એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ એટલે કે ADAS હાલનાં દિવસોમાં કારની ખરીદી કરતા લોકોની વચ્ચે સૌથી પોપ્યુલર ફીચર બની ગયેલ છે. પહેલા આ ફીચર ફક્ત વોલ્વો અને મર્સિડીઝ જેવી મોંઘી અને લક્ઝરી કારમાં જોવા મળતું હતું, પરંતુ હવે ઇન્ડિયન માર્કેટમાં આવતી ઘણી કારમાં આ ફીચર સામાન્ય બની ગયું છે. ADAS ફિચર હવે મહિન્દ્રા, ટાટા, હ્યુંડઈ, હોન્ડા, અને એમજી મોટરની ઘણી કારમાં મળી રહે છે.
સૌથી મોટી વાત એ છે કે મોટાભાગના લોકો ને આ ફીચરનો યોગ્ય ઉપયોગ કરવા વિશે જાણકારી હોતી નથી અને બેદરકારીને લીધે આ ફીચરનો ઉપયોગ કરે છે. લોકોની બેદરકારીનો આ પ્રકારનો વિડીયો હાલમાં જ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવક XUV700 નું સ્ટિયરિંગ છોડીને કાર ચલાવી રહેલ છે. એટલું જ નહીં આ સ્ટંટ દરમિયાન કો-પેસેન્જર સીટ ઉપર તેની પત્ની બેસેલી છે. યુવક એસયુવીને એડોપ્ટિવ ક્રુઝ કંટ્રોલ મોડમાં ચલાવી રહેલ છે અને ડ્રાઇવિંગ સીટ ઉપર મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે કારમાં આ ફીચર્સ ઇમરજન્સીના સમયે પોતાની અને પોતાના ફેમિલીની સુરક્ષા માટે આપવામાં આવે છે. કારમાં ફેમિલીની સાથે સ્ટંટ કરતો વિડીયો બનાવવા માટે નહીં.
આવું પહેલી વખત નથી થયું જ્યારે ADAS ફીચર વાળી કોઈ ભારતીય કારનો દુરઉપયોગ કરવામાં આવેલ હોય અને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ પ્રકારના સ્ટંટ ઘણી વખત કરવામાં આવેલ છે. હાલમાં જ એક વ્યક્તિનો ડ્રાઇવિંગ સીટ ઉપર પગ રાખીને પોતાના મિત્રોની સાથે જુગાર રમતો વિડીયો પણ વાયરલ થયો હતો. આ બધા વીડિયોની સોશિયલ મીડિયા પર ખુબ જ આલોચના કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ ઘણા લોકો આવા વિડીયો બનાવી રહ્યા છે.
આજના સમયમાં ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાના ચક્કરમાં લોકો પોતાના જીવને પણ જોખમમાં મુકી દેતા હોય છે. ઘણીવાર તો લોકો આ રિલ્સ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે. હાલના દિવસોમાં એવા ઘણા સમાચારો સામે આવેલા છે, જેમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં ઘણા યુવાનો દુર્ઘટનાનો શિકાર બની ગયા છે. એટલું જ નહીં ઘણી વખત તો ટ્રેન સાથે ટક્કર અને ભુલથી નીચે પડી જવાના સમાચાર પણ સામે આવેલા છે. હવે આવી જ એક ઘટના સામે આવી છે, જેને જોયા બાદ ઇન્ટરનેટ પર લોકો ખુબ જ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
Just randomly happened to come across a reel !!
Trust,me you would not see such a bizarre & moronic stuff related to Automobile stuff !!
Unreal just for reel @anandmahindra @MahindraXUV700
it’s a travesty that we have to share roads with people like these
This is just insane… https://t.co/WOmgtvtVdb pic.twitter.com/jZhkX6YKIO
— Xroaders (@Xroaders_001) March 11, 2023
હકીકતમાં એક વ્યક્તિનો પોતાની પત્ની સાથે ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવાના ચક્કરમાં કારના સ્ટિયરિંગ વ્હીલને છોડવાનો એક વિડિયો ઈન્ટરનેટ ઉપર ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ ટ્વીટર પર લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વ્યક્તિ પોતાની મહેન્દ્રા XUV700 માં ADAS ટેકનોલોજી નો દુર ઉપયોગ કરી રહ્યો છે અને ક્લિપ જોયા બાદ ઇન્ટરનેટ યુઝર્સ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
ટ્વીટર પર એક પેજ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં એક વ્યક્તિ ને રિલ્સ બનાવવા માટે સ્ટિયરિંગ વ્હીલને છોડીને રસ્તા ઉપર ગાડી ચલાવતો જોઈ શકાય છે. તેના પગ બાજુની સીટ ઉપર હતા, જ્યાં તેની પત્ની બેસેલી હતી આ વ્યક્તિ પોતાની મહેન્દ્રા XUV700 માં લગાવવામાં આવેલ ADAS ટેકનોલોજીનો ખતરનાક રીતે ઉપયોગ કરી રહેલ છે.
ADAS એક સુરક્ષિત માનવ મશીન ઇન્ટરફેસના માધ્યમથી ડ્રાઇવિંગ અને પાર્કિંગમાં સહાયતા માટે ડિઝાઇન કરવામાં આવેલ ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી છે. ADAS ની ભુમિકા સડક દુર્ઘટનાઓની સંખ્યાને ઓછી કરીને મૃત્યુદર ને રોકવાની પણ છે.
પોસ્ટના કેપ્શન માં લખવામાં આવ્યું છે, “બસ અચાનકથી એક રીલ્સ સામે આવી ગઈ. આ એક મજાક છે કે આપણે આવા લોકોને સાથે રસ્તો શેર કરવો પડે છે. આ ફક્ત ગાંડપણ પણ છે.” વળી એક યુઝરે લખ્યું હતું કે, “આવી રીલ્સ જીવલેણ સાબિત થઈ શકે છે.” વળી અન્ય એક યુઝર દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવેલું કે, “કોઈ મહેરબાની કરીને કાર બચાવી લો.”