૮૨ હજારની ઉપર થયા કોરોના દર્દીઓ પરંતુ ડરો નહીં, આ 5 બાબતોમાં ભારત બધા દેશો કરતાં સારી સ્થિતિમાં છે

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. ભારતની વાત કરવામાં આવે તો અહીંયા અત્યાર સુધીમાં ૮૨,૨૬૪ કોરોના વાયરસના મામલા સામે આવી ચૂક્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં ભારતના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચીનને પણ પાછળ છોડી દેશે. તેવામાં આ સ્થિતિને જોઈને અમુક લોકો ખૂબ જ ડરેલા છે. જોકે સારા સમાચાર એ છે કે બાકી દેશોની તુલનામાં ભારતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી.

અમેરિકા, ઇટાલી અને રશિયા જેવા સમૃદ્ધ અને વિકસિત દેશોની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. તેવામાં ભારતની પરિસ્થિતિને લઈને આપણે ડરવાની જરૂરિયાત નથી. આજે અમે તમને પાંચ એવી ચીજો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં ભારત અન્ય દેશોની તુલનામાં અત્યારે સારી સ્થિતિમાં છે.

૨૫ રિપોર્ટ પર ૧ કોરોના દર્દી

ભારતમાં સ્થિતિ અન્ય દેશોના તુલનામાં ઘણી સારી છે. તેનો અંદાજો તમે અહીંયા થતા કોરોના ટેસ્ટ અને તેના રિઝલ્ટ પરથી લગાવી શકો છો. ભારતમાં વર્તમાનમાં જ્યારે ૨૫ લોકોનો ટેસ્ટ થાય છે તો તેમાંથી ફક્ત ૧ વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળે છે. જ્યારે અમેરિકામાં આ દર ૬.૮ ટેસ્ટ પર ૧ દર્દીનો છે. તે સિવાય બ્રિટનમાં ૬ ટેસ્ટ પર ૧, જાપાનમાં ૧૩.૬ ટેસ્ટ પર ૧, જર્મનીમાં ૧૭ ટેસ્ટ પર ૧ અને ઈટાલીમાં ૧૧.૩૦ પર ૧ કોરોના વાયરસ દર્દી મળી રહ્યા છે.

આટલા દિવસમાં થઈ રહ્યા છે કેસ ડબલ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભારતમાં કોરોના નાં મામલા ૧૨.૨ દિવસમાં ડબલ થઇ રહ્યા છે. આ પહેલા પાછલા ૧૪ દિવસોમાં તે ૧૦.૯ દિવસોમાં ડબલ થઇ રહ્યા હતા. જોકે પાછલા ૩ દિવસોમાં તેમાં થોડો સુધારો થયો છે. ભારતમાં કોરોના વાયરસનાં સંક્રમણને ફેલાવાથી રોકવા માટે લોકડાઉન સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જો બધા જ લોકો તેનું સખતાઈથી પાલન કરે તો આ મામલામાં વધુ ઘટાડો થઈ શકે છે.

૧૦ લાખ પર કેટલા લોકો મૃત્યુ પામે છે?

ભારતમાં દર ૧૦ લાખની વસતિ પર કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ફકત ૨ છે. જ્યારે આ આંકડા અમેરિકામાં ૨૪૮, સ્પેનમાં ૫૭૬, બ્રિટનમાં ૪૮૨, ઈટાલીમાં ૫૦૮ અને ફ્રાન્સમાં ૪૦૮ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બધા દેશોની મેડિકલ સુવિધાઓ ભારતની તુલનામાં ખુબ જ સારી માનવામાં આવે છે. તેમ છતાં પણ મૃત્યુંનો દર તેમની તુલનામાં ભારતમાં ઓછો છે.

Source : https://www.worldometers.info/coronavirus/

વિશ્વમાં ૧૨મો નંબર ભારતનો

કોરોના દર્દીઓની સંખ્યા અને મૃત્યુદર આ બંને મામલામાં ભારત વિશ્વમાં ૧૨માં નંબર પર રહેલું છે. ભારતની સ્થિતિ અમેરિકા, સ્પેન, રશિયા, બ્રાઝિલ, ઈરાન અને ચીન જેવા દેશોથી ખૂબ જ સારી છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ૪૬ લાખથી વધારે લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી ૩ લાખથી વધુ લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થઇ ચુક્યા છે. જોકે ૧૭ લાખ થી વધુ લોકો એવા પણ છે જેઓએ કોરોનાને હરાવી દીધો છે.

ભારતમાં કોરોનાથી સ્વસ્થ થયેલ દર્દીઓનો આંકડો ૨૮,૦૮૬ છે. હાલમાં ભારતમાં ૧૭ મે સુધી લોકડાઉન છે અને તે લોકડાઉનને હજુ પણ આગળ વધારવામાં આવ્યું છે. હાલમાં આ લોકડાઉનમાં મળતી છૂટછાટ ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોન ના આધાર પર નક્કી કરવામાં આવી રહી છે.