૮૧ વર્ષની દાદી એ કર્યા ૩૫ વર્ષનાં નવયુવાન સાથે લગ્ન, હવે PM પાસે મદદ માંગીને જણાવ્યું કે રાતે શું થાય છે

જ્યારે કોઈની સાથે પ્રેમ થાય છે તો સામે વાળાની ઉંમર જોવામાં આવતી નથી. હવે બ્રિટનમાં રહેવાવાળી ૮૧ વર્ષીય આઇરિસ જોન્સનું ઉદાહરણ લઈ લો. તેમણે પોતાનાથી ૪૬ વર્ષ નાના મોહમ્મદ અહમદ સાથે પ્રેમ થઈ ગયો. મોહમ્મદ ઇજિપ્તમાં રહે છે અને તેની ઉંમર ૩૫ વર્ષ છે. આ અનોખા કપલ ની મુલાકાત ફેસબુક પર થઈ હતી. પહેલા બંનેની વાતચીત થઈ અને પછી બંનેને એકબીજા સાથે ઊંડો પ્રેમ પણ થઈ ગયો.

જોન્સ પોતાના પ્રેમીને મળવા માટે ઇજિપ્ત પણ ગઈ હતી. અહીંયા બંને એકબીજા સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો. જ્યારે બંને વચ્ચે પ્રેમ વધે લાગ્યો તો બંનેએ પાછલા વર્ષે નવેમ્બરમાં લગ્ન કરી લીધા હતા.

જોકે લગ્ન બાદ પણ બંને એકબીજા સાથે રહી શકતા નથી. હકીકતમાં મોહમ્મદને બ્રિટનનાં વિઝા મળી રહ્યા નથી. વળી જોન્સ પોતાની ઉંમરને કારણે ઇજિપ્તનાં વાતાવરણમાં ત્યાં રહેવા માટે જઈ શકતી નથી.

પોતાની આ સમસ્યાને આ કપલે હાલમાં જ એક ટીવી શો ઉપર જણાવેલ હતી. જોન્સનું કહેવું હતું કે તે ઉંમરનાં એવા મુકામ પર છે કે તે કોઈપણ સમયે દુનિયાને અલવિદા કહી શકે છે. એટલા માટે તે પોતાનો દરેક દિવસ પોતાના પતિની સાથે પસાર કરવા માંગે છે.

જોન્સનાં ઘરવાળા આ લગ્નથી ખુશ હતા નહીં. તેમને લાગે છે કે મોહમ્મદ પ્રેમનું નાટક કરી રહેલ છે. તેની નજર જોન્સનની સંપત્તિ પર છે. હકીકતમાં જોન સંપત્તિની બાબતમાં મોહમ્મદ કરતાં ઘણી આગળ છે.

જોન્સને ઘણા લોકોએ સમજાવ્યું કે મોહમ્મદ સાથે લગ્ન ન કરે, પરંતુ તેમણે કોઈનુ સાંભળ્યું નહી અને લગ્ન કરી લીધા. હવે તેમના સંબંધીઓએ પણ તેમનો સંપર્ક છોડી દીધો છે. તેવામાં ૮૧ વર્ષની જોન્સ એકલી જ રહે છે. તેમને સિંગલ રહેવામાં ઘણી પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે. એજ કારણ છે કે તેઓ બની શકે તેટલું જલ્દી ઇજિપ્તમાં રહેતા પોતાના પતિને બ્રિટેન બોલાવવા માંગે છે.

જોન્સે યુકેના પીએમ બોરિસ જોન્સન ને પણ અપીલ કરી છે કે તેઓ તેના પતિને વિઝા આપવામાં મદદ કરે. તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ પોતાના પતિ વગર દરેક રાત રડીને પસાર કરી રહી છે. લગ્ન બાદ પતિને મળવા માટે તે ત્રણ વખત ઇજિપ્ત જઈ ચૂકી છે. હવે તેની ઈચ્છા છે કે તેના પતિ બની શકે તેટલા જલ્દી વિઝા લઈને બ્રિટન આવી જાય અને તેની સાથે રહેવા લાગે.

ઉંમરમાં વધારે અંતર હોવાને કારણે આ કપલ સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જ ચર્ચામાં રહેલું છે. વળી આ સમગ્ર મામલામાં તમારું શું મંતવ્ય છે? તે જરૂરથી જણાવશો. શું મોહમ્મદ સાચો પ્રેમ કરી રહ્યો છે કે તેની નજર જોન્સના પૈસા ઉપર છે?