લગભગ આખા ભારત દેશમાં અંધવિશ્વાસ ફેલાયેલો છે. પરંતુ બોલીવુડના અમુક સેલિબ્રિટી પણ અંધવિશ્વાસ માને છે. સેલિબ્રિટી હોવાને કારણે તેમની દરેક વાત લાઇમલાઇટમાં આવી જાય છે. ફેન્સ પોતાના મનપસંદ સિતારા વિશે નાનામાં નાની વાત પણ જાણવા માટે ઉત્સુક હોય છે. વળી અંધવિશ્વાસ જ એક ખોટો શબ્દ છે, પરંતુ બોલિવૂડમાં અમુક સેલિબ્રિટી એવા પણ છે જે તેને માને છે. મોર્ડન દેખાતા આ સિતારાઓ અમુક ખોટી બાબતો પર વધારે ભરોસો છે, જેને તમે જાણીને આશ્ચર્ય પામી જશો. આજની આ પોસ્ટને બોલીવુડના અમુક એવા સિતારાઓ સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જે અંધવિશ્વાસી છે અને અજીબોગરીબ વાતો પર વિશ્વાસ રાખે છે.
એકતા કપૂર
એકતા કપૂર ખૂબ જ જાણીતા પ્રોડ્યૂસર અને ડિરેક્ટર છે. તે શુટીંગ ડેટ થી લઈને જગ્યા સુધી ની સલાહ જ્યોતિષ પાસેથી લે છે. તે એટલી અંધવિશ્વાસી છે કે પોતાની આંગળીઓ માં ઘણી અલગ-અલગ પ્રકારની વીંટીઓ પહેરી રાખી છે.
શાહરુખ ખાન
શાહરુખ ખાન ૫૫૫ નંબર ને પોતાના માટે લકી માને છે. તેમની મોટા ભાગની ગાડીઓની નંબર પ્લેટ માં આ નંબર મળી આવે છે.
આમિર ખાન
આમિર ખાન ડિસેમ્બર મહિનાને ખૂબ જ લકી માને છે. તે બધાં જ શુભ કાર્યો આ મહિનામાં કરે છે.
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીની લાગે છે કે જ્યારે તે આઈપીએલની મેચ દરમિયાન બે ઘડિયાળ પહેરે છે, તો તેમની ટીમ જીતે છે. તમે મોટા ભાગે મેચ દરમિયાન બે ઘડિયાળ સાથે તેમને જોઈ શકો છો.
સલમાન ખાન
તમે હંમેશા સલમાનખાનના હાથમાં એક વાદળી રંગનું બ્રેસલેટ જોયું હશે. આ તેમને તેમના પિતાએ ગિફ્ટ આપેલ છે અને તેને તેઓ ખૂબ જ લકી માને છે.
રણવીર સિંહ
રણવીર સિંહ પોતાના પગમાં કાળો દોરો બાંધે છે અને આવું તે પોતાની સલામતી માટે કરે છે.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનું માનવું છે કે જ્યારે પણ તેઓ ભારતની ક્રિકેટ મેચ લાઇવ જુએ છે તો ટીમ હંમેશા હારે છે. એટલા માટે તેઓ બીજા રૂમમાં બેસીને મેચનો સ્કોર પૂછતા રહે છે.
દીપિકા પાદુકોણ
ફિલ્મ રિલીઝ થતા પહેલા દીપિકા સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરવા માટે પહોંચે છે. તેઓનું માનવું છે કે આવું કરવાથી તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરશે.
કરણ જોહર
કરણ જોહર માને છે કે “ક” અક્ષરથી શરૂ થતી તેમની ફિલ્મો હિટ બને છે. એટલા માટે તેમની મોટા ભાગની ફિલ્મોનું નામ “ક” થી શરૂ થાય છે.
કેટરીના કેફ
કેટરીના કેફ પોતાની ફિલ્મ રિલીઝ થતાં પહેલાં અજમેર શરીફ દરગાહ જઈને દુઆ માંગવાનું ભૂલતી નથી. અજમેર શરીફમાં તેમની વિશેષ આસ્થા છે અને તેમને લાગે છે કે આવું કરવાથી તેમની ફિલ્મ સારી ચાલશે.