આ બે રાશિવાળા લોકોને એકબીજા સાથે ક્યારેય બનતું નથી, સાથે રહીને પણ રહે છે દુ:ખી

જ્યોતિષશાસ્ત્રમાં રાશિયોનું ખુબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. કહેવામા આવે છે કે રાશિના આધાર પર તમે કોઈપણ વ્યક્તિના સ્વભાવ વિશે જાણી શકો છો. એટલું જ નહીં કઇ રાશિવાળા લોકોને એકબીજા સાથે સારું બને છે અને કઇ રાશિવાળા લોકોને એકબીજા સાથે સારું નથી બનતું, આ બધું જ્યોતિષશાસ્ત્ર થી જાણી શકાય છે. એવામાં આજે તમને તે રાશિઓની જોડી વિશે જણાવીશું, જેમનો એકબીજા સાથે સુખદ મેળ નથી પડતો. જો આ બંને રાશિવાળા લોકો એકબીજા સાથે લગ્ન કરે તો તેમના સુખી રહેવાના ચાન્સ ખૂબ જ ઓછા હોય છે.

વૃશ્ચિક અને મેષ

મેષ રાશિવાળા લોકો સરળતાથી કોઈને પ્રેમ નથી કરતા. તેમના ખૂબ જ નખરા હોય છે. તેમનું નેચર પણ ફ્લર્ટ કરવાવાળું હોય છે. તેવામાં તે કોઈ એક વ્યક્તિને જીવનભર પસંદ કરવા માટે દસ વખત વિચારે છે. તે ઉપરાંત વૃશ્ચિક રાશિવાળા લોકોને પોતાની આઝાદી પસંદ હોય છે. મેષ રાશિવાળા લોકો મસ્ત લાઈફ જીવવું પસંદ કરે છે. સૌથી મોટી વાત એ છે કે આ બંને રાશિવાળા લોકોમાં અકડ હોય છે. તેમને સામેવાળા સામે નમવું પસંદ નથી હોતું. આ જ કારણને લીધે મેષ અને વૃશ્ચિક રાશિવાળા લોકોને પરસ્પરમાં બનતું નથી. વાત જ્યારે લગ્નની હોય ત્યારે આ બંને રાશિવાળા લોકોને એકબીજા સાથે લગ્ન કરવાથી બચવું જોઈએ.

કુંભ અને કર્ક રાશિ

કુંભ રાશિના જાતક સામાન્ય રીતે સારા નેચર ના હોય છે, તેઓ પોતાના વ્યવહારથી લોકોનો મન જીતી લે છે અને ત્યાં જ કર્ક રાશિવાળા લોકો સરળતાથી ખુશ નથી થતા. તેમની અંદર જલ્દી ગુસ્સો થઈ જવાની ખરાબ આદતો હોય છે. વળી ત્યાં જ કુંભ રાશિવાળા લોકોનો પ્રેમ વધારે સમય સુધી એક જેવો નથી રહેતો. આ બધા કારણના લીધે આ બંને રાશિવાળા લોકો માટે ખૂબ જ લડાઈ થતી હોય છે. શરૂઆતમાં બન્નેનો સંબંધ તો સારો હોય, પરંતુ લાંબા સમયમાં કોઈને કોઈ સમસ્યા આવે છે.

મેષ અને કર્ક રાશિ

આ બંને રાશિમાં જરાય મેળ નથી આવતો. તેમના વિચારો એકબીજાથી ખુબજ અલગ હોય છે. ભલે તે બંને એકબીજાને પ્રેમ કરતા હોય, પરંતુ એકબીજાને સમજી નથી શકતા. તમે તેને એ રીતે સમજી શકો છો કે મેષ રાશિ વાળો પૂર્વ છે, તો કર્ક રાશિ વાળો પશ્ચિમ. તેમનું સુખમય મિલાપ ખૂબ જ મુશ્કેલ છે.

વૃષભ અને સિંહ રાશિ

સિંહ રાશિવાળા જાતક ચંચળ સ્વભાવના હોય છે. તેમને ગુસ્સો પણ ખૂબ જ આવે છે. તેમના વિપરીત વૃષભ રાશિના લોકો શાંત હોય છે. તે ગુસ્સો ઓછો કરે છે અને તેમને શાંત વાતાવરણ પસંદ હોય છે અને વ્રુષભ રાશિ વાળા લોકો કોઈ કામ કરતા પહેલા દસ વખત વિચાર કરે છે. જ્યારે સિંહ રાશિવાળા લોકો કોઈપણ કામ વિચાર્યા વગર જ કરે છે. સિંહ રાશિને લાઇફમાં જોખમ લેવું ખૂબ જ પસંદ હોય છે. જ્યારે વૃષભ વાળા લોકો સાચવીને કામ કરે છે અને બસ આ જ કારણને લીધે બંને એકબીજા સાથે નથી બનતું.