ઘરમાં કોઈ નાના બાળકના આગમનના સમાચાર એટલા ખાસ હોય છે કે ઘરના દરેક વ્યક્તિ ખુશીથી જુમી ઉઠે છે. બાળકના માતા-પિતાની સાથો સાથ કાકા-કાકી, ફઈ, દાદા-દાદી અને મોટા ભાઈ-બહેનોમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. તેની સાથે જ શરૂ થાય છે બાળકનું નામ પસંદ કરવું અને તેની સાથે સમય પસાર કરવાના પ્લાન ને લઈને ચર્ચા. વળી બાળકના દરેક સંબંધીના મનમાં તે કૌતુહલ રહેતું હોય છે કે આવનાર બાળક કેવું હશે? ચંચળ અથવા શાંત સ્વભાવનું, આખી રાત જાગવાવાળું અથવા આખો દિવસ રમવા વાળું, રડવાવાળું કે પછી નખરા બતાવવાવાળું.
આવનાર નાના મહેમાન એટલે કે બાળક સાથે જોડાયેલી દરેક વાતો લોકોને રોમાંચિત કરે છે. લોકો બાળકો માટે કપડા, ઘરેણા, ઘોડિયું, પથારી બનાવવાથી લઈને ઘરની સજાવટમાં પણ બદલાવ કરવા લાગે છે. આવનાર બાળક દીકરો હશે કે દીકરી તે ઉત્સુકતામાં ઘણી વખત લોકો બંને માટે શોપિંગ કરે છે અને એવી તૈયારી પણ કરતા હોય છે. અમુક લોકો બાળકોના નામનું લિસ્ટ તે દિવસથી તૈયાર કરવા લાગે છે જ્યારથી તેમને બાળકના આવવાના સમાચાર મળે છે. તો વળી અમુક લોકો આ વાત ઉપર શરત પણ લગાવતા હોય છે કે આવનાર બાળક દીકરો હશે કે દીકરી. આ બધી બાબતો ઉપરથી તમે પણ અંદાજો લગાવી શકો છો કે કોઈપણ બાળકનો જન્મ તેના પરિવાર માટે કેટલી મોટી ખુશખબરી હોય છે.
પ્રેગ્નન્સી દરમિયાન માતા-પિતાની સાથે ઘરવાળા અને પરિવારજનોમાં પણ ખૂબ જ ઉત્સુકતા જોવા મળી આવે છે. બધા જાણવા માંગતા હોય છે કે આવનાર બાળક દીકરો હશે કે દીકરી. સામાન્ય રીતે તો ભ્રુણનું લિંગ પરીક્ષણ આપણા દેશમાં કાયદાકીય અપરાધ છે, પરંતુ આ જટિલ બાબતો ને ધ્યાનમાં ન લઈને લોકો આવનાર બાળકનું સ્વાગત અને તેની સાથે જોડાયેલી તૈયારીઓ કરવા લાગે છે.
ઘરમાં ખૂબ જ જલ્દી બાળકની કિલકારીઓ ગુંજવાની છે અને એક પરિવારમાં બે માંથી ત્રણ થવાના છે. પરંતુ સવાલ એ છે કે આ કિલકારીઓ દીકરાની હશે કે દીકરીની, આ સવાલ ઘરના દરેક સદસ્યાના મનમાં હોય છે. પરંતુ ૯ મહિનાની પ્રેગ્નન્સી અને અંતમાં ડિલિવરી બાદ જ જાણી શકાય છે કે તમારા ઘરમાં દીકરાનો જન્મ થયો છે કે દીકરીનો. પરંતુ અમુક એવા ઉપાય છે જેની મદદ થી તમે જાણી શકો છો કે તમારા ગર્ભમાં દીકરો છે કે દીકરી. તો ચાલો તમને આ મજેદાર ઉપાયો વિશે જણાવીએ.
પેટનો આકાર
આપણા દેશમાં એક જૂની માન્યતા છે કે માં નાં પેટના આકારથી સરળતાથી જાણી શકાય છે કે આવનાર બાળક દીકરો હશે કે દીકરી. જો તમારું પેટ આગળ તરફ નીકળેલું છે, તો બની શકે છે કે તમારા પેટમાં દીકરો હોય. જ્યારે બીજી તરફ જો તમારું પેટ ગોળ અને મોટું દેખાઈ રહ્યું હોય તો બની શકે છે કે તમારા ઘરમાં એક નાની રાજકુમારી આવવાની છે.
મુડ સ્વિંગ
જર્નલ સાયકોલોજી એન્ડ બિહેવિયર માં છપાયેલ એક સ્ટડી ના આધાર પર એવું કહેવામાં આવી શકે છે કે મહિલાઓ જેને પ્રેગ્નન્સીનાં પહેલા ૩ મહિના દરમિયાન કોઈ વિશેષ વાત અને પ્રેગ્નન્સીના ૬ મહિના બાદ દરેક વાત ઉપર દુઃખ અને પસ્તાવો મહેસૂસ થતો હોય તો એવું કહી શકાય છે કે આવનાર બાળક દીકરો હશે. વળી પેટમાં દીકરી હોવા પર માં સામાન્ય ભાવનાઓ મહેસુસ કરે છે. વળી તેનાથી એક વાતનો અંદાજો લગાવી શકાય છે કે પુરુષ દરેક વાત માટે બેચણ શા માટે રહે છે.
ખાવાથી નફરત
શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક તરફ પ્રેગ્નેન્સી દરમિયાન જ્યાં ઘણી બધી મહિલાઓ ખૂબ જ વધારે ભોજન કરે છે તો અમુક મહિલાઓ ભોજન સાથે નફરત કરવા લાગે છે. હકીકતમાં આ બદલાવ બાળકના લિંગ ઉપર નિર્ભર કરે છે. એક સ્ટડી અનુસાર જે માં ભોજન સાથે નફરત કરે છે અથવા તો ભોજન કર્યા બાદ ઉલ્ટી થવાની ફરિયાદ કરે છે તેનું આવનારું બાળક દીકરો હોય છે. એક સ્ટડી અનુસાર માં નાં શરીરે એક નર ભ્રુણને વધારે સુરક્ષા પ્રદાન કરવી પડે છે. કારણ કે નર ભ્રુણ માદા ભ્રુણ થી વધારે અસુરક્ષિત છે.
પસંદગીની ચીજો ખાવી
પ્રેગ્નન્સીમાં મીઠી વસ્તુઓ મહિલાઓને પસંદ આવતી હોય છે. પરંતુ શું તમને આખો દિવસ મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે? તો નક્કી છે કે તમે એક દીકરીને જન્મ આપવાનાં છો. હકીકતમાં દીકરી સારી અને મીઠી ચીજો થી બને છે. પરંતુ જો તમને મસાલેદાર ચીજો ખાવાનું મન થઈ રહ્યું હોય તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં એક છોટે નવાબ આવવાના છે.
ફેસ રીડિંગ
તમે પ્રેગ્નન્સી દરમિયાન કેવા દેખાવ છો? શું તમારા વાળ નિર્જીવ થઈ ગયા છે અને તમારા ચહેરા ઉપર ખીલ થઈ ગયા છે? તો જો વડીલોની વાત માનવામાં આવે તો તમારા ગર્ભમાં એક દીકરી છે. પરંતુ જો તમે ખૂબ જ સુંદર દેખાવ છો, તમારા વાળ સુંદર અને નખ ચમકદાર બની ગયા છે તો તમારા ગર્ભમાં દીકરો રહેલો છે. વળી ઘણા બધા લોકો આ વાતોને સંપૂર્ણ રીતે ઉલ્ટી પણ કહે છે.
ગર્ભમાં દીકરી હોવાના લક્ષણ
ગર્ભાવસ્થા દરમિયાન તમારા પગને ખૂબ જ વધારે ઠંડી લાગે છે, પરંતુ સામાન્ય દિવસોમાં આવું થતું નથી. તમારી ત્વચા ડ્રાય થઈ જાય છે, ગર્ભાવસ્થામાં તમારું મુડ સ્વિંગ ઓછું થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન તમારા વાળ ચમકદાર બની જાય છે, તમારા શરીરના વાળ નું ગ્રોથ પ્રેગ્નન્સી દરમિયાન અચાનક વધી જાય છે. પ્રેગ્નેન્સીના દિવસોમાં તમને માથાનો દુખાવો વધારે થવા લાગે છે. જ્યારે પણ તમે સુવો છો તો તમારો તકિયો ઉત્તર તરફ થઈ જાય છે. તમારા પેશાબનો રંગ ઘાટો પડ્યો બની જાય છે.
ગર્ભમાં દીકરો હોવાના લક્ષણ
તમારા પેટનો આકાર ગોળ હોય છે અને પેટની પોઝિશન ઉપર તરફ હોય છે. તમારો ચહેરો મુરજાયેલો લાગે છે. તમને પહેલા ૩ મહિનામાં ખૂબ જ મોર્નિંગ સીકનેસની પરેશાની થાય છે. જો તમે અરીસામાં પોતાને જુઓ છો તો તમારી કીકી ફેલાયેલી હોતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન તમને મીઠા જ્યુસ અને મીઠાઈ વગેરે ખાવાની ઈચ્છા વધારે રહે છે. પ્રેગ્નન્સી દરમિયાન તમારા પગ ખૂબ જ ગરમ રહે છે.