પથ્થર વાળા બાબા : ૮૦ વર્ષનાં વૃધ્ધ ૩૧ વર્ષથી ખાઈ રહ્યા છે પથ્થર, ડૉક્ટર પણ ચોંકી ગયા

Posted by

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે નાના બાળકોને માટી ખાવાની આદત હોય છે. જ્યારે પણ તેઓ પરિવારની નજરોથી દુર હોય છે તો તેઓ માટી ખાવાનું શરૂ કરી દેતા હોય છે. માટી ખાવાથી તેમના પેટમાં ઘણા પ્રકારની પરેશાનીઓ થવા લાગે છે. નાના બાળકો માટી ખાય તે સામાન્ય વાત છે. પરંતુ તમને એવું કહેવામાં આવે કે એક સમજદાર અને વડીલ વ્યક્તિ છે, જે દરરોજ પથ્થર ખાય છે તો શું તમે વિશ્વાસ કરશો? કદાચ નહીં, પરંતુ તે બિલકુલ સાચું છે. આપણા દેશમાં એક ૮૦ વર્ષના વડીલ છે, જે દરરોજ અંદાજે ૨૫૦ ગ્રામ પથ્થર ખાઈ જાય છે. ખબરો અનુસાર તેઓ પાછલા ઘણા વર્ષોથી પથ્થર ખાઇ રહ્યા છે. જ્યારે ડોક્ટરોને તેના વિશે જાણવા મળ્યું તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અચાનક શરૂ થયો પેટમાં દુખાવો

એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રનાં સતારા ગામનાં ૮૦ વર્ષનાં એક વૃદ્ધ દરરોજ ૨૫૦ ગ્રામ પથ્થર ખાય છે. જણાવવામાં આવે છે કે તેઓ પાછલા ૩૧ વર્ષોથી પથ્થર ચાવીને ખાય છે. આ વ્યક્તિનું નામ રામભાઉ બોડકે છે. ગામનાં મોટાભાગના લોકો “રામભાઉ બોડકે ને “પથ્થર વાળા બાબા” નામથી પણ બોલાવે છે. એક ઇન્ટરવ્યુંમાં રામભાઉ બોડકે એ જણાવ્યું હતું કે ૧૯૮૯માં તેઓ મુંબઈ કામ કરવા ગયા હતા, જ્યાં તેમના પેટમાં અચાનક દુખાવો થવા લાગ્યો. ત્રણ વર્ષ સુધી તેમણે ઇલાજ કરાવ્યો, પરંતુ તેમ છતાં પણ તેમના પેટનો દુખાવો દુર થયો નહીં. ત્યારબાદ તેઓ સતારા આવી ગયા અને અહીંયા ખેતીનું કામ કરવા લાગ્યા. પરંતુ પેટનો દુખાવો ખતમ થયો નહીં.

ગામની એક વૃદ્ધ મહિલાએ આપી હતી સલાહ

ખબરો અનુસાર ગામમાં રહેતી એક વૃદ્ધ મહિલાએ તેને પથ્થર ખાવાની વાત વિશે કહ્યું હતું. વૃદ્ધની વાત માનીને રામભાઉ બોડકે એ પથ્થર ખાવાનું શરૂ કરી દીધું હતું અને તેમને થોડો આરામ મળ્યો. ત્યારબાદ તેઓ દરરોજ પથ્થર ખાતા હતા. રામભાઉ બોડકે ૩૧ વર્ષથી દરરોજ પથ્થર ખાઇ રહ્યા છે. તેમનું કહેવું છે કે તેને ખાવામાં તેને મજા આવે છે. તેમના ખીસ્સામાં હંમેશા પથ્થર નાના-મોટા ટુકડા રહે છે. જ્યારે તેમનું મન થાય છે તેઓ ખાઈ લેતા હોય છે.

લોકોની સાથે ડોક્ટર પણ આશ્ચર્યચકિત

આ મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે પેટમાં દુખાવો થવાથી પાછલા દિવસોમાં રામભાઉને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સીટીસ્કેન માં જાણવા મળ્યું કે તેમના પેટમાં ઘણા બધા પથ્થર પડ્યા છે. દરરોજ ૨૫૦ ગ્રામ પથ્થર ખાવાથી લોકોની સાથે સાથે ડોક્ટર પણ આશ્ચર્યચકિત છે. હાલમાં રામભાઉની સ્થિતિ સામાન્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *