આ ૧૦ સિતારાઓને મુસ્લિમ યુવતી સાથે થયો પ્રેમ અને લગ્ન કરી લીધા, ત્રીજા નંબરનું નામ જાણીને તો ચોંકી જશો

Posted by

એક તરફ આપણા દેશમાં જ્યાં અવારનવાર હિંદુ-મુસ્લિમ મુદ્દા પર બબાલ થતી રહેતી હોય છે. ત્યાં બોલિવૂડમાં અમુક એવા કપલ છે જે હિંદુ-મુસ્લિમ થી દૂર છે, તેમને હિંદુ મુસ્લિમ થી કોઈ ફરક પડતો નથી. તેમના માટે ઉંમર મહત્વ રાખતી નથી અને ધર્મ પણ મહત્વ રાખતો નથી એટલે જ તો તેમણે ધર્મ અને દીવાલ તોડીને મુસ્લિમ યુવતીઓને પોતાના જીવનસાથી બનાવેલ છે. તો ચાલો જાણીએ કે આ સિતારાઓ કોણ કોણ છે.

Advertisement

ઋત્વિક રોશન

ઋત્વિક રોશને મુસ્લિમ યુવતી સુઝેન ખાનને પોતાની જીવનસાથી બનાવી છે. જોકે હાલમાં આ બંનેના તલાક થઇ ગયા છે. પંજાબી ફેમિલી થી આવનાર ઋત્વિક રોશન અને મુસ્લિમ ફેમિલીમાંથી આવનાર સુઝેન માટે ક્યારેય પણ ધર્મ દિવાલ બનેલ નથી.

મનોજ બાજપેયી

મનોજ બાજપેયી એ બે લગ્ન કર્યા છે. તેમના પહેલા લગ્ન દિલ્હીની રહેવાસી એક યુવતી સાથે થયા હતા. જોકે લાંબા સમય સુધી આ લગ્ન ચાલ્યા નહિ અને ફક્ત બે માસની અંદર જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ બોલિવૂડ અભિનેત્રી નેહા સાથે વર્ષ ૨૦૦૬માં બીજા લગ્ન કર્યા હતા. નેહા નું સાચું નામ શબાના રજા છે.

સુનીલ શેટ્ટી

સુનિલ શેટ્ટીની પણ પત્ની માના પણ મુસ્લિમ છે. માના નું આખું નામ માના કાદરી છે. બંનેના લગ્ન એક ઉદાહરણ પૂરું પાડે છે. સુનિલ માના ને પહેલી નજરમાં જ પોતાનું દિલ આપી બેઠા હતા. માના એક સફળ બિઝનેસવુમન પણ છે. બંને એ વર્ષ ૧૯૯૯માં લગ્ન કર્યા હતા.

સંજય દત્ત

હિન્દુ ફેમિલીમાંથી આવનાર સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા છે. માન્યતા નું સાચું નામ દિલનશીન શેખ છે. માન્યતા બોલિવૂડની અમુક બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ફિલ્મોની શરૂઆતના સમયમાં માન્યતાને સારા ખાન નાં નામથી ઓળખવામાં આવતી હતી.

કુણાલ ખેમુ

બોલિવૂડ એક્ટર કુણાલ ખેમુ એ પટોડી ખાનદાન ની દીકરી સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા છે. સોહા અને કુણાલ નાં લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત થયા છે. સોહા મુસ્લિમ ફેમિલી માંથી આવે છે અને કુણાલ હિન્દુ ફેમિલી માંથી.

આદિત્ય પંચોલી

આદિત્ય પંચોલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લાંબા સમયથી છે, પરંતુ આજે પણ આદિત્યને જગ્યા મળી શકતી નથી, જેની તેઓ તલાશ કરી રહ્યા હતા. આદિત્ય એ પણ એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા છે. તેમની પત્નીનું નામ ઝરીના વહાબ છે.

રાજ બબ્બર

એક્ટર અને પોલિટિશિયન રાજ બબ્બર નો સંબંધ પંજાબી ફેમિલીમાંથી છે. હિન્દુ હોવા છતાં પણ રાજ બબ્બરે નાદિરા સાથે લગ્ન કર્યા છે. જોકે રાજ બબ્બર સાથે લગ્ન કર્યા બાદ નાદિરા એ પોતાના નામની સાથે બબ્બર જોડી દીધું હતું. આજે તે નાદિરા બબ્બર ના નામથી ઓળખવામાં આવે છે.

સુનિલ દત્ત

સુનીલ દત્તે બોલિવૂડની મશહૂર એક્ટ્રેસ નરગીસ સાથે લગ્ન કર્યા હતા. નરગીસ મુસ્લિમ પરિવાર થી આવે છે. પરંતુ સુનિલ નરગીસ સાથે એટલો પ્રેમ કરતા હતા કે ધર્મની દીવાલ તોડીને તેઓએ નરગીસને પોતાની જીવનસાથી બનાવી. બંને પહેલી વખત મધર ઇન્ડિયા ના સેટ પર મળ્યા હતા.

કિશોર કુમાર

કિશોર કુમારે પોતાના જીવનમાં ૪ લગ્ન કર્યા હતા. મધુબાલા કિશોરકુમારની બીજી પત્ની હતી. મધુબાલા મુસ્લિમ પરિવાર થી આવતી હતી. તેનું સાચું નામ મુમતાજ જહાં બેગમ દહલવી હતું. કહેવામાં આવે છે કે મધુબાલા દિલીપ કુમાર સાથે પ્રેમ કરતી હતી, પરંતુ મધુબાલાના પરિવારવાળા આ સંબંધ માટે તૈયાર ન હતા. ત્યારબાદ તેમણે કિશોર કુમાર સાથે લગ્ન કરી લીધા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *