૮૨ વર્ષનાં વૃધ્ધ વ્યક્તિને ૫૦ વર્ષ પહેલાનો પોતાનો ખોવાયેલો પહેલો પ્રેમ મળ્યો, તેમની પ્રેમ કહાની સંભાળીને તમે પણ ગદગદ થઈ જશો

“ઇશ્ક પર જોર નહી હૈ, યહ વો આતિશ હૈ ગાલીબ કી લગાઈ ના લગે ઔર બુજાય ના બુજે”. ગાલિબ એ આ શાયરી અધુરી પ્રેમ કહાની ને લઈને કહી હતી જે પુરી ન થઈ હોય અને તેને દિલથી કોઈ અધુરી પણ ન કહી શકે. હાલમાં એક એવી જ પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં એક ૮૨ વર્ષના વૃદ્ધને ૫૦ વર્ષ પછી તેમની પ્રેમિકાએ ફોન કર્યો છે. તેવામાં પ્રેમીનું કહેવાનું છે કે – રામજી ની કસમ એવું લાગી રહ્યું છે કે ૨૧ વર્ષનો થઈ ગયો છું.

કોઈકે સાચું જ કહ્યું છે કે વ્યક્તિ લાખો કોશિશો કરવા છતાં પણ પોતાનો પહેલો પ્રેમ ક્યારેય નથી ભુલતો. હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાનનાં ૮૨ વર્ષનાં વૃદ્ધ ની પ્રેમ કહાની એક વખત ફરી આ વાતને ચરિતાર્થ કરે છે, જેની પહેલી પ્રેમિકા ૫૦ વર્ષ પછી તેમને ઓસ્ટ્રેલિયાથી ફોન કર્યો છે.

તેવામાં લોકોની કહેલી આ લાઈન પણ ચરિતાર્થ થઈ ગઈ કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ દરેક ઉંમરમાં યુવાન હોય છે. તો આજની આ કહાની એક એવા જ વ્યક્તિ ની છે, જેને પ્રેમ તો ૩૦ વર્ષની ઉંમરમાં થયો હતો પરંતુ ૫૦ વર્ષ પછી પ્રેમિકાનો કોલ આવ્યો. જી હાં, આ લવ સ્ટોરી છે એક ૮૨ વર્ષના ગેટ કીપરની, જેણે હાલમાં જ પોતાની એક લવ સ્ટોરી શેર કરી છે.

રાજસ્થાનનાં થાર કુલધારા માં રહેવા વાળા આ વ્યક્તિએ પ્રેમની ગહેરાઈને સમજાવી છે. જણાવી દઇએ કે તે કહે છે કે, હું ૩૦ વર્ષનો હતો જ્યારે હું પહેલીવાર મારિયા ને મળ્યો હતો. તે ઓસ્ટ્રેલિયા થી જેસલમેર આવી હતી, ડેઝર્ટ સફારી માટે. તે પાંચ દિવસની યાત્રા પર હતી અને મેં એને ઊંટની સવારી કરતા શીખવાડ્યું હતું. આ વાત ૧૯૭૦ ની છે. એટલું જ નહીં તે આગળ જણાવે છે કે તે દિવસોમાં પહેલી નજરમાં પ્રેમ થઈ જતો હતો.”

સાથે જ આગળ કહે છે કે, અમને બંને તરફથી આ પહેલી નજરમાં જ પ્રેમ હતો. તેણે ઓસ્ટ્રેલિયા જતાં પહેલા મને પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો. તેણે મને આઇ લવ યુ કહ્યું. હુ કંઈ કહી ન શક્યો. પરંતુ તેણે તેની ફિલિંગને સમજી લીધી. તેના ઓસ્ટ્રેલિયા જવા સુધી અમે બંને સતત સંપર્કમાં રહ્યા. થોડા દિવસો પછી તેણે મને ઓસ્ટ્રેલિયા બોલાવ્યો. જ્યાં જવા માટે ખુબ જ ખર્ચ થઈ શકે તેમ હતો. તેવામાં મે ૩૦ હજાર રૂપિયાની લોન પરિવારને જણાવ્યા વગર લઇ લીધી. અમે ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા અને ત્યાં ત્રણ મહિના રહ્યા.

જણાવી દઇએ કે આગળ ગેટ કીપર બતાવે છે કે તે ત્રણ મહિના અદ્ભુત હતા. તેણે મને ઇંગલિશ શીખવાડ્યું. મેં તેને ઘુમર શીખવાડ્યું. ત્યારબાદ તેણે લગ્ન કરીને ઓસ્ટ્રેલિયામાં સેટલ થઈ જવા માટે કહ્યું. પરંતુ અહીં વસ્તુ કોમ્પ્લિકેટેડ થઈ ગઈ. હું ભારત છોડી શકતો ન હતો અને તે ભારત રહેવા તૈયાર ન હતી. ભારે મન સાથે બન્ને પોતપોતાના રસ્તા પર અલગ થઈ ગયા. ઘરે ફરીને મેં પરિવારનાં દબાણમાં લગ્ન કરી લીધા અને એક ગેટ કીપરની નોકરી કરવા લાગ્યો. પરંતુ મને મારીના ની યાદ આવતી રહેતી હતી. શું તેણે લગ્ન કર્યા હશે? શું હું હવે તેને ફરી જોઈ શકીશ? પરંતુ મારામાં એટલું સાહસ ન હતું કે એને કંઈક લખી શકું.

સમય સાથે તેની યાદ ધુંધળી થતી ગઈ. દીકરો મોટો થઈ ગયો. બે વર્ષ પહેલા પત્નીનું નિધન થઈ ગયું. હવે તે ૮૨ વર્ષનાં છે. પરંતુ હવે તેમને જિંદગીએ એકવાર ફરી આશ્ચર્યચકિત કરી દીધા છે. એક મહિના પહેલા મરીના એ તેમને ચીઠ્ઠી લખી. કેમ છો મારા મિત્ર?

૫૦ વર્ષ પછી તેણે મને મેળવી લીધો. ત્યાંથી તે રોજ મને કોલ કરે છે. બંને એકબીજાને મળવા માટે આતુર છીએ. મરીનાએ તેને કહ્યું કે તેણે ક્યારેય લગ્ન નથી કર્યા. તે પ્લાન કરી રહી છે કે તે જલ્દી જ ભારત આવશે. તે કહે છે, રામજી ની કસમ! મને લાગે છે કે હું ૨૧ વર્ષનો થઈ ગયો છું. તેવામાં ખરેખર પ્રેમની આ કહાની ૮૨ વર્ષની ઉંમરમાં પણ ૨૧ ની થતી દેખાઈ રહી છે. જણાવી દઇએ કે આ સ્ટોરીને “હ્યુમન ઓફ બોમ્બે” દ્વારા શેર કરવામાં આવી  છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેવામાં કદાચ કોઈ કે સાચું કહ્યું છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. આ અનોખી પ્રેમ કહાની તમને કેવી લાગી અમને કમેન્ટ કરી અવશ્ય જણાવો.