલ્હીના એક પંજાબી પરિવારમાં થયો હતો. સોનુ વાલિયાએ વર્ષ ૧૯૮૫માં મિસ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો. સોનુ વાલિયાએ પોતાની બોલીવુડ કારકિર્દીની શરૂઆત ફિલ્મ “ખુન ભરી માંગ” થી કરી હતી. તે સમયે સોનુ વાલિયા ગ્લેમરસ અભિનેત્રીઓનાં લિસ્ટમાં સામેલ હતી.

અભિનેત્રી સોનુ વાલિયા પોતાનો અભ્યાસ પૂરો કરીને પછી મોડેલિંગમાં પોતાનું કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો. તેમનો આ નિર્ણય ખુબ જ સાચો સાબિત થયો. સોનુ વાલિયા એ મોડેલિંગના ક્ષેત્રમાં ખુબ જ ઓછા સમયમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી હતી. જ્યારે તેમણે મોડેલિંગમાં સફળતા હાંસિલ કરી, ત્યારબાદ મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાની કિસ્મત અજમાવવાની કોશિશ કરી. પછી વર્ષ ૧૯૮૫માં મિસ ઇન્ડિયા બની તેમણે પોતાનું સપનું પૂરું કર્યું.

જ્યારે સોનુ વાલિયાએ મિસ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યું ત્યારે તેમના માટે બોલીવુડ નો રસ્તો ખુલી ગયો. સોનુ વાલીયાએ પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત ૧૯૮૮ માં આવેલી ફિલ્મ “ખૂન ભરી માંગ” થી કરી હતી. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રેખા જોવા મળી હતી, પરંતુ સોનુ વાલિયાને આ ફિલ્મમાં પોતાની એક ખાસ ઓળખ ન મળી. પરંતુ બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળી ગયો.

તમને જણાવી દઈએ કે વર્ષ ૧૯૮૮માં આવેલી ફિલ્મ “આકર્ષણ” માં સોનુ વાલિયાએ ઘણા જ ગ્લેમરસ સીન આપ્યા હતા. તે સમયમાં આટલા ગ્લેમરસ સીન પડદા પર આપવા એટલું સરળ ન હતું. સોનુ વાલીયા બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં લગભગ ૩૦ થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ ફિલ્મોમાં તેમને કોઈ ખાસ સફળતા ન મળી. ત્યાર પછી તેમણે બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કરી દીધું.

સોનુ વાલિયા અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દૂર થઇ ગઇ હતી. ઘણા વર્ષો પછી તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના અસફળ કારકિર્દીને લઈને એક ખુલાસો કર્યો હતો કે આ બધુ ત્રણેય ખાનનાં લીધે થયું છે. સોનુ વાલિયા એ જણાવ્યું હતું કે ત્રણેય ખાનને કારણે કામ મળતું ન હતું. સોનુ ની હાઈટ ત્રણેય ખાનની હાઈથી ઘણી જ વધારે હતી. સોનું એ એવું જણાવ્યું કે તે જમાનામાં લાંબી છોકરીઓને ફિલ્મોમાં કામ મળતું ન હતું.

તમને જણાવી દઈએ કે સોનુ વાલિયા એ “સ્વર્ગ જેસા ઘર”, “ખેલ”, “અપના દેશ પરાએ લોગ”, “તૂફાન” અને “તહલકા” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે દર્શકોમાં પોતાની છાપ છોડવામાં અસફળ રહી હતી. સોનુ વાલિયા ની છેલ્લી ફિલ્મ “જય માં શેરાવાલી” હતી જે ૨૦૦૮માં આવી હતી.

જણાવી દઈએ કે સોનૂ વાલિયાને જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા ન મળી તો તેમણે લગ્ન કરવાનું મન બનાવી લીધું. વર્ષ ૨૦૦૦માં તેમણે હોટલિયર સૂર્યપ્રકાશ સાથે લગ્ન કરી પોતાનું ઘર વસાવી લીધું. સૂર્યપ્રકાશનાં મૃત્યુ પછી તેમણે બીજા લગ્ન એનઆરઆઈ ફિલ્મ પ્રોડ્યુસર પ્રતાપસિંહ સાથે કર્યા. હાલ સોનુ વાલિયા યુએસમાં રહે છે અને તેમને એક દીકરી પણ છે.