આ ૧૦ ફિલ્મોમાં થઈ એવી ભુલો કે તમે હસી-હસીને લોટપોટ થઈ જશો, શું તમારું ધ્યાન ગયેલું આ ભુલો ઉપર?

Posted by

બોલિવુડની ઘણી ફિલ્મ પોતાની સુંદર કહાની, સંવાદ, બેગ્રાઉન્ડ, સ્ટાર કાસ્ટ અને સોંગને કારણે બ્લોક બસ્ટર રહી છે. જો કે દર્શકોની અપેક્ષા પર સંપુર્ણ રીતે ખરી ઉતરવા વાળી મુવી માં એવી પણ કમી રહી ગઈ છે, જે પાછળથી મજાકનું કારણ બની. ઉદાહરણ માટે ૫૦નાં દશકનાં બેગ્રાઉન્ડ પર બનેલી ફિલ્મ “ભાગ મિલ્ખા ભાગ” નાં એક સીનમાં મોબાઇલ ટાવર નજર આવ્યો. જોકે તે જમાનામાં મોબાઇલ ટાવર હતા જ નહીં. આવો જાણીએ એવી જ અમુક મુવી વિશે, જેમાં નાની પરંતુ સ્પષ્ટપણે દેખાતી ભુલો હાંસીને પાત્ર બની હતી.

ક્રિશ-૩

ક્રિશ-૩ માં ઋતિક રોશન ભલે સુપર હીરો બન્યા, પરંતુ તેમનાથી પણ આ મુવીમાં ઘણી ભુલો થઈ. એક સીનમાં ઋત્વિક, કૃષ્ણા અને રોહિત સાથે તેના કાર્યાલયની તરફ જતાં દેખાય છે. ત્યારે તે કારની ફ્રન્ટ સીટ પર નથી હોતા. પરંતુ જ્યારે ઉતરે છે તો આગળના દરવાજા થી ઉતરે છે. એવી જ રીતે “રઘુપતિ રાઘવ” ગીતમાં ઋત્વિકનો શર્ટની સ્લિવ  ક્યારેક ફુલ થઇ જાય છે તો ક્યારેક હાફ. જે દર્શકોએ આ સીન જોયો તે હસ્યા વગર રહી શક્યા નહીં.

ક્વીન

કંગના રનૌત ની મુવી ક્વીનમાં એક સીનમાં અભિનેત્રીને પેરિસ જતા બતાવવામાં આવી છે. આ દરમિયાન નેધરલેન્ડ સ્થાનીય વાહન બતાવવામાં આવ્યું. આ મુવીમાં જ્યારે કંગના દિલ્હીથી ઉડાન ભરે છે તો પ્લેન એરબસ A-320 હોય છે, જે પહેલા એરબસ A-330 અને પછી અ-380 બતાવવામાં આવે છે.

રેસ

રેસ નાં ઘણા સીનમાં લક્ઝરી કાર બતાવવામાં આવી છે. આ કારને એક જ સીનમાં ઘણી વખત બદલવામાં આવી હતી. જેમકે મર્સિડીઝ E-320 ને E-350 માં અને બીએમડબલયુ 6 ને M6 તથા અન્ય રૂપમાં બતાવવામાં આવી. એટલે કે કાર શરૂઆયતમાં મર્સિડીઝ નું કોઈ મોડલ, બીજી જ સેકંડે આ બ્રાન્ડનું કોઈ અન્ય મોડલ બતાવવામાં આવ્યું. મુવીના એક સીનમાં તો શુંટિંગના કામની લાઇટિંગ અને કેમેરા સાથે જોડાયેલા ઉપકરણ પણ જોવા મળ્યા.

ચેન્નાઇ એક્સપ્રેસ

શાહરુખ ખાન – દીપિકા પાદુકોણ સ્ટારર મુવી ચેન્નાઇ એક્સપ્રેસમાં પણ ભુલ થયેલી છે. એક સીનમાં બંને કલાકાર ટ્રેનનાં સ્લીપર ક્લાસમા મુસાફરી કરતા દેખાયા, પરંતુ જ્યારે ઉતર્યા તો જનરલ ડબ્બા માંથી બહાર આવતા દેખાયા. આ સિવાય શાહરુખ દાદી એક્ટરને દાદાની અસ્થી ઘરે આપે છે અને એકવાર સ્ટેશન પર પણ અસ્થી આપતી દેખાય છે. રાહુલ બનેલા શાહરૂખ ટિકિટ નથી લેતાં, પરંતુ જ્યારે ટિકિટ ચેકર ચેક કરવા આવે છે, તો તેમની પાસે ટિકિટ હોય છે.

ધુમ-૩

આમિર ખાન સ્ટારર મુવી ધુમ-૩ માં પણ એવી જ ભુલ જોવા મળી. એક સીનમાં જ્યારે આમિર બિલ્ડિંગથી નીચે ઉતરે છે, તો તેમને જોવા વાળો પોલીસને તેમનો સ્કેચ બનાવવામાં મદદ નથી કરી શકતો. એક સીનમાં તેમની બાઇક પાણીમાં ચાલવા વાળી વોટર જેટ બાઈક બની જાય છે. જોકે આ બદલાવ ગળે નથી ઊતરતો.

ભાગ મિલ્ખા ભાગ

ફરહાન અખ્તરની ભાગ મિલ્ખા ભાગનું બેગ્રાઉન્ડ ૫૦નાં દશકનું બતાવવામાં આવ્યું. જોકે એક સીનમાં મોબાઇલ ટાવર લાગેલું દેખાયું. જે તે જમાનામાં હતું જ નહીં. આ મુવીમાં ફરહાન “નન્ના મુન્ના” સોંગ ગાય છે. આ ગીત ૧૯૬૨ની ફિલ્મ “સન ઓફ ઇન્ડિયા” માં રજુ થયું હતું.

કભી ખુશી કભી ગમ

બ્લોક બસ્ટર ફિલ્મ કભી ખુશી કભી ગમ માં પણ એવી જ ભુલ પકડાઈ ગઈ. મુવી ના “યુ આર માય સોનિયા” ગીતમાં કરિના લાલ રંગના સેન્ડલમાં નજર આવે છે, પરંતુ બીજા જ પળે બીજા રંગ ડિઝાઇનનાં સેન્ડલ દેખાય છે. તેમનો લાલ રંગનો સ્કાર્ફ પણ બીજા સીનમાં લાલ કોટમાં બદલાઈ જાય છે. એટલું જ નહીં ઋત્વિક જ્યારે કોલેજ જાય છે તો લેમ્બોર્ગિની માં જાય છે, પછી તે મર્સિડીઝ થઈ જાય છે.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

શાહરુખ કાજોલ ની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે માં ગીત “તુજે દેખા તો” માં કાજોલ લીલી ઘાસમાં ઊભેલી નજર આવે છે. બીજા જ પળમાં શાહરૂખને મળવા માટે  સરસવનાં ફુલમાંથી ભાગતી નજર આવે છે. એક અન્ય સીનમાં જ્યારે કાજોલ ટ્રેન વાળા સીનમાં પોતાનું સુટકેસ પેક કરતી દેખાઈ. તે સમયે જમીન પર કંઈ ફેલાયું હતું નહીં. અચાનક શાહરૂખ તેમના કપડાંને નીચેથી ઉઠાવતા નજર આવે છે.

હોલી-ડે

અક્ષય કુમારની ફિલ્મ હોલી-ડે માં પણ એવું જ કંઈક થયું. એક સીનમાં અક્ષય એક આતંકીની એક આંગળી કાપી નાખે છે. પરંતુ પછી તેને બધી આંગળી સાથે બતાવવામાં આવે છે. આ મુવીમાં કેપ્ટન વિરાટ બક્ષી બનેલા અક્ષય કુમારનાં ઘણાં પ્રકારનાં હેર સ્ટાઇલ પણ બતાવવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *