આ ૨ ફેક્ટરને લીધે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખુરશી ચાલી ગઈ, જાણે આખરે ક્યાં ચુક થઈ

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરીને મુખ્યમંત્રી રૂપાણીને હટાવી દેવામાં આવેલ છે. અહીંયા રવિવારનાં રોજ વિધાનસભા દળની બેઠક બાદ મુખ્યમંત્રીનાં નામનું એલાન કરવામાં આવશે. તેની વચ્ચે દરેક લોકો જાણવા માગે છે કે આખરે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદ થી શા માટે હટાવવામાં આવેલ છે. વળી રૂપાણીની ખુરશી જવા પાછળના ઘણા ફેકટર છે, પરંતુ સૌથી મહત્વના બે ફેક્ટર રહેલા છે. આ ફેક્ટર છે કોરોના અને જાતિવાદ. તો ચાલો જાણીએ કે કેવી રીતે.

કોરોના મિસમેનેજમેન્ટ પર થઈ હતી બદનામી

પાર્ટી સાથે જોડાયેલા નેતા જણાવે છે કે ૬૫ વર્ષીય રૂપાણીને મુખ્યમંત્રી પદ ઉપરથી હટાવવામાં બે ફેક્ટર્સ સૌથી મોટી ભુમિકા નિભાવે છે, તેમાંથી સૌથી મહત્વનું ફેક્ટર હતું કોરોના વાયરસ. હકીકતમાં કોરોના વાયરસ ની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં મિસમેનેજમેન્ટની ફરિયાદો ખુબ જ સામે આવી હતી. દિલ્હીમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે રૂપાણી ગુજરાતમાં પીએમ મોદીના વિકાસના એજન્ડાને લઈને આગળ વધી રહ્યા હતા, પરંતુ કોરોના સામે લડવામાં જે રીતે બેદરકારી રાખવામાં આવી હતી તે પાર્ટી માટે એક મોટી ચિંતાનો વિષય હતો. એપ્રિલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ ગુજરાત સરકારની અસફળતા પર ટિપ્પણી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ દરમિયાન સરકારે જે રીતે કામ કર્યું છે તે સંતોષજનક અને પારદર્શી ન હતું. હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયની અછત ઉપર પણ સવાલ ઉઠયા હતા.

પાટીદાર સમુદાયનાં વર્ચસ્વવાળા રાજ્યમાં સફળતા મળી નહીં

વિજય રૂપાણીનાં રસ્તામાં બીજી મોટી અડચણ હતી તેમની જાતિ. રૂપાણી જૈન સમુદાય સાથે સંબંધ ધરાવે છે. વળી ગુજરાતમાં પાટીદાર સમુદાયનું વર્ચસ્વ છે. આ એક એવું ફેક્ટર છે જે આવનારી ચુંટણીમાં ભાજપની સત્તાનું ગણિત બગાડી શકે છે. તે સિવાય કેન્દ્રીય નેતૃત્વ રૂપાણીનાં રાજ્યની રાજનીતિમાં દબાવાનું આંકલન કરી રહેલ હતું. સંગઠનના જનરલ સેક્રેટરી બીએલ સંતોષ અને કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશના પ્રભારી ભુપેન્દ્ર યાદવે આ બાબતમાં રાજ્યના પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

પાછલા ઘણા મહિનાઓથી ચાલી રહેલા મુલાકાત દરમિયાન મુખ્ય નેતૃત્વ એ મુખ્યમંત્રી વિરુધ્ધ સેન્ટિમેન્ટને મહેસુસ કરી લીધું હતું. રાજકીય ટિપ્પણીકાર ઘનશ્યામ શાહનું કહેવું હતું કે પાર્ટી કેડર અને પાટીદાર સમુદાય તરફથી મુખ્યમંત્રી બદલવાનું દબાણ હતું. તેમણે જણાવ્યું હતું કે પાર્ટી કેડર હાઈકમાન્ડને સમજાવવામાં સફળ રહ્યા હતા કે જો પાટીદાર સમુદાયને પોતાના પક્ષમાં લેવું હોય તો મુખ્યમંત્રી બદલવા પડશે.